Dilip Ghaswala

Tragedy Classics

4  

Dilip Ghaswala

Tragedy Classics

ક્ષણિક ગુસ્સો પારાવાર પસ્તાવો

ક્ષણિક ગુસ્સો પારાવાર પસ્તાવો

5 mins
415


ગુસ્સો કરવો એ નારાજ થવાની લાગણીમાંથી જન્મે છે. ગુસ્સે થવું તદ્દન સ્વાભાવિક છે કારણ કે આપણે આ લાગણી સામાન્ય રીતે રોજ અનુભવીએ છીએ. જો કે, આ માત્ર કામચલાઉ છે. જ્યારે કોઈ વ્યક્તિને ધમકી મળે અથવા આર્થિક નુકસાન થાય ત્યારે તેઓ ગુસ્સો કરે છે.

ઉદાહરણ તરીકે, એક બાળકની કલ્પના કરો કે જે ગેરવર્તન કરે છે. તેની મા સ્વાભાવિક છે કે બાળક પર ગુસ્સો કરે છે. આનું કારણ એ છે કે બાળકની જીદ સંતોષાતી નથી. અને પરિણામ રૂપે એ પણ સામો ગુસ્સો કરે છે. આ અસ્વીકાર ગુસ્સામાં પરિણમે છે પરંતુ આ માત્ર ક્ષણિક પ્રતિક્રિયા છે જ્યારે આપણને ગુસ્સો આવે છે, ત્યારે આપણા શરીરમાં ચોક્કસ ફેરફારો, જેમ કે, હૃદયના ધબકારા વધી જવા અને તણાવની વૃદ્ધિ થાય છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ પણ મહત્વનો છે. કેટલાક લોકો ગરમ સ્વભાવના છે એવી કહે છે; આ પ્રકારના લોકો પણ તુચ્છતા માટે ખૂબ જ સરળતાથી ગુસ્સો કરે છે. જો કે, એવા ઘણા લોકો પણ છે જેને ભાગ્યે જ ગુસ્સો આવે છે. કોઈ પણ સંજોગોમાં, આપણે આપણા ક્રોધને નિયંત્રિત કરવું જોઈએ. આવા વ્યક્તિઓને ગુસ્સો વ્યવસ્થાપનની સહાયની જરૂર હોય છે ,કારણ કે તેઓ તેમના ગુસ્સોને નિયંત્રિત કરી શકતા નથી.

કેટલીક વાર આ અત્યંત ગંભીર પરિસ્થિતિ બની શકે છે કારણ કે જ્યારે આવી વ્યક્તિ ને ખૂબ ગુસ્સો આવે છે, ત્યારે તેમની ક્રિયાઓ પર તેમની કોઈ નિયંત્રણ રહેતું નથી. પાછળથી તેઓ તેમની ક્રિયાઓ પર પારાવાર પસ્તાવો પણ કરે છે કારણ કે તેઓ પરિસ્થિતિને હકારાત્મક રીતે સંભાળવામાં અસમર્થ હોય છે. હમણાં જ એક વાર્તા ઈન્ટરનેટ પર વાંચતા આ ભાવની પુષ્ટિ મળી રહે છે.

અમુલખ રાય શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ. એમનો એકનો એક દીકરો સૌમ્ય નાનપણથી જ તેજસ્વી બધી જ કળામાં. શાળા જીવનથી જ તેણે ભણવામાં, રમતમાં, ગાવામાં, તરવામાં અનેક પારિતોષિક પ્રાપ્ત કરેલાં. બસ એક જ વાતનું એને દુઃખ હતું કે એને એની માનો પ્રેમ ક્યારેય ન મળ્યો. અને એટલે જ અમુલખ રાયે એને માબાપ બંનેનો પ્રેમ મળી રહે એ માટે એમણે બીજા લગ્ન નહિ કરેલા. અને ધંધાની અતિ વ્યસ્તતામાંથી પણ સૌમ્યના ઉછેરમાં કોઈ કસર ના છોડી હતી. અને સૌમ્ય પણ નામ પ્રમાણે જ સૌમ્ય જ હતો.

સમય વહેતાં સૌમ્ય એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં આવી ગયો. એટલે એણે એના પિતાજીને એક દિવસ કહ્યું કે, "હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવું તો તમે મને શું ભેટ આપશો ?"

પિતાજીએ કહ્યું, "તું કહે તે આપું. મારે તને સંપત્તિ સાથે સંસ્કાર પણ ભેટ આપવાના છે. બોલ શું જોઈએ છે તારે ?"

સૌમ્ય એ કહ્યું, "પપ્પા મારે ઓડી કાર જોઈએ છે."

પિતાએ કહ્યું ," પણ એને માટે તારે ગોલ્ડ મેડલ જીતવો પડશે."

સૌમ્ય એ કહ્યું , "ડન. ઇટ્સ એ ડિલ. "

અને શરત મુજબ સૌમ્ય હવે બમણી મહેનત કરવા લાગ્યો. યુનિ.માં ફર્સ્ટ આવવાની મહેનત કરવા લાગ્યો. અને પરિણામના દિવસે એણે પોતાનું લેપટોપ ખોલીને પરિણામ જોયું તો એ આખી યુનિ.માં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ અને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. ખુશીથી ઉછળી પડયોને પપ્પાને જાણ કરી કે પપ્પા તમારી શરત મુજબ હું જીતી ગયો છું. સાંજ સુધીમાં મને ઓડી કાર જોઈએ. દોસ્તોને પાર્ટી આજ ગાડીમાં લઈ જઈ ને આપીશ."

પપ્પા એ કહ્યું, "ok. મારા દીકરા. આજે તારી મમ્મી જીવતી હોત તો એને કેટલો આનંદ થાત. તારી ભેટ તને મળી જશે" એવું કહીને એમની આંખો ભીની થઇ ગઇ. અને એ એક બિઝનેસ મિટિંગમાં જવા નીકળી ગયા.

સૌમ્ય ત્યારબાદ તેના મિત્રો સાથે કોલેજ ગયો બધાને મળવા અને એણે બધાને ઓડી ની વાત કરી. બપોરેએ ઘરે આવ્યો અને એને એમ કે એના પપ્પાએ ભેટ મોકલી હશે. પણ આ શું ? ઘરે એના સ્ટડી ટેબલ પર એક નાનું અમસ્તું ગિફ્ટ પેકેટ જ પડેલું. પીળા રંગના રેપરથી બાંધેલું એણે જોયું તો એને ગિફ્ટમાં ગીતાનું પુસ્તક જ દેખાયું. અને એનો મિજાજ ગયો. એનું કારનું સ્વપ્ન ચૂરચૂર થઈ ગયેલું લાગતાં જ એણે પપ્પાને ચિઠ્ઠી લખી.

"પપ્પા. તમે મારી સાથે ચિટિંગ કર્યું છે એનું મને પારાવાર દુઃખ છે. તમને તમારા પૈસા વધારે વ્હાલા લાગ્યા એક દીકરા કરતા. એટલે હું હવે ઘર છોડીને જતો રહું છું. અને મારા કમાયેલા પૈસાથી ઓડી કાર લઈને જ હવે ઘરે પરત આવીશ. મારી શોધખોળ ના કરતાં. તમે તમારી બિઝનેસ મિટિંગ જ કર્યા કરજો. મને ભૂલી જજો. આજે મને મારી મા યાદ આવે છે. એ હોત તો આવું નહિ બનતે. ખેર. જે થયું તે. મને ભૂલી જજો.

લિ. તમારો સૌમ્ય,જે હવે તમારો નથી. "

અને ઘરેથી ભાગી ગયો. અને બીજા શહેરમાં જઇ પોતાની ઓળખ છુપાવીને એક ઇલેક્ટ્રોનિક કંપનીમાં નોકરી એ લાગી ગયો. ભણવામાં ગોલ્ડ મેડલ હતો એટલે પગાર પણ સારો નક્કી થયો હતો. અને આમને આમ પાંચ વર્ષ નીકળી ગયા. એની નોકરીમાં બઢતી થતી જ ગઈ. અને એ ચીફ એન્જિનિયર બની ગયો. એટલે કંપનીવાળા એ કાર આપવાનું કહ્યું તો એણે વધારાના પૈસા ઉમેરીને ઓડી લીધી. પાંચ વર્ષમાં એનો ગુસ્સો પણ ઉતરી ગયો હતો. એ માફી માંગી શકે એવો સક્ષમ થઈ ગયો હતો અને એણે પપ્પાને કોલ કર્યો. "હેલો પપ્પા ? કોણ. રામુ કાકા? પપ્પાને ફોન આપો. શું ? પપ્પા નથી ? વોટ ? પપ્પા ગુજરી ગયાને પાંચ વર્ષ થઈ ગયા ? હું ઘરે આવું છું તરત જ."

અને એ મારતી મોટરે ઘરે પહોંચ્યો તો ઘરે રામુકાકાને બધી વાત પુછી ને કહ્યું ; "મને બોલાવ્યો કેમ નહિ ?"

રામુકાકાએ કહ્યું, "શેઠ પાસે તમારું સરનામું જ ક્યાં હતું. અને તમે એમને ક્યારેય કોલ જ ક્યાં કર્યો છે ?" અને એની નજર એના સ્ટડી ટેબલ પર પડેલા ગિફ્ટ બોક્સ તરફ ગઈ. હજુ એ જ હાલતમાં ત્યાં હતી. એ ત્યાં ગયો અને બુક જોઈ તો ગીતા હતી એમાં. ગીતાને હર્દય સરસી ચાંપીને રડવા લાગ્યો. ત્યાં જ એક અવાજ આવ્યો. એણે નીચે જોયું તો કારની ચાવી ગીતાની પાછળ હતી તે નીચે પડી હતી. અને એક ચિઠ્ઠી પણ હતી. દીકરા તારી મારા તરફની આ ભેટ. સંસ્કાર સાથેની. આપણી ડિલ મુજબની. "

અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. રામુકાકા એ પાણી આપ્યું પછી જણાવ્યું.

"શેઠે તમારી ચિઠ્ઠી વાંચી કે તરત જ ફસડાઈ પડ્યા અને ડોકટર આવે એ પહેલાં જ ગુજરી ગયા. ગેરેજમાં જ હજુ પણ તમારી કાર એવીને એવી જ છે. કોઈને પણ વાપરવાની ના પાડી હતી. તમે ઘર છોડ્યું ને કલાકમાં જ કાર ઘરે ડ્રાઈવર મૂકી ગયો હતો. શેઠ તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. પણ તમે જ એને સરપ્રાઈઝ આપી દીધું." સૌમ્ય ખૂબ ખૂબ રડ્યો અને ગીતા અને ચાવી ને હૃદયમાં દાબી દીધી. અને પોતાના ક્ષણિક ગુસ્સા પર જાતને કોસવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy