Mitesh Ahir

Inspirational

2  

Mitesh Ahir

Inspirational

નામ શંકર ને મુખ પર રામ નામ

નામ શંકર ને મુખ પર રામ નામ

1 min
7.7K


"નામ શંકર ને, મુખ પર રમતુ રામનુ નામ"

અહીં તસ્વીરમાં નજરે પડતા શંકરભાઇના મોઢામાં ચોવીસેય કલાક રામનું નામ રમતુ રહે છે. રાજકોટના ગાંધીગ્રામ, જીવંતીકાનગર ૧/૪ના ખુણે ગૌશાળાની સામે જ નિવાસ સ્થાન ધરાવતા શંકરભાઇ ઇરીગેશન ખાતાના નિવૃત કર્મચારી છે.

ખુબ સરળ અને ધાર્મિકવૃતિના છે. ઘરની બહાર ખુરશી નાખીને કે પછી ગૌશાળાના ઓટલે બેઠા હોય ત્યારે રસ્તામાંથી જે લોકો પસાર થાય એ બધાય તેમની સામે જોયને 'એ રામ..' એવો ટહુકો કરતા જાય.

સામે એવા જ ભાવથી શંકરભાઇ પણ રામ નામનો રણકાર અચુક કરેજ! દિવસભરમાં ગમે તેટલા લોકો નીકળતા હોય અને ગમે તેટલીવાર રામનું નામ બોલવું પડે તોય આ શંકરભાઇના મોઢાપર કયારેય થાક કે નારાજગી જોવા ન મળે ! એવુંય નથી કે માત્ર રામનું નામ જ લેવું ? કોઇ બાપા સીતારામ કહે કે કોઇ જય જીનેન્દ્ર કહે તો એનેય એવા જ ભાવથી જવાબ આપે ! તેઓ કહે છે કે ભગવાનનું નામ લેવામાં શું વાંધો હોય ? મને તો કોઇ રામ કહે તો આનંદ આવે. ઇ બહાને મારે ભકતિ થઇ જાય છે. સતવારા સમાજમાથી આવતા અને અંદાજે ૬૭ વર્ષની ઉંમર ધરાવતા શંકરભાઇ ૩૦/૩૫ વર્ષથી અહીં જ નિવાસ સ્થાન ધરાવતા હોય આ વિસ્તારના મોટાભાગના લોકો તેમને ઓળખે છે. હવે તમે પણ કયારેક ગૌશાળા પાસેથી નિકળો તો શંકરભાઇને 'રામ' અચુક કેતા જાજો. રૂબરૂ નહી તો તેમના મો.9925875754 ઉપર રામનામનો રણકો કરી જોજો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational