Samarth Raval

Drama

1  

Samarth Raval

Drama

મનનો રેડિયો

મનનો રેડિયો

1 min
225


જો ધોની હોય કે કોહલી, વડાપાઉં હોય કે દાબેલી, હોરર ફિલ્મ હોય કે રોમેન્ટિક કે પછી લોંગ ડ્રાઈવ હોય કે કોઈ એક જગ્યાએ બેસીને કરેલી કલાકો સુધી ની લવારી.આ બધી જ વાતોમાં ગમતો મને ભલે ધોની હોય પણ વખાણ તો મારે કોહલી ના જ કરવા પડે છે.

  

તારી સાથે બેસવામાં જે ‌મજા આવે છે તેના કરતાં વધારે તારી રાહ જોવામાં આવે છે કેમ કે યુ નો એ રાહ જોતી વખતે હું આપણી બેસ્ટ મેમરીઝ રીકોલ કરું છું.


બાબુ, શોના બોલી ને હેરાન કરવાની આદત હોય કે ‌પછી "ઓ...સોલી" કહીને મને તરત મનાવી લેવાની તારી એક્સ્ટ્રા ઓર્ડીનરી ટેકનીક. તને પહોંચવું બહું અઘરું છે હો.


ખબર નહીં કે જીતી નથી શકતો તને કે કદાચ જીતવા નથી માંગતો પણ હા આ તકરાર વચ્ચે ના પ્રેમ ના કરાર ને હું હરહંમેશ ને માટે જીવવા માગું છું.


તો આ સાથે જ મારા મન નો રેડિયો અહીં પુરો ને ઉપરવાલે કો ઇતની ગુજારીશ કે આ સતરંગી દુનિયા માં તમે તમારા અતરંગી બાબુ શોના સાથે જલસા કરો.


અને હા સાંભળો, આમ જ જ્યારે કોઈ ખાસ લીસનર તમારા પ્રાઈવેટ ચેનલ પર ચેક-ઈન કરે ત્યારે બોલી નાખજો ભલે ને પછી ક-મને કોહલી ના જ વખાણ કેમ ન કરવા પડે!


Rate this content
Log in

Similar gujarati story from Drama