Parin Dave

Romance Tragedy

4.7  

Parin Dave

Romance Tragedy

કામાક્ષી

કામાક્ષી

2 mins
257


વાતાવરણે વર્ષાના આગમનની છડી પોકારી હતી, મયુરનો કેકારવ વાતાવરણને વધુ મદહોશ કરતો હતો, આ મદહોશ વાતાવરણનો આનંદ માણતો મિલાપ ઝરુખે બેઠો બેઠો હતો. અચાનક જ એક જગ્યાએ વિજળી પડી હોય એવો અવાજ સાંભળ્યો સાથે સાથે કોઈની ચીસ પણ સંભળાય છે.

મિલાપે તરત જ ઊભા થઈને જે બાજુથી ચીસ સાંભળી એ તરફ નજર નાંખી. કદાચ જેણે બૂમ પાડી એ દેખાઈ જાય. થોડે દૂર એને એક યુવતી દેખાય છે. કદાચ એણે જ ચીસ પાડી હોઈ શકે એવું મિલાપનું માનવું હતું. થોડી વાર પછી પાછી એની બૂમ સાંભળી એ સાથે જ એ કોઈની સાથે ઝપાઝપી કરતી હોય એવું લાગ્યું. મિલાપ એના પરગજુ સ્વભાવને કારણે તરત જ ઘરમાંથી બહાર દોડી ગયો.

ત્યાં જઈને જોયું તો એક બહુ જ ખૂબસૂરત છોકરી હતી એને જોતાની સાથે જ મિલાપ પ્રથમ નજરે પ્રેમ થયો. એની નજર એ યુવતીને એકટક જોતી હતી. એક શરાબી એ યુવતીનો હાથ પકડવાનો પ્રયત્ન કરતો હતો. એ યુવતી એનો હાથ છોડાવતી હતી. પણ એ શરાબી વારંવાર હાથ પકડવાનો પ્રયત્ન કરતો હતો. મિલાપે ત્યાં જઈને એ યુવતીને એ શરાબીથી છોડાવી. આ જોઈને એ શરાબી એ યુવતીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો. એ યુવતી એ શરાબીને એમ બોલતા રોકતી તો એ તેણીની ઉપર હાથ ઉગામ્યો. મિલાપે એનો હાથ પકડીને એને ધકકો માર્યો. એ સાથે જ શરાબી જમીન પર પડી ગયો અને એને માથામાં ઈજા થઈ. આ જોઈને એ યુવતી એકદમ જ દોડી અને એ શરાબીને ઊભો કર્યો અને ત્યાંથી એને લઈને જતી રહી.

મિલાપ પણ ઘરે પાછો ફર્યો. ઘરે આવીને એણે એની માતાને આ ઘટના વિશે વાત કરી ત્યારે એની માતા બોલી ઉઠી એ તો કામાક્ષી હશે. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા મહોલ્લામાં રહેવા આવી છે અને એ શરાબી એનો પતિ રાકેશ છે. જ્યારે જ્યારે એ શરાબ પીને આવે છે ત્યારે એ કામાક્ષી ઉપર હાથ ઉપાડે છે. એ બંનેના પ્રેમલગ્ન છે. આટલું સાંભળતા જ મિલાપનું દિલ તૂટી ગયું.

હવે રોજ સાંજે એ એના ઘરના ઝરુખે બેસીને કામાક્ષીની એક ઝલક મેળવવા બેસી રહે છે. ખબર છે કશું થવાનું નથી પણ એણે આશા નથી છોડી.


Rate this content
Log in

Similar gujarati story from Romance