ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Fantasy Inspirational

4.5  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Fantasy Inspirational

પ્રેમની પરાકાષ્ઠા - 10

પ્રેમની પરાકાષ્ઠા - 10

4 mins
400


[અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે કાવ્યા અને દર્શનના લગ્ન ઝડપથી નક્કી થઈ જાય છે. લગ્નના આગલા દિવસે કાવ્યા ડરેલી કંઈક મૂંઝયેલી જેવી દર્શનના ઘરે આવે છે. અને દર્શનની મમ્મી સાથે ત્યાં જ સૂઈ જાય છે. બીજે દિવસે રિસોર્ટમાં લગ્ન સ્થળે પહોંચવા માટે કાવ્યા અને દર્શન સાથે જાય છે. અને દર્શનની ગાડીમાં બોમ્બ બ્લાસ્ટ થવાથી ગાડી પૂરેપૂરી સળગી જાય છે. ]

સ્વરા ભાનમાં આવે છે અને દર્શનની મમ્મીને પોતાની બાજુમાં જુએ છે.

"માસી.... માસી.... દર્શન...દર્શન ક્યાં ? દર્શન વિના હું નહીં જીવી શકું." સ્વરાનું કરુણ રુદન સાંભળી સૌ રડી પડે છે.

" સ્વરા બેટા, તું આટલું બધુ દર્શનને ચાહે છે. તેની તે મનેય જાણ ના કરી. આ તો ડૉ. ચેતન શર્માએ મને કહ્યું કે દર્શનની ખુશી માટે તું તારી આંખો પણ આપી દેવા તૈયાર હતી. અને દર્શન વિના જીવ આપી દેવા તૈયાર થઈ ગઈ. કેમ બેટા, તે મને પણ કંઈ જ ના કહ્યું ? "

'" હું વર્ષોથી દર્શનને ચાહું છું.મને ખુશી દર્શનને ખુશ જોવાથી મળે છે. દર્શનના નામનું પાનેતર તો મેં મનોમન ક્યારનું યે ઓઢી લીધું છે. શું ફરક પડે છે કે હું દર્શનના જીવનમાં હોઉં કે ના હોઉ ?

દર્શન કાવ્યાને ખૂબ જ ચાહે છે. દર્શનની ખુશી કાવ્યા સાથે છે. કાવ્યાની આંખોથી દર્શન આખી દુનિયા જોઈ શકશે. દર્શનની વાતોનો હું ચપટી વગાડીને કે તાળી પાડીને માત્ર હા કે ના માં જવાબ આપી શકું. પણ... પણ હું બોલી નથી શકતી. તો હું દર્શનને શું ખુશી આપી શકું ? "

 સ્વરા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. દર્શનની મમ્મી સ્વરાને માથે હાથ ફેરવતા ફેરવતા પ્રેમથી કહી છે,

" મારું નામ પણ ઉર્વી જ છે,તું મને મા કહેશે તો મને વધારે ગમશે. અને તારી ખરા દિલથી કરેલી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. અને ત્યારે તને ઝડપથી સળગતી ગાડી પાસે જતી અટકાવનાર બીજું કોઈ નહિ, દર્શન જ હતો. દર્શન હવે કાવ્યાની આંખો વડે જ સમગ્ર વિશ્વ નિહાળી શકશે. કાવ્યાએ પણ નેત્રદાનનું ફોર્મ ભરેલું. કાવ્યાના મૃત્યુ પછી તેની આંખો દર્શને મળી છે. અત્યારે દર્શનની આંખોનું ઓપરેશન ચાલી રહ્યું છે."

સ્વરા ખુબ જ નવાઈથી દર્શનની મમ્મીની વાતો સાંભળી રહી છે.

"દર્શન...શું... દર્શન...ઈશ્વર તમારી ખુબ ખુબ કૃપા કે તમે મારા દર્શનને કાંઈ ન થવા દીધું, પણ કાવ્યાના મોતથી મને ખૂબ જ દુઃખ થયું છે." જરાક અટકીને.... "મા...તમે મને કહો આ બધું શું બની ગયું ? મને તો કંઈ સમજાતું જ નથી. દર્શનની ગાડીમાં બોમ્બ બ્લાસ્ટ,કાવ્યા નું મૃત્યુ..કાવ્યાનું નેત્રદાન..પ્લીઝ...મને કંઈક સમજાય એમ કહોને ?"

" કેમ કરતા બની ગયું ? શું બની ગયું ? તે તો અમને પૂરેપૂરી ખબર નથી. કાવ્યાનો મોબાઈલ પોલીસે ચેક કરેલ. એટલે અમને થોડી ઘણી ખબર પડી તે આ પ્રમાણે છે..

 દર્શનની ગાડીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે તેની પાછળ કોનો હાથ હતો, તે જાણવા માટે પોલીસે દર્શન અને કાવ્યા બંનેના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરી છે.

દર્શન કાવ્યાને ખૂબ જ ચાહે છે,પણ કાવ્યા... કાવ્યા તો પવનને પ્રેમ કરતી હોય છે. કાવ્યા નવી નવી સિંગર હોય છે. તેને ફિલ્મમાં ગાવાનો અને પોતાની કારકિર્દી બનાવવાની ગાંડી ઘેલછા હોય છે,એટલે કાવ્યા અને પવન બંને સાથે મળીને દર્શનને ફસાવે છે.

 કાવ્યા દર્શનની ફેન બનીને તેને વારંવાર મળે છે. એમ કરતા દર્શન ની નજીક આવે છે. અને તેને પોતાના પ્રેમમાં ફસાવે છે. ભોળો અને લાગણીશીલ દર્શન કાવ્યાની ચાલાકીથી ભોળવાઈ જાય છે.

દર્શન કાવ્યાને સાચા દિલથી ચાહતો હોય છે. કાવ્યા દર્શનની ખ્યાતિનો લાભ લઈને ફેમસ સિંગર બનવા માંગતી હોય છે. કાવ્યા અને દર્શનના લગ્નની વાત સાંભળીને પવન ખૂબ ગુસ્સે થાય છે. તે થોડો સમય માટે લગ્ન ટાળવાનું કાવ્યાને કહે છે. ત્યાં સુધીમાં કાવ્યા ફેમસ સિંગર પણ થઈ જાય. કાવ્યામાં દર્શનના પ્રેમથી ઘણું પરિવર્તન આવ્યું હોય છે. તે પવનને કહે છે કે હું દર્શનને હવે છેતરવા નથી માગતી. તેને આપણી સચ્ચાઈ કહી દઈશ. દર્શન ચોક્કસ મને માફ કરી દેશે અને હું દર્શન સાથે પરણી પણ જઈશ. દર્શનને મારી આંખો આપવા માટે મેં ડૉ. ચેતન શર્માને અરજી પણ કરી દીધી છે. તું હવે મને ભૂલી જા. "

 ગુસ્સે થયેલો પવન કાવ્યાને ગાલ પર જોરથી બે ત્રણ તમાચા મારે છે.

   "તું મારી ના થઈ,તો હું તને કોઈની નહિ થવા દઉં. એ આંધળાની તો નહીં જ.તારે તારી આંખો એને આપવી છે, મારી સાથે બેવફાઈ... આજે રાત્રે તારે મારી સાથે હું તને કહું તે સરનામે મારી સાથે રાત વિતાવવા આવવાનું છે."

"તારી એક પણ ધમકીથી હું ગભરાવાની નથી. પ્રેમમાં તાકાત હોય છે. પ્રેમ હોય તો દર્શનનો,તેને કેટલો બધો મારી પર ભરોસો છે. તે મને ખૂબ પ્રેમ કરે છે. તારાથી થાય એ કરી લેજે.. હું પોલીસ પાસે જઈશ. પણ તારા શરણે તો નહિ જ થાઉં."

પાછળથી આવીને કાવ્યાનો હાથ કચકચાવીને પવન પકડે છે,

  "તે પવનની સાથે દુશ્મનાવટ કરી છે. આપણા ફોટા કોલ રેકોર્ડસ બધુ સોશિયલ મીડિયા પર મૂકીને હું તને બદનામ કરી દઈશ. તારે દર્શનને જીવતો જોવો હોય, તો હું કહું તેમ કરવું જ પડશે. હું દર્શનને મારી નાખતા નહીં અચકાઉં. તારું હિત એમાં છે કે આજે રાત્રે હું કહું ત્યાં પહોંચી જજે, અને હા...સાથે દસ લાખ રૂપિયા પણ લેતી આવજે.બહુ મોટી ભૂલ કરી છે, તે. હવે હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ."

ક્ર્મશ.


Rate this content
Log in

Similar gujarati story from Romance