CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Classics Inspirational

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Classics Inspirational

ન્યારા અને વિશ્વ - 3

ન્યારા અને વિશ્વ - 3

3 mins
234


વોર્ડ બોય વિશ્વ્ને ભાનમાં આવેલો જોઈને ફરીથી સગાને રૂમમાં બોલાવે છે. પોતાના સાસુને જોતા જ વિશ્વ બે હાથ જોડીને માફીમાં ગતા કહે છે કે, "મમ્મી, મને માફ કરો, હું આપણી ન્યારાને બચાવીના શક્યો. ઘણી કોશિશ કરવા છતાં હું હારી ગયો. આના કરતા તો હું મરી ગયો હોત સારું થાત." આ સાંભળતા જ વિશ્વના મમ્મી, ઉર્મિલાબેન તરત આગળ આવ્યા અને બોલ્યા, આજે બોલ્યો હવે ફરી આવુંના બોલતો. તું બહાદુર ત્યારે કહેવાય જયારે ન્યારાનો સહારો બનીશ. એને પહેલા કરતા વધારે પ્રેમ કરીશ. વધારે માન આપીશ. તે તારા બનતા પ્રયતો કર્યા છતાં જે બનવાનું હતું એ બની ગયું. પણ હવે તારે ન્યારાનો આધાર બનવાનું છે. ન્યારાનો વિશ્વાસ બનવાનું છે.

ઉર્મિલાબેન બોલ્યા કે "બેટા વિશ્વ, સ્ત્રી માટે એની આબરૂથી વધારે કંઈજના હોય. અને ન્યારાને આ આઘાતમાંથી બહાર લાવવા માટે, તારા પ્રેમની વિશેષ જરૂર પડશે. તારી સમજણ, તારી સતત હૂંફની સાથે- સાથે હકીકતનો સ્વીકાર કે જે બની ગયું એ તમારા કાબુમાં ન હતું, એ જ તારો ન્યારા માટેનો ખરો પ્રેમ બની રહેશે. ન્યારા અને તું ત્યારેજ આગળ વધી શકશો જયારે આ હકીકતને પહેલા પચાવી જાણશો."

"મમ્મી હું જરૂર પ્રયત્ન કરીશ."વિશ્વ બોલ્યો તો ખરો પણ એના અવાજમાં રહેલી અનિશ્ચિતતા એને અને ઉર્મિલાબેન બંનેને સંભળાઈ. હા બંનેના કારણો અલગ હતા . 

ઉર્મિલાબેન એક સામાજિક કાર્યકર્તા હતા. એમનું એનજીઓ, સ્ત્રીઓ પર થતા અત્યાચારો સામે લડતું હતું. ઉર્મિલાબેન એક સ્ત્રી પહેલા હતા અને વિશ્વ્ના મમ્મી પછી અને એટલે જ એ પણ એક સ્ત્રીની જેમ વિશ્વએ એક પીડિતાના પતિ તરીકે મૂલ્યવી બેઠા. ખરેખર આ બનાવ એટલો મોટો હતો કે ઉર્મિલાબેન એક ક્ષણ માટે પોતાના ઉછેર પર શંકા કરવા લાગ્યા હતા. એમને એવું લાગ્યું કે હવે વિશ્વ્ ન્યારાને પ્રેમ નહિ કરી શકે. પણ હકીકત અલગ હતી. 

વિશ્વના મન પર બોજો હતો. બોજો કે પોતે ન્યારાને બચાવીના શક્યો. પોતે હાજર હોવા છતાં એની સામે જ ન્યારાની સાથે આ દુર્ઘટના ઘટી ગઈ. પોતે એને બચાવીના શક્યો. પોતે પોતાની પત્નીની આબરૂની રક્ષા ન કરી શક્યો. શું હવે એ ન્યારાને લાયક છે ? શું ન્યારા એ એને પતિ તરીકેનું માન અને સાથ આપવા જોઈએ. અને એટલે જ જયારે ઉર્મિલાબેન એ વિશ્વને ન્યારાની તાકાત બનવાનું કીધું ત્યારે એ થોડો ખચકાયો હતો. આ આખી ઘટનામાં એને પોતાની નિષ્ફળતા દેખાતી હતી. પણ ઉર્મિલાબેન એને ખોટો સમજી રહ્યા હતા.

ઊંઘમાંથી જાગી ગયેલી ન્યારા આ બધું સાંભળી રહી હતી એ વિચારતી હતી કે શું વિશ્વ્ હવે મને એજ પ્રેમ, એજ સન્માન આપી શકશે ? મને અપનાવી શકશે ? જે થયું એમાં મારો કોઈ જ વાંક ન હતો. વિશ્વ્ ખરેખર મારા માટે ઝઝૂમ્યો હતો પણ હવે એ મને પોતાની પત્ની તરીકેનું માન આપી શકશે. શું મને એજ પ્રેમ અને સન્માન આપી શકશે. અમે ક્યારેય હવે પતિ-પત્ની તરીકે જીવી શકીશું !

આમ બંને આ વિકટ પરિસ્થિતિમાં એક બીજાનો વિચાર કરી રહ્યા હતા. ના વિશ્વ એ એવું વિચાર્યું કે હવે ન્યારા એની પત્ની ન રહી શકે ના. ન્યારા એ એમ વિચાર્યું કે વિશ્વ એને ન બચાવી શક્યો અને એજ સાબિત કરતું હતું કે બન્ને એકબીજાને કેટલું ચાહતા હતા. આવી વિકટ પરિસ્થિતિ ભલભલાની માનસિકતા હલાવી દે પણ ન્યારા અને વિશ્વ આમાં એક બીજાનો વાંક ન જોતા, એક બીજાની મનોસ્થિતિને મૂલવી રહ્યા હતા અને કંઈક અંશે એક બીજાની તરફેણ કરી રહ્યા હતા. વિશ્વને એમ હતું કે શું ન્યારા એને એજ પ્રેમ અને માન આપી શકશે જે પહેલા હતું કારણ કે એ ન્યારાને બચાવી શક્યો ન હતો. તો ન્યારા એમ વિચારતી હતી કે શું વિશ્વ એને અપનાવી શકશે ? પત્ની તરીકેનું માન સન્માન આપી શકશે?

વધુ આવતા અંકે...


Rate this content
Log in

Similar gujarati story from Classics