Nardi Parekh

Others

3  

Nardi Parekh

Others

નળ સરોવરની મુલાકાત

નળ સરોવરની મુલાકાત

1 min
164


ભારત જેમ ભાતિગળ સંસ્કૃતિનો દેશ છે તેમજ સમઘાત હવામાન ધરાવતો દેશ છે. જે પ્રત્યેક જીવને અનુકૂળ છે. તેથી કેટલાય અભયારણ્ય ભારતમાં છે. તેમાંનું એક એટલે ભારતનાં પશ્ચિમે, ગુજરાતનાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ નળ સરોવર. આ રામસર પણ છે, એટલે કે પાણીની ઓછી ઊંડાઈ ધરાવનાર કાદવયુક્ત જમીન જેમાં ઉગતી વનસ્પતિ અનેક જીવોને અનુકૂળ હોય છે.

નળ સરોવરનું અભયારણ્ય મૂળભૂત રીતે 350 જેટલા નાના ટાપુઓમાં વ્યાપેલ છે. જ્યાં પક્ષીઓની 200 થી વધુ પ્રજાતિઓ વસવાટ કરે છે. સાયબિરીયાથી શિયાળામાં લાંબો પ્રવાસ કરી આવતા પક્ષીઓ માટેનું સલામત સ્થળ છે કેટલાય પક્ષીઓ 3,500 કિમી.ની યાત્રા કરી અહીં આવે છે. 

આવા સુંદર અભયારણ્યની મુલાકાત, જીવનનો અલભ્ય અવસર હતો. અહીંની આબોહવા અને જમીનની અનુકૂળતા પક્ષીઓને અહીંયા આકર્ષે છે. અહીંની વનસ્પતિ, પક્ષી અને જંતુઓનું મોટું આશ્રય સ્થાન છે. ત્યાં ઉગેલ ઊંચા ઘાંસવાળા વિસ્તારમાં પક્ષીઓનો કલરવ માણવા જેવો છે. નવેમ્બરથી એપ્રિલ ત્યાં મુલાકાત માટેનો યોગ્ય સમય છે. જ્યાં નાનાં મોટાં કદનાં ફ્લેમિંગો, સ્પુન બિલ્સ, લાંબા પગવાળા બગલા, ઉપરાંત, જંગલી ગધેડાના ઝુંડ, નોળિયા, જંગલી બિલાડી, શિયાળ, વરુ, ઝરખ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આ અભયારણ્યની દેખરેખ ગુજરાતનો વન્ય વિભાગ કરે છે. તેનો સૌથી મોટો ટાપુ પાનવડ છે. ત્યાં પક્ષીઓનાં પગમાં કડી પહેરાવી તેમનાં સ્થળાંતરની જાણકારી મેળવાય છે.


Rate this content
Log in