Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

મિત્રતા

મિત્રતા

1 min
342


આકાશ અને રવિ બંને મિત્રો હતા. બંને સાથે એક જ ધોરણમાં અભ્યાસ કરતાં હતાં. આકાશ એક શ્રીમંત કુટુંબનો છોકરો હતો. જયારે રવિના માતા પિતા ગરીબ હતાં.

રવિ ભણવામાં ખૂબ હોંશિયાર. જયારે આકાશ માંડ માંડ પાસ થાય. રવિ પાસે પૂરતા ભણવાના પૈસા ન હતા. આકાશ મદદ કરે, પરંતું રવિ વગર મહેનતનું કંઈ લેવા માંગતો ન હતો.

એક દિવસ આકાશે કહ્યું," મારે એક બગીચો છે. મારા ઘરનાં તે સાફ કરવા માટે લોકોને મજૂરી આપે છે. એક કામ કરીએ આપણે બંને થઈને એ બગીચો સાફ કરી નાખીએ. તેના જે રૂપિયા થાય એતો તું લઈશ ને. એ રૂપિયામાંથી તું તારે જરૂરી વસ્તુઓ ખરીદી લે.

આમ રવિ આકાશને ત્યાં કામ કરતો અને બદલામાં જે રૂપિયા મળે એનાથી અભ્યાસ ખર્ચ કાઢતો. સાથે સાથે આકાશને ભણવામાં મદદ કરતો.

આમ,બંને મિત્રો હંમેશા એકબીજાને મદદ કરી અને આગળ આવતા ગયા.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati story from Inspirational