Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

વતનની માટી

વતનની માટી

2 mins
351


"એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુજપે દિલ કૂરબાન..."

મંજુબેન અને તેનો પરિવાર વર્ષોથી ભારત દેશમાં જ રહે. સૌના દિલમાં દેશ પ્રત્યે ખૂબ લાગણી. એમાં પણ રાષ્ટ્રીય તહેવાર આવે એટલે સૌ ઝુમી ઉઠે. તેમના દીકરા ભણીગણીને સેટ થઈ ગયા. મંજુબેન અને તેના પતિને મન ભારત એટલે એકતાનું પ્રતિક, શોર્યનો ખજાનો, બલિદાનની ભાવના, માટીની મીઠી સુગંધ પરંતુ વિનિતને ઘણીવાર મનમાં ઈચ્છા થતી પરદેશમાં જઈ પૈસા કમાવાની. પરંતુ મંજુબેન તેને ના પાડી દેતાં. આપણાં દેશમાં અનેક ધંધા છે એ કરો.દેશ જેવી જિંદગી પરદેશમાં ન મળે. દેશની માટીની મહેક અનોખી જ હોય છે.

વિનિત જેમ મોટો થતો ગયો તેમ તેની પરદેશ જવાની તમન્ના દિલમાં વધતી ગઈ. વિનિતને મન જાણે પરદેશમાં ખજાનો. તેને મન દેશમાં રહીએ કે પરદેશમાં બધું સરખું. તેની માતા તેને ઘણીવાર ભારતની ગુલામી અને આઝાદી મેળવવા થયેલા અનેક બલિદાનની વાત કરતી. વિનિતની પરદેશ જવાની તમન્ના તેને પરદેશ જતા રોકી ન શકી. એક દિવસ તે મંજુબેન અને તેના પિતાની પરવાનગી લઈ અમેરીકા જવા રવાના થયો. મનમાં ઉત્સાહ અને ખુશીની લહેર દોડી. ત્યાં પહોંચતાની સાથે જ મનમાં જે અનેક કલ્પનાઓ ઈચ્છા હતી તેને સાકાર કરવા રાતદિન મહેનત કરવા માંડી.

કોણ જાણે કેમ મનમાં કંઈક ખૂટતું હતું. આવકની તકો ઘણી હતી. સારા પૈસા કમાઈ રહ્યો હતો. જે વસ્તુ જોઇએ તે ખરીદી શકતો હતો. પરંતુ વર્ષોથી તેને જે પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહ પોતાના માતા-પિતા, પરિવાર, ગામ અને દેશના લોકો પાસેથી મળ્યો હતો. એ પ્રેમ નામનું તત્વ જાણે વિદેશમાં ખૂટતું હતું. સૌ પૈસા કમાવાની ધૂન હતી પરંતુ એકબીજા સાથે વાત કરવા અને ખબર પૂછવા સમય ન હતો. અહીં તેને પોતાના વતનની યાદ આવી. પોતાના દેશની એ માટી અને માટીના માણસો જાણે અહીં ન હતા.

"યાદ રહે એ દેશની મહેક તારી

મીઠપ એ માનવતાની તારી

સંપ અને એકતાની ભાવના તારી

એ ભારત તારી વાત અનોખી"

વિનિતને આજે સમજાયું કે મારી માતા જે દેશપ્રેમ અને બલિદાનની વાત કરતી, જે સ્નેહની મમતા વરસાવતી, જે સુગંધ દેશની માટીમાં હતી એ સુગંધ અહીં તો ક્યારેય ન મળે. તેના મનમાં પણ દેશદાઝની ભાવના જન્મી. પોતે બધું છોડીને ભારતની એ ધરતી પર ફરી પગ માંડ્યા. જેની આજે તેના મનમાં અહેમિયત પણ હતી અને ગર્વ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational