Manishaben Jadav

Inspirational

4.9  

Manishaben Jadav

Inspirational

ખાલી ચણો વાગે ઘણો

ખાલી ચણો વાગે ઘણો

1 min
451


સંજયભાઈ તેમના પત્નીને લઈ ઝડપથી કારમાં બેસવા જતા હતા. ત્યાં પાછળથી રાકેશભાઈએ બૂમ પાડી, "અરે, ઓ સંજયભાઈ આટલી મોડી રાત્રે, આમ ઉતાવળમાં ક્યાં ચાલ્યા ?ફરવા જાવ છો કે શું. જરા અમને પણ કહો. અમે પણ સાથે આવીએ."

સંજયભાઈએ કહ્યું, "ના રે ના રાકેશભાઈ ક્યાંય ફરવા નથી જતાં. આ તો જરા મારા પત્નીને થોડું પેટમાં દુખતું હતું. તો બાજુમાં એક દવાખાને બતાવવા જઈએ છીએ. એટલે થોડી ઉતાવળ છે. તો અમે નીકળીએ. આવીને વાત કરીએ."

સંજયભાઈ તેમની પત્નીને લઈ દવાખાને પહોંચ્યા. ત્યાં જઈ નર્સને પૂછ્યું, "કે ડોક્ટર સાહેબ ક્યાં છે.

એટલે નર્સ ગરમ થઈ અને બોલી, "ડોક્ટર સાહેબ શું સાવ નવરાં છે કે તમને તરત મળે. અહિ રોજ હજારો દર્દીઓ આવતાં હોય. એ બધાને ચેક કરશે. તમે બહાર બેસો જ્યારે ડોક્ટર સાહેબ ફ્રી થશે એટલે બોલાવીશું." આટલું કહી નર્સ અંદર ચાલી ગઈ.

સંજયભાઈ અને તેની પત્ની બહાર રાહ જોવા લાગ્યા. તેમના પત્નીને પેટનો દુખાવો વધતો જતો હતો. સમય વધતો જતો હતો. ફરી સંજયભાઈ તે નર્સ પાસે ગયા અને પૂછ્યું, "ડોક્ટર સાહેબ કયારે આવશે. મારી પત્નીને બહું દુઃખાવો થાય છે."

નર્સ ફરી કહ્યું, "ડોક્ટર સાહેબ આવશે ત્યારે બોલાવીશું. ડોકટર સાહેબ ફ્રી નથી."

સંજયભાઇએ અંદર જઈને જોયું તો ડોક્ટર સાહેબ ઓફિસમાં બેઠા હતા. સંજયભાઈ તરત અંદર દાખલ થયા અને પોતાની પત્નીની બિમારીની વાત કરી. એટલે તે તરત તેમની સારવાર કરવા આવ્યા. તેમજ નર્સને ખિજાયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational