Ajay Parker ' ભાવિ '

Tragedy Inspirational

4.0  

Ajay Parker ' ભાવિ '

Tragedy Inspirational

કડવી વાણી

કડવી વાણી

2 mins
215


રોહિણી રસોઈ બનાવવામાં મશગુલ હતી તે જ વખતે આકાશે એની પાછળ આવીને કાનમાં ધીમેથી ફૂંક મારી.

" કામવાળી કામ જ કરે છે, બરોબર કરે છે કે નહિ તે જોવા આવ્યો હતો માણસ ?" રોહિણી ખિન્ન થઈ બોલી.

" અરે, હું તો અમસ્તો તારા કાનમાં સહેજ ફૂંક..."

" હા, ખબર છે બધી, મારી પાસે વધારે બોલાવીશ નહીં."

"પ્લીઝ, યાર હવે તું શરૂ કરતી નહિ" આકાશ બોલ્યો.

હમણાં છેલ્લા કેટલાક સમયથી રોહિણી અને આકાશ વચ્ચે સતત ચકમક ઝર્યા કરતી.

રોહિણી સ્વભાવ પ્રમાણે તોછડાઈથી અને કડવું બોલે તે આકાશને ના ગમે, તો સામે આકાશ બોલવાનું બંધ કરી દે તે રોહિણીને ના ગમતું.

આટલું નાનું કુટુંબ. શહેરમાં એક સારા વિસ્તારમાં પોતાનું બે માળનું મકાન.

દીકરી ક્રિષ્નાના જન્મ પછી રોહિણી શરૂઆતનાં બે ત્રણ વર્ષોને બાદ કરતાં ખૂબ જ ચિડાયેલી રહેતી. વાત વાતમાં ખિજાઈ જતી. 

આકાશ પણ બને ત્યાં સુધી સંવાદ ટાળતો. કારણ ચોખ્ખું હતું કે રોહિણી કોઈપણ વાતે સંભળાવતી.

એક દિવસ તો એટલી હદે થયું કે આકાશે ચેતવણી આપી દીધી કે "તું તારી મર્યાદા ઓળંગે છે."

 "મારા ૧૪ વર્ષના લગ્નજીવનમાં તેં ક્યારેય મને સુખ આપ્યું નથી, હવે તો હું પણ તારા આ ત્રાસથી કંટાળી ગઈ છું. હવે તો હું ક્યાંક જઈને મરી જાઉં." ત્યાં આકાશ બોલ્યો " હું જ મરી જાઉં તો આ કાયમની કડાકૂટ મટે તારા નામની."

"હા,હા મરી જા, હવે જો તું મરી જાય તો એક આંસુ પણ મારી આંખમાંથી ના આવે."

આકાશ રાત્રે લગભગ બે વાગ્યે ઓરડામાં આવ્યો. કશુંક લખી કબાટમાં મૂકી સૂઈ ગયો.

સવારે આકાશ ઊઠ્યો નહિ. રોહિણી ખુદ આકાશને ઊઠાડવા આવી એ પણ ગુસ્સાથી જ. પણ તોયે આકાશ તો ન જ ઊઠ્યો. ખૂબ જગાડવા છતાં આકાશ ન જાગ્યો. તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો. રોહિણી થીજી ગઈ.

જો તું મરી જાય તો… એ વાક્ય રોહિણીના મનમાં સતત ઘુમરાયા કર્યું.

સમાજના રીત રિવાજ મુજબ મૃત્યુ પછીની બધી વિધિ કરવામાં આવી. થોડા દિવસ બધાંની સાથે રહ્યા પછી અમદાવાદ આવી. 

એકવાર અચાનક કંઈક યાદ આવતાં તેણે કબાટ ખોલ્યું. બધી ફાઈલો બધાં ચોપડા બધી જ વસ્તુઓ કાઢીને ફંફોળ્યું. ફાઈલના આગળના ભાગમાંથી કશુંક નાની ચબરખી જેવું ઊડ્યું. એમાં લખ્યું હતું.

"ડીઅર રોહી, 

આ પત્ર તું વાંચતી હોઈશ ત્યારે હું તારાથી ખૂબ દૂર નીકળી ગયો હોઈશ. મેં ઘણું વિચાર્યા પછી આ પગલું ભર્યું છે. છેલ્લા કેટલાય સમયથી આપણી વચ્ચેના સંબંધોમાં કડવાશ ખૂબ આવી ગઈ હતી. 

રોહિણી મનોમન બોલી : " આકાશ, મારી કડવી વાણી જ તને દેખાઈ ? મારું અંતરમન નહીં ?

આગળ વાંચ્યું,

રોહિ, ખૂબ પ્રયત્ન કરવા છતાં હું તે દૂર ન કરી શક્યો. "આકાશ".

કાગળ વાંચી રોહિણી સુન્ન રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy