Nirali Shah

Inspirational

4.3  

Nirali Shah

Inspirational

મા

મા

1 min
93


મા તે મા, બીજા બધા વગડાના વા.

સાચું જ કહ્યું છે. આ જગમાં મા ની તોલે કોઈ ના આવે. સીમા બહેનનેે પોતાનો કિશન બહુ વ્હાલો. કિશન સીમાબહેનનો એકનો એક પુત્ર. આ કિશન જ્યારે બિમાર પડ્યો ત્યારે સીમા બહેન બેબાકળા બની ગયા નેે એની સારવાર માટે જે પણ જણસ અને રકમ ભેગી કરેલી હતી તે ખર્ચ કરી નાખી,પણ કિશનની તબિયતમાં સુધારો થયો નહીં ને ડોક્ટરે કહ્યું કે કિશનની બંને કિડની કામ

કરતી બંંધ થઈ ગઈ છે, આથી સીમાબહેને પળનો પણ વિચાર કર્યા વગર પોતાની એક કિડની કિશન ને આપવાની ડોક્ટર ને વિનંંતી કરી અને આમ પોતાના દીકરાને બચાવ્યો. કહ્યું છે ને કે 'જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational