Dada Bhagwan

Inspirational Others

3  

Dada Bhagwan

Inspirational Others

માનવમાંથી મહામાનવ - 3

માનવમાંથી મહામાનવ - 3

4 mins
11


આજે સ્કૂલમાં દોડવાની ઈન્ટરક્લાસ હરિફાઈ હતી. આ હરિફાઈમાં જે જીતે એ ઈન્ટરસ્કૂલ હરિફાઈમાં જોડાઈ શકે. ઘણાએ ભાગ લીધો હતો. નીલ અને રોહન પણ હતા.

ગ્રાઉન્ડ પર દોડવાના પટ્ટા દોરાઈ ચૂક્યા હતા. એક બાજુ બધા વિદ્યાર્થીઓ હરિફાઈ જોવા ગોઠવાઈ ગયા હતા. એક સ્પોર્ટ્સ ટીચર રેફ્રી તરીકે હરિફાઈ ચાલુ થવાની જગ્યાએ અને બીજા ટીચર પૂરી થવાની જગ્યાએ કેપ અને વ્હીસલ લઈ ઊભા રહી ગયા હતા. ભાગ લેનારાઓએ પોતપોતાની જગ્યા લઈ લીધી હતી. ભાગ લેનારાઓમાંથી કોઈ બેઠક કરી રહ્યું હતું, કોઈ કસરત કરી રહ્યું હતું, કોઈ જગ્યા પર જ જોગીંગ કરી રહ્યું હતું, તો કોઈ હવામાં બોકસીંગ કરી રહ્યું.

હતું. જાણે બધા જ હરિફાઈ જીતવા માટે કટિબદ્ધ હતા. જોનારામાંથી બધા પોતપોતાના માનીતા ખેલાડીને હાથ ઊંચો કરી કરીને ‘બેસ્ટ લક’ કરી રહ્યા હતા.

હરિફાઈ ચાલુ થવાને થોડી જ ક્ષણોની વાર હતી. રેફ્રી ટીચરે સાવધાનની વ્હીસલ મારી દીધી હતી. બધા જ દોડવાની તૈયારીમાં આવી ગયા હતા. ત્યાં તો ટીચરે દોડવા માટેની મોટી વ્હીસલ મારી. એક સાથે બધા ખેલાડીઓ ભાગ્યા. શરૂઆતમાં બધા એક લેવલ પર હતા. પછી ધીમે ધીમે બધા આગળ પાછળ થવા લાગ્યા. નીલ અને રોહન ધીમે ધીમે બધાથી ઘણા આગળ નીકળી ગયા. જોનારાઓમાંથી સીટી પર સીટીઓ વાગતી હતી. ઘણા ‘કમ ઓન રોહન’ બોલીને રોહનનો ઉત્સાહ વધારતા હતા, તો ઘણા નીલના નામની બૂમો પાડી એને પ્રોત્સાહન આપતા હતા. હરિફાઈ ખરેખરી જામી હતી. ક્યારેક રોહન નીલથી આગળ જતો, તો ક્યારેક નીલ રોહનથી આગળ થઈ જતો. કોણ પહેલું આવશે એ કળવું મુશ્કેલ હતું.

નીલને હવે થાક લાગવા લાગ્યો. જેવો થાક લાગવાનો શરૂ થયો, એવું એને ‘હું હરિફાઇ હારી જઈશ’ એવો ભય લાગવા લાગ્યો. હજી અડધું અંતર કાપવાનું બાકી હતું. હારી જવાના વિચારથી જ એને રોહનના કારણે થયેલા એક પછી એક બધા અપમાનો યાદ આવવા લાગ્યા. એને અંદર ખુન્નસ ભરાવા લાગ્યું. એની દોડવામાં ઝડપ વધી. આગળ વધેલા રોહનની એ નજીક જવા લાગ્યો. જોનારા હુરિયો બોલાવતા હતા. હવે નીલ રોહનની હારોહાર થઈ ગયો. નીલ રોહનથી થોડો આગળ થઈ ગયો. થોડી જ વારમાં રોહન નીલની સાથે થઈ ગયો. નીલને, રોહનને સાથે થયેલો જોઈ બહુ જ ગુસ્સો આવ્યો. એણે જોરથી રોહનને ધક્કો માર્યો અને આગળ નીકળી ગયો. રોહન ગબડી પડ્યો. જમીન સાથે ઘસાયો હોવાથી એને લોહી નીકળવા લાગ્યું. એ ઊઠી પણ શકતો ન હતો.

જોનારાઓને કે કોઈને અચાનક શું થઈ ગયું એ ખ્યાલ ન આવ્યો. નીલ છેક સુધી પહોંચી ગયો અને રેફ્રી ટીચરે નીલ જીતી ગયાની જોરથી વ્હીસલ વગાડી. જોનારાઓ બધા જોરજોરથી તાળીઓ પાડવા લાગ્યા, નીલ જે માન માટે તરસી રહ્યો હતો એ એને આજે મળ્યું. એની છાતી ગજગજ ફૂલવા લાગી. બંને હાથ ઊંચા કરીને એ જોનારાઓના અભિવાદન ઝીલવા લાગ્યો. એટલી વારમાં બીજા ખેલાડીઓ પણ આવી ચૂક્યા. બધાએ નીલને અભિનંદન આપ્યા. નીલ બહુ જ ખુશ હતો. ત્યાં તો રોહનન લંગડાતા પગે આવી પહોંચ્યો. રોહનને જોઈ નીલ જોરથી લુચ્ચું હસ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો.

રોહનને બહુ જ દુ:ખ થયું. હકીકત તો ફકત રોહન અને નીલ બે જ જાણતા હતા.

બધા છોકરાઓ નીલને ઊંચકીને નાચતા નાચતા લઈ ગયા. નીલને આજે આખી દુનિયાનું રાજ મળ્યું હોય એવો આનંદ થયો. રોહનને પાછો પાડ્યો, એની એને ઠંડક થતી હતી. યશ અને તનુ પણ ખુશ હતા. એમને રોહન માટે સહાનુભૂતિ પણ હતી. આખરે તો રોહન એ બંનેનો મિત્ર હતો.

એ સાંજે નીલે યશ, તનુ, અનુજ અને મનુને પાર્ટી આપી. ખાતા ખાતા નીલ રોહન માટે જેમ તેમ બોલવા લાગ્યો અને એને ઉતારી પાડી જોર જોરથી હસવા લાગ્યો. ચારેયને નીલનું આ વર્તન જરા પણ ન ગમ્યું. પાર્ટી પૂરી કરી બધા ઘરે ગયા.

અનુજ અને મીનુ આજે નીલને જોઈને અવાચક્ જ થઈ ગયા હતા. મીનુએ અનુજને કહ્યું, ‘અનુજ, નીલ ખોટા રસ્તે જઈ રહ્યો છે. આપણે એને રોકવો જોઈએ.’

અનુજે ચિંતીત અવાજે કહ્યું, ‘સાચી વાત છે. હું પણ એ જ વિચારું છું કે આપણે એની માટે શું કરી શકીએ? મને લાગે છે કે આપણે દાદાને પ્રાર્થના કરીએ.’

મીનુ અનુજ સાથે સહમત થઈ. બંને જણા દાદાને પ્રાર્થના કરવા બેઠા, ‘હે દાદા ભગવાન, નીલને સદબુદ્ધિ આપો અને એને ઊંધા રસ્તેથી પાછા વળવાની શક્તિ આપો.’ પ્રાર્થના કરી બંને પોતપોતાના કામમાં પરોવાઈ ગયા.

આ બાજુ યશ અને તનુ પણ નીલથી નારાજ હતા. નીલ માટે તેમને હવે અભાવ થવા લાગ્યો. પણ ઘણા વર્ષોની મિત્રતાના કારણે નીલને છોડી નહોતા શકતા.

થોડા દિવસ સુધી નીલને સ્કૂલમાં બધા ટીચરો અને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન મળવાનું ચાલુ રહ્યું. નીલ તો જાણે હવામાં જ ઊડતો હતો. હવે અને પરીક્ષાના રીઝલ્ટની રાહ હતી. એમાં હવે એનો રોહનથી આગળ નંબર આવી જાય એટલે બસ !

આખરે રીઝલ્ટનો દિવસ આવી પહોંચ્યો. નીલ આજે સ્કૂલમાં પહોંચવા તત્પર હતો. ઝડપથી તૈયાર થઈ એ સ્કૂલમાં પહોંચ્યો. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. પ્રાર્થના પૂર્ણ થયા બાદ પાઠક સર બધાના એક પછી એક રીઝલ્ટ બોલતા ગયા અને આપતા ગયા. એમાં રોહનનો નંબર આવ્યો. પાઠક સરે ખુશ થતા કહ્યું, ‘રોહનના ૮પ આવ્યા છે.’ એમ કહી રોહનને રીઝલ્ટ આપ્યું. રોહનું રીઝલ્ટ સાંભળી નીલ એકદમ ખુશ થઈ ગયો કે ‘મારો પહેલો નંબર પાકો. મારા ૯પ તો આવવાના જ છે.’ એમ ખુશ થતો થતો એ એના રીઝલ્ટની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં તો એનો નંબર બોલાયો. નીલ છાતી ફુલાવીને ઊભો થયો.

સરે કહ્યું, ‘નીલ ફેઈલ થયો છે.’

નીલથી બૂમ પડાઈ ગઈ, ‘ફેઈલ ?’

અને નીલને ચક્કર આવી ગયા. એ જમીન પર પટકાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational