Pratiksha Pandya

Classics

3  

Pratiksha Pandya

Classics

જીવનચક્ર

જીવનચક્ર

2 mins
215


પ્રભુએ રચેલી આ સૃષ્ટિ અનુપમ, અદ્ભૂત, મનોહારી છે. આ સૃષ્ટિમાં કુદરતી લીલા સાથે સાથે જીવ સૃષ્ટિનું અનોખું સર્જન કર્યું. જેમાં પશુ, પંખી, માનવ સૌ જીવોનું નિર્માણ કર્યું. આમાં માનવ સર્જન અનોખું છે. સર્વ રીતે માત્ર માનવને જ વિશિષ્ટ બુદ્ધિની બક્ષીસ છે. ઈશ્વરની ! અલભ્ય અવતાર છે માનવનો ! માનવ જન્મે ને મૃત્યુ પામે એ વચ્ચેના સમયગાળાનો પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી જીવન પસાર કરે છે. પોતાનાં કર્મો થકી જીવન સુશોભીત કરે છે. સારા નરસા કર્મો અને બુદ્ધિ દરેકની અલગ હોય છે. એ પ્રમાણે જીવન ઘડતર થાય. ને આમ માનવજાતીનું જીવનચક્ર અવિરત ચાલ્યા કરે.

એવું કહેવાય કે ચોરાશી લક્ષ ફેરા બાદ તમારા કર્મો અનુસાર મહામોલો આ માનવ જન્મ મળે. જેને સાર્થક કરવો, સફળ કરવો અને પ્રભુ ચરણે તેની ગતી કરવી એ માનવીના હાથમાં જ છે. હા.. ભગવદ કૃપા પણ જરૂરી છે. ઉત્તમ ધ્યેય રાખવો ને તેને પાર પાડવો. સદ્દકર્મોથી જીવનને મઢવું, દુષ્કર્મોને ઊટકીને., એ જ માનવધર્મ છે. એમાંજ માનવીની સાર્થકતા છે. દેવ અને દાનવી વૃત્તિ. એમાં દાનવી વૃત્તિની બાદબાકી કરી દેવત્વ નજીક રહેવું. ને દેવત્વનો પ્રસાદ, નવનીત પ્રાપ્ત કરવું.

સદકર્મોના ઉદયથી સારા, સંસ્કારી, ઈશભક્તિ પ્રધાન ઉત્તમ કુટુંબમાં જન્મ મળે. નાનો બાળ ઉત્તમ સંસ્કારથી ધીરે ધીરે કિશોરાવસ્થા બાદ યુવાવસ્થામાં પગરણ માંડે. માતાપિતા દાદાદાદી આધાર પૂરો પાડે. ત્યાં સુધી પ્રેમ ને વ્હાલનું છત્ર ધરી ! બાદ જ ખરાં જીવનના શરૂઆતની શરણાઈઓ વાગે. ને પછી સ્વબળ ને સ્વબુદ્ધિથી જીવન પ્રગતિ કરે.. સારી દોરવણીથી સારા, ઉત્તમ, વફાદારી ને સ્નેહથી નિભાયેલ કાર્યો દ્વારા આસમાનને ચૂમે ! લગ્ન થાય ને પોતાનો કુટુંબ કબીલો નિભાવે., ને કાળક્રમે તેનાં પોતાનાં સંતાનો મોટાં થાય ને પોતે દાદા દાદીના પાત્રમાં આવી જાય..

આ આખો જીવનક્રમ, જીવનઋતુઓ જેમ ગોઠવાય ! નાનકડાં બાળથી માંડી વૃદ્ધ થવા સુધીની આ પ્રક્રિયા જીવનનો અનોખો અંદાઝ ને જીવન સત્ય છે. હાથમાં લાકડી આધાર રૂપે આવી જાય. પોતે દાદાની ગોદમાં ધમાલ કરતાં હતાં તેમાં હવે પોતાનાં પૌત્રો પોતે દાદા બનીને ગોદમાં સમાવે.. ને છેવટે લાકડીના ટેકે વૃદ્ધત્વની નૌકા પણ પાર પાડે. ! પણ આ દરમ્યાન જીવનનિર્વાહની સાથે સાથે પરમાર્થ, પરોપકારના કાર્યો કરવા, ને અન્યને મદદરૂપ થવાનું લક્ષ રાખી તે પાર પાડવું. એ માનવીથીજ થઈ શકે. પશુ પંખીથી ના થાય અને "મન હોય તો માળવે જવાય" એ ચોક્કસ છે. તેથી જીવનનો ઉદ્ધાર કરવો ચોક્કસ મનુષ્યના હાથમાં છે. બાળપણથી નાના બાળક બનીને શરૂ કરેલ જીવન છેવટે વૃદ્ધ બને છે. પણ મનને હમેશા તરોતાજા રાખવું. નાનું બાળ જેમ રાખી નિર્ભેળ ખુશી ને કિલકારીઓમાં વહેતું રાખી તેનાં પાવન હર્ષમાં હાથ ધોતા રહેવા ને ઈશ સમીપ જવું મનથી શુધ્ધ, નિસ્પૃહ થઈ નિર્લેપ બની !


Rate this content
Log in

Similar gujarati story from Classics