Writer ni kalame

Others Romance

2.5  

Writer ni kalame

Others Romance

પાર્થી તું ખરેખર કમાલ છે!

પાર્થી તું ખરેખર કમાલ છે!

7 mins
15.1K


પ્રણવ એવું નામ, એવો શબ્દ જે પાર્થીના જીવવાનું કારણ બની ગયું હતું. ના ખરી જીંદગીમાં એને જોયો છે, ના સમજ્યો છે છતાંયે એના વિચારોમાં વસ્યો છે તેના હ્રદયમાં ઘર કરી ગયો છે. સતત ગુંજતા અવાજો બસ પ્રણવ માટે પાર્થી સમજી નહતી સકતી હવે શું કરવું ? એક વિચાર જે એને આ દુનિયાથી દૂર લઈ જઈ રહ્યો હતો. ઘણું મથવા છતાં એ પ્રણવની નજીકને નજીક વિચારોમાં જઈ રહી હતી. દિલથી એની થઇ ચુકી હતી. બીજા કોઈના વિચાર પણ એના માટે પાપ હતા. પણ આ કેવો એનો પ્રેમ હતો જે કર્યો તો હતો પણ પ્રાપ્ત કરવા અસમર્થ હતી પાર્થી.

રડમસ ચહેરે પાર્થી અરીશા સામે દુલ્હનના વેશમાં તૈયાર થઈને બેઠી હતી. પાછળથી અવાજ આવ્યો, 'પાર્થી કેમ આમ માયુશ છે ?'

પાર્થી અવાજ ઓળખી ગઈ પાછળ ફર્યા વગર જ બોલી,

'શૈશવ તું આ સમયે અહીં શું કરે છે ? તને ઘરે બધા શોધતા હશે હમણાં બે કલાકમાં આપણા લગ્ન છે.'

'હા, પાર્થી પણ શુ કરું ? મારાથી રહેવાયું નહીં મારે તને જોવી હતી એક અલગ ચમક સાથે.' શૈશવે જવાબ આપ્યો. પાર્થી ની નજીક જતા શૈશવ બોલ્યો, 'જરા મારી સામે તો જો.' પાર્થી માયુશ હતી પણ દુલ્હન વેશમાં ખુબ સુંદર લાગી રહી હતી શૈશવને મન થયું કે આને હમણાં ગળે વળગી વ્હાલ કરું.પણ ખુદને સંભાળી કારણ પાર્થીને આ પસંદ નહતું. બસ પાર્થીને નિહાળ્યા કર્યું.

બે મિનિટના મૌન પછી શૈશવ બોલ્યો, 'શું થયું તને ? એટલે કે તું થોડા સમયમાં આ ઘરથી દૂર થઇ જઈશ ? તું ચિંતા ન કર તને મરજી પડે ત્યારે તું અહીં આવતી રેહેજે. હું તને મુકવા આવીશ. પાર્થી શૈશવને અટકાવતા. 'ના, શૈશવ એવું નથી. મારે તને એક વાત કહેવી છે. ખબર નહિ હું તને એ જણાવીશ પછી તું કેવું રિએક્ટ કરીશ. પણ મારે તને જણાવવું છે આ સબંધમાં બંધાતા પહેલા ક્યાંક ખોવાયેલું મારુ હૃદય પાછું લાવવું છે સાંભળ્યા પછી તારી મરજી હોય એમ કરજે. કદાચ તું લગ્નની જ ના પાડીદે એવું પણ બની શકે.'

શૈશવ ગંભીર થતા બોલ્યો, 'હા બોલ સાંભળું જ છું.'

પાર્થી બોલી, 'હું બીજા કોઈને પ્રેમ કરું છું. તારી સાથે મારે લગ્ન નથી કરવા. હું તને છેલ્લા બે વર્ષથી ઓળખું છું. તું ઘણો સારો છે. આપણા લગ્ન થશે તો મને તું રાણીની જેમ રાખીશ. હું સારી રીતે જાણું છું. પણ આ હૃદય કોઈ બીજા માટે ધબક્યા કરે છે. એ પ્રેમ તને હું નહિ આપી શકુ, જે ખરેખર તારી માટે હોવો જોઈએ.'

શૈશવે સવાલ કર્યો, 'શું નામ છે ?'

'પ્રણવ.'

'ક્યાં મળ્યા ?'

'ફેસબુકમાં.'

શૈશવ ચોંકીને, 'રિયલમાં ક્યાં મળ્યા ?'

'ક્યાંય નઈ.'

'શું વાત કરે છે તું! જો તે મને કહ્યું છે તો દિલથી સાચું બોલી જા તને વચન આપું છું આ મંડપમાં શૈશવની જગ્યાએ પ્રણવ હશે. મારી સાથે જરાય ખોટું ન બોલતી તો જ હું મદદ કરી શકીશ.'

'અરે ', પણ ખરેખર રિયલમાં નથી મળ્યા.'

'તો પછી આટલો બધો પ્રેમ શા માટે એના પ્રત્યે ? કેમ મારા કરતા એ વિશેષ છે તારા જીવનમાં ? એ પણ એક ફેસબુકિયા પ્રેમ માટે ? ખરેખર તું ખરી છે હા !'

'શૈશવ, શૈશવ મારી પુરી વાત હવે તું સાંભળીશ, તો કહું તને ?'

'હા , બોલ સાંભળું જ છું બે કલાક પછી લગ્ન છે હવે આ તારી પ્રેમ કહાનીની કથા સાંભળીશ આટલા દિવસ કઈ ના કીધુંને હવે મારી ગાડી પાટે ચડેલી ઉતારે છે. પણ,બોલ તું હું તને દુઃખી નઈ જોઈ શકું તું બોલીજા.'

'તું બોલવા ક્યાં દે છે ?'

'સારું હવે કે કઈ નઈ બોલું ફક્ત સાંભળીશ.'

'આપણી સગાઇના છ મહિના પહેલા. ફેસબુકમાં એક રિકવેસ્ટ આવી. . જયારે પણ કોઈ રિકવેસ્ટ આવે તો હું પેલા એનું બેકગ્રાઉન્ડ ચેક કરું છું પછી જ એક્સેપટ કરું છું. પણ,આ પ્રોફાઈલ પીક જોઈને મને કઈ વિચાર જ ના આવ્યા બસ મેં એક્સેપટ કરી લીધી. બહુ એટલે બહુ મને ગમ્યો તો પીક શું કરત. પછી સામે થી મેસેજ પણ આવ્યો. મેં રીપ્લાય પણ આપી દીધો. અમારા વચ્ચે ચર્ચા પણ થઇ શું કરે? ક્યાં રહે વગેરે? મારી સ્ટડીમાં હેલ્પ પણ કરતો ને હું દુઃખી થતી તો શબ્દોની મલમ પણ એજ કરતો ખબર નઈ ક્યારે એના પ્રેમમાં પડી જવાયું. મને કશુ જ ખ્યાલ ના રહ્યો'

'આ તારી પ્રેમ કહાની છે ? જેના માટે તું આટલું મોટું સ્ટેપ લેવા રેડી છે ?'

'હા'

'આમા મને તો કઈ એવું ના લાગ્યું.'

'અરે શૈશવ હું એ ફીલિંગ્સને એક્સપ્રેસ નથી કરી શકતી. પ્લીઝ તું સમજ કઈ.'

'ખુદ પર જ દયા આવી. આટલી ભોળી છોકરી સાથે એ લગ્ન કરવા તૈયાર હતો હજી છે. પણ માન થતું હતું કે આટલા વર્ષોની ઓળખાણ છતાં મળ્યા નહિ ને આવી ફીલિંગ્સ. ખરેખર પાર્થી તું ખરી છે હા પાર્થી.'

પણ તેની નઝરમાં પાર્થી બેવકૂફ સાબિત થઇ ગઈ હતી. પણ પોતે પાર્થીને દિલથી ચાહતો હતો એનું શુ ? '

બતાવ તું પ્રોફાઈલ બતાવ હુંય જોવું તારા પ્રણવને અને એણે તને એના હૃદયની વાત કીધી ?'

'ના વન સાઈડ છે, એટલે ? મારા તરફથી.'

શૈશવ પાર્થી સામે જોઈ રહ્યો. વાહ કુદરત તારી કરામત. પાર્થી ખરેખર તું કમાલ છે હા, ઓલાને ખબર પણ નથી ને આ મેડમ એના લગ્નને દાવ પર લગાવે છે. એ ના પાડી દેશે તો શું કરીશ તું ?' પાર્થીનું અચાનક ધ્યાન ગયું એ શબ્દો,

'શૈશવ મારે ખરેખર તારી સાથે લગ્ન નથી કરવા. તું મને ભોળી સમજ, બેવકૂફ સમજ કે કમાલ સમજ જે સમજવું હોય તે સમજ.' અને ધ્રુસકે ને ધ્રુસકે શૈશવને ગળે વળગી રડી પડી. અંદર દબાવી રાખેલી લાગણીને બહાર કાઢી નાખીને બોલવા લાગી, 'ના ઓલા પ્રણવ સાથે બંને ધોખે બાઝ છે તું મારા પેરેન્ટ્સની પસંદગી છે ને પ્રણવ મારી લાગણીની પણ, બંને જ આટલો પ્રેમ કરે છે એ મને નતી ખબર મારે બંનેમાંથી કોઈની સાથે લગ્ન નથી કરવા.'

શૈશવને નવાઈ લાગી પાર્થી જે ક્યારેય પોતાની આંગળી પણ અડવા ન દેતી આજે આમ ગળે વળગીને રડે છે. ને જેને મારી સાથે તો ઠીક પણ પ્રણવ સાથે પણ લગ્ન નથી કરવા.

'ખરેખર પાર્થી તું ખરી છે. મને સમજાતું નથી શું વાત બદલ્યા કરે છે હવે તું કઈ નાની નથી કે આ નઈ ને પેલું. હવે હું તારા પેરેન્ટ્સને કહીશ તો જોરથી ચમચમતો તમાચો આવશે તારા ગાલ પર કે તારા નાટક શું છે ?'

આગળ શૈશવ કઈ બોલે તે પહેલા જ ધસમશતો તમાચો લાગી ગયો શૈશવના ગાલ પર.

'બોલ હવે તારે શું કહેવું છે ? જે તારે મારા પેરેન્ટ્સને કેહવું છે ને કહી દે જા પણ એ પહેલા સાંભળીલે મારી એક વાત બઉ સારી રમત-રમી તે મારી લાગણી સાથે પાર્થી આમ નઈ આમ પાર્થી મંડપમાં હું નહિ પ્રણવ હશે.'

'વાહ,શૈશવ વાહ ! ખરેખર હા હું પાર્થી છું પાર્થી. શૈશવ પણ-તું પ્રણવ પણ તું બહુ સરસ રમત રમીતે મારી સાથે.'

'અરે પણ, મે તો તને સમજવા માટે આ કર્યું. તું મને ભલે બે વર્ષથી ઓળખતી હોય કે ભલે પ્રણવને અઢી વર્ષથી ઓળખતી હોય પણ, આ બંને તો તને નાનપણથી ઓળખે છે ને ખુદથી વધુ પ્રેમ કરે છે એનું શું ? તારી દરેક નાની વાતો ને એક ચેલેન્જની જેમ સોલ્વ કરી છે પાર્થી. પ્રણવ પણ બન્યો એટલા માટે કે તું એ નામ માત્રથી ખુશ થવા લાગીતી. જોયું તું મેં ક્લાસમાં પ્રણવ સર તારા બહુ ફેવરિટ હતા એટલે મેં એ નામનો ઉપયોગ કર્યો. કારણકે હું મારા પોતાના નામથી રિકવેસ્ટ મોકલત તો તું એક્સેપટ જ ના કરતી. જયારે તારા પેરેન્ટ્સને હું મળ્યો ત્યારે મને ખબર પડી એ તારી માટે શોધેશે કોઈ છોકરો તો એ દેખાવડો કમાઉ હોશિયાર તેની સાથે જ કરશે. હું તારા પપ્પાને છ વર્ષ પહેલા મળ્યો તો. તને કેહવાની તાકાત નહતી મારામાં. પણ મેં એમને કહ્યું હતું. અને એમણે મને ચેલેન્જ કર્યું તું બની ને બતાવ જે હું ઈચ્છું છું મારી દીકરી માટે એવો. એની મહેનત મેં કરીને એ પરીક્ષાય મેં પાસ કરી પાર્થી માત્ર તારા માટે. હવે તું કે એમ કરું પાર્થી તું કે એમ. હુંતો તને દિલથી પ્રેમ કરવામાં ફેલ થઇ ગયો પાર્થી અને હું તને જણાવવાનો જ હતો આ બધું.પણ, તું એજ હોશિયારને ચાલાક પાર્થી છે કે શબ્દોથીય ઓળખી જઈશ હું ભૂલી ગયો તો.'

બારણું ખખડ્યું... પાછળ પપ્પા હતા પાર્થીના બધું ચુપચાપ સાંભળતા હતા.

'હા, પાર્થી શૈશવ એકદમ સાચું કે છે. મેં જોયો આનો જુનુન એનો પ્રેમ તારા માટે અને જયારે ખરેખર મારી સમક્ષ એ લાયક બનીને આવ્યો ત્યારે જ આ નિર્ણય લીધો. હવે તારી મરજીની વાત છે બેટા.

પાર્થી એના પપ્પા અને શૈશવને ગળે વળગાડી રડવા લાગી .

પાર્થીનો ભાઈ આવીને એ દીદી કેટલું અત્યારે રડીશ વિદાય વખતના આંશુ તો બાકી રાખ. શૈશવના ફોન માં રિંગ વાગી.

'કોણ છે ?'

'પપ્પા'

'વેવાઇજી અહીં જ આવી જાવ શૈશવના કપડાં લઈને એ અહીં જ છે અડધો કલાક જ બાકી છે મૂહુરુતમાં.'


Rate this content
Log in