Patel Shubh

Inspirational Others

2.1  

Patel Shubh

Inspirational Others

પ્રગતિ

પ્રગતિ

8 mins
258


આજે આપણે ૨૦૨૦ નાં વર્ષ માંથી ૨૦૨૧ નાં નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ૨૦૨૦ નું વર્ષે આપણા જીવન ને એક નવી પ્રેરણા, જીવનનાં નવા માર્ગ તરફ જવાનો રસ્તો જો આપણને શીખવા મળ્યો હોય તો. એ આપણને ૨૦૨૦ નાં વર્ષ માંથી શીખવા મળે છે. જીવનમાં કોરોના સામે લડાઈ હોય, જીવનમાં સાથે રહીને દરેક મુશ્કેલીનો સામનો કરવાનો હોય અથવા વિશ્વબંધુત્વની ભાવના હોય એ આપણને ૨૦૨૦ નાં વર્ષે માંથી શીખવા મળે છે. આપણે આપણા જીવનમાં દરેક સમયે કંઈક નાં કંઈક શીખતા હોઈએ છીએ અને દરેક સમયે કંઈક નાં કંઈક શીખવા મળે પણ છે અને જીવનમાં આગળ વધવા માટે આપણે નવું પ્રયાણ કરીએ છીએ. જીવનનાં નવા પ્રયાણ તરફ જવાનો માર્ગ સરળ નથી હોતો આપણે આજે એ પરિસ્થિતિમાં છીએ કે જ્યાં લોકોને પોતાના આરોગ્ય હોય કે ધંધા રોજગાર હોય એ બધામાં આપણે થોડા પાછળ રહ્યા છીએ પણ જે આરોગ્ય વિશે જાગૃતિ લાવવા આપણી સરકાર ઘણાં સમયથી, ઘણાં વર્ષોથી આપણને કહેતી હતી, ઘણાં લોકો ધંધા રોજગાર ને મુશ્કેલીનાં સમયમાં સાચવવા માટે અનેક પ્રકારે વાતો કરી હતી પણ કેટલીક પરિસ્થિતિમાં લોકો આ વાતો માનતા ન હતા, સરકારનાં વારંવાર સૂચન કરવા છતાં લોકો એનું ચુસ્તપણે પાલન કરતા ન હતા. પણ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ નો સામનો થયો ત્યારે લોકો ને પોતાના આરોગ્ય પ્રત્યે હોય કે લોકો નાં ધંધા રોજગાર હોય દરેકમાં આગળ વધવા માટે આજે આપણને એક નવી પ્રેરણા મળી છે.

આપણે જાણીએ છીએ કે આપણું પાછલું વર્ષે કોરોનકાળમાં ગયું અને આ કોરોનાનાં સમયમાં આપણે અનેક પરિસ્થિતિથી સામનો કર્યો અનેક પરિસ્થિતિમાં આપણે ગણું બધું ગુમાવ્યું. જીવનમાં એક વાત હમેશા જોઈએ છીએ કે આપણને દુઃખ પછી સુખ મળે છે અને દુઃખ પછી જો સુખ મળે ત્યારે આપણને સાચા સુખ નું મૂલ્ય સમજાય છે. પરિણામે એ સુખ જીવનનું કાયમી સુખ બને છે. આજે આપણે કોરોના નાં વિકટ સમયમાં આપણા દેશનાં લોકોની એકતા હોય કે લોકો એક બીજાની તકલીફમાં જે સાથ આપતા હતા એ સાથ ખરેખર વિશ્વબંધુત્વની ભાવના અને એનો ઉત્તમ દાખલો વિશ્વ ને પૂરો પાડે છે. અનેક લોકો નાં સાથ અને સહકાર તથા તેમનામાં રહેલી વિશ્વબંધુત્વની ભાવનાનાં કારણે અનેક લોકોને કોરોના સામે લડવાની પ્રેરણા મળી અને એ વાત શિખવા પણ મળી કે જ્યાં આપણો દેશ વેરઝેર, નાત જાત નાં ઝગડા કે અંદરો અંદર લડાઈથી મુકત હોય તો આપણો દેશ આજે પણ સોને કી ચીડિયા બની શકે છે અને આપણો દેશ ફરીથી વિશ્વગુરુ બનીને દુનિયાને એક ઉત્તમ ઉદાહણ પૂરું પાડી શકે છે.

આજે આપણા દેશમાં જોઈએ છીએ કે બેરોજગારી, કુપોષણ, ભ્રષ્ટ્રાચાર વગેરે બીમારી આપણા દેશ ને અંદર નાં અંદર જ નબળો બનાવે છે. આપણે કોરોના સામે તો લડાઈ કરીને વિજય મેળવ્યો પણ આજે આપણા દેશમાં કોરોના જેવી અનેક બાબતો એવી છે જે આપણા દેશ ને આગળ નથી આવવા દેતી. જીવનમાં દુઃખ થાય છે લોકો નાત જાત ની લડાઈ, આપણા દેશ નાં વિવિધ ધર્મ ની લડાઈ થાય છે જે આપણા દેશ ને આજે અંદરથી નબળો બનાવે છે. સ્વામી વિવેકાનંદ જયારે શિકાગો ગયા હતા ત્યારે તેમને કહું હતું કે મારો ભારત એક આખું વિશ્વ છે. જ્યાં એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે લોકોમાં પ્રેમ અને સદભાવ છે. જ્યાં લોકો પોતાના કરતાં બીજા લોકો પ્રત્યે વિશ્વ એક કુટુંબની જેમ રહીને આખા વિશ્વ ને પ્રેરણા આપે છે આજે મારો ભારત દેશ સાચા અર્થમાં વિશ્વગુરુ છે. મને ગર્વ છે એ વાતનો કે આજે ભારત દેશ મારી જન્મ ભૂમિ છે અને ભારત માતા ના અમે સંતાન છીએ. આજે આપણે ધર્મ ધર્મની લડાઈ કે નાત જાતની લડાઈ કરીને આપણે આપણા ભારત દેશ નાં વિશ્વ એક કુટુંબ અને આપણા સ્વામિવિવેકાનંદ નાં ગૌરવશીલ ભારત દેશ ને આપણે અંદરો અંદર કમજોર બનાવી રહ્યા છીએ.

આજે આખું વિશ્વ આપણા ભારત દેશ પર ગર્વ કરે છે. આજે આખા વિશ્વ ને જો પ્રેરણા આપતો દેશ હોય તો એ આપણો ભારત દેશ છે, આજે આખું વિશ્વ જો કોઈ ની શરણમાં હોય તો એ આપણો ભારત દેશ છે. આપણા દેશમાં અનેક મહાન આચાર્યો, અનેક મહાન ધર્મ ગુરૂ, આજે અનેક વિદ્વાન આપણા ભારત દેશમાં છે. જે આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. જેમના માર્ગ દર્શન ની નીચે આખું વિશ્વ ચાલી રહ્યુ છે. આજે ભગવાન ને પણ ધરતીમાં લાવવા હોય ને તો એ શક્તિ આજે આપણા ભારત દેશ નાં લોકોમાં છે. આજે આખા વિશ્વમાં જો કોઈ દેશ જ્ઞાન, ભક્તિ જીવન ની સાચી મહાનતા નું શિક્ષણ જો કોઈ દેશમાં હોય ને તો એ આપણો ભારત દેશ છે. જ્યાં આપણા દેશમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભાઈના પટેલ, ચંદ્રશેખર આઝાદ, જેવા અનેક મહાપુરષોએ જન્મ લીધો અને આપણા દેશ ને એક પ્રગતિ ની પ્રેરણા આપી આજે આખું વિશ્વ આપણા ભારત દેશ નાં મહાપુરુષો ને સલામ કરે છે. એમની વાતો ને જીવન ની પ્રેરણા બનાવે છે અને એમની વાતો અને એમને જીવન નાં આદર્શ બનાવીને સુખી જીવન જીવે છે. અમેરિકા જોડે ભલે આજના સમયમાં હથિયાર વધુ રહ્યા અને દુનિયા નો તાકાતવર દેશ હોય પણ જ્યાં જ્ઞાન, સંસ્કૃતિ અને જીવનનાં સાચા શિક્ષણ ની વાત હોય ત્યાં આપણો દેશ આજે પણ દુનિયા નો વિશ્વગુરુ છે, ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યમાં પણ વિશ્વગુરુ રહેશે એ વાતમાં શંકા ને સ્થાન નથી. એ સિદ્ધ થાય છે

આજે આપણા દેશ સામે જયારે કોઈ દેશ અવાજ ઉઠાવે છે કે યુદ્ધ કરવાની વાત કરે છે તે સમયે સામેવાળો દેશ પણ આપણા દેશ નાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ ની વાત સાંભળીને જ ભયભીત થઈ જાય છે કે જે દેશમાં છત્રપતિ શિવાજી મહારાજ હોય, જે દેશમાં મહારાણા પ્રતાપ હોય, જે દેશમાં મહારાણી લક્ષ્મીબાઈ હોય એ દેશનાં લોકો પણ આજે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ ની જેમ બહાદુર અને નિડર હશે અને આપણા દેશ નીમાં બહેન રાણી લક્ષ્મીબાઈ હશે એ જોતાં જ સામે નાં દેશ નાં હાંજા ગગડી જાય છે.

આજે આપણા દેશમાં આચાર્ય ચાણકય જેવા મહાન આચાર્ય થઈ ગયા જેમનું એક જ સ્વપ્ન હતું કે અખંડ ભારત. અને અખંડ ભારત ના માટે અનેક લોકો એ પોતાના જીવનનાં બલિદાન આપી દીધા. એમનું જીવન અખંડ ભારત ને સમર્પિત કરી ગયા અને ઈતિહાસમાં અમર થઈ ગયા. આજે આપણે જ્યારે આચાર્ય ચાણક્ય ની વાત કરીએ તે સમયે આપણને સિકંદર ની વાત યાદ આવે છે કે જે સિકંદર પૂરી દુનિયા ને જીતવા નીકળ્યો હતો જેની જોડે દુનિયા નું સૌથી મોટું સૈનિક બળ હતું એ સિકંદર જયારે ભારત દેશ ને વિજય થવા આવ્યો ત્યારે આપણા દેશ નાં મહાન આચાર્ય ચાણકય ની બુદ્ધિ અને ચંદ્રગુપ્ત જેવા મહાન રાજા નાં લીધે આપણા દેશ ને જીતી શક્યો ન હતો.એ આપણા દેશ ની તાકાત હતી. દુનિયા ને જીતનારો માણસ જેની જોડે આખા વિશ્વ ની તાકાત હતી એ આપણા દેશ નો વાળ પણ વાંકો નાં કરી શક્યો. જયારે પાકિસ્તાન નું અસ્તિત્વ પણ ન હતું એ સમયે ભારત દેશ એ સિકંદર ને હરાવ્યો હતો આજે એ પાકિસ્તાન ભારત દેશ ને યુદ્ધ ની ધમકી આપે. આજે આપણા દેશમાં નાનામાં નાના છોકરામાં પણ મહારાણા પ્રતાપ ની યશ ગાથાનું લોહી વહે છે આજે છત્રપતિ શિવાજી ની પ્રેરણા દાયક સંસ્કાર નું લોહી વહે છે. આજે આપણા દેશમાં નાનામાં નાનો બાળક પણ જ્યારે કોઈ કાર્ય ની શરૂઆત કરવાની હોય તે સમયે આપણા દેશ નાં મહાપુરુષો ને યાદ કરે છે એમના જીવનનાં બલિદાનને યાદ કરે છે અને જીવન નો સાચો સંઘર્ષ કરીને પોતાના જીવન ને લોખંડમાંથી સોનું બનાવે છે.

આજે જીવનમાં જે સમયે અન્યાય થાય છે તે સમયે લોકો આપણા દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની અહિંસા ની વાતો ને યાદ કરે છે. તેમનું ભજન "વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે " ભજન ને યાદ કરે છે. લોકો પોતાનામાં એક નવી આત્મીય શકિતનો સંચાર કરે છે. લોકો આજે જીવન નાં સાચા અર્થને જાણે છે. આપણા દેશમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ અહિંસા નાં માર્ગે આંદોલન કરીને આપણા દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુકત બનાવ્યો. આપણા દેશમાં અનેક વિદેશી આક્રમણો થયાં, આપણા દેશમાં અનેક વિદેશી પ્રજા નો ગુલામ રહ્યો પણ આપણો દેશ આજે પણ વિશ્વગુરુ છે. તેઓ આપણા દેશ માંથી અનેક વસ્તુ પોતાના દેશમાં લઈ ગયા તો પણ આપણો દેશ વિશ્વમાં સુખી દેશ છે. આપણા દેશ નાં ઉત્સવ આજે પણ વિશ્વમાં પ્રખ્યાત છે. આજે વિશ્વ ના અનેક લોકો આપણા દેશ નાં ઉત્સવ ને ઉજવે છે. આપણા દેશમાં પતંગોત્સવમાં કે નવરાત્રી કે હોળીમાં આજે અનેક વિશ્વનાં લોકો આપણા ભારત દેશમાં આવે છે. આપણા દેશમાં ઉજવાતા ઉત્સવ નો લાભ લે છે અને જીવન નું સાચું સુખ મેળવે છે. આજે આખા વિશ્વ ના કોઈ પણ દેશ નાં નાગરિક આપણા ભારત દેશમાં આવે છે તે સમયે એક જ વાત કહે છે કે ભારત દેશ નાં જેવી મહાન સંસ્કૃતિ આખા વિશ્વમાં ક્યાંય નથી આપણા દેશનાં લોકોનાં જેવો પ્રેમ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. આ આપણા દેશની મહાનતા છે. આ આપણો વિશ્વગુરુ ભારત દેશ છે અને મને ગર્વ છે કે મારો જન્મ ભારત દેશમાં થયો છે અને મારી માતા ભારત માતા છે.

આજે આપણો દેશ વિશ્વમાં એક મહાન દેશ છે. આજે આખા વિશ્વ ના બધા જ દેશમાં જો કોઈ દેશ નેમાં તરીકે પૂજવામાં આવતો હોય ને અને એની જમીન ને માતૃભૂમિ તરીકે જો પૂજવામાં આવતી હોય ને તો એ આખા વિશ્વમાં આપણો ફક્ત ભારત દેશ છે. આ આપણા દેશનું સૌથી મોટું ગૌરવ છે. આજે આખા વિશ્વમાં આપણા દેશનાં મહાપુરુષોની પ્રતિમા બને છે અને એમના જીવનમાંથી અનેક લોકો ને જીવન નાં સંદેશ આપવામાં આવે છે. આજે આપણા દેશને જો સૌથી મોટી જરૂરિયાત હોય ને તો એ છે કે આપણા દેશમાં રહેલી ભ્રષ્ટાચાર, કુપોષણ, બેરોજગારી, ગરીબી જેવી બીમારી માંથી મુક્ત થાય અને આપણો દેશ આ બીમારી ને મુકત કરી પ્રગતિ નાં માર્ગે તરફ આગળ વધે. આજે આપણા દેશમાં આજે આ ભ્રષ્ટાચાર, કુપોષણ, બેરોજગારી, ગરીબી જેવી બીમારી એવી રીતે ઘર કરી ગઈ છે. જેને દૂર કરવા માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે અનેક વખત લોકોને આ બીમારી સામે લડવા જાગૃત કરે છે પણ આપણા દેશમાં લોકોની જાગૃતિનાં અભાવનાં લીધે આપણે આ બીમારી માંથી મુક્ત નથી બની શકતા અને સરકાર નાં પ્રયત્નો નિષ્ફળ રહે છે. આપણને કોરોના પ્રત્યે જાગૃતિ આવી તો કોરોના ની સામે લડાઈ કરીને વિજય બની શક્યા અને કોરોના જેવી મહામારી માંથી પણ આપણા દેશ ને બહાર લાવ્યા જે વિશ્વ ની મહાસત્તા માટે પણ ગણું મુશ્કેલીભર્યુ હતું. આપણે કોરોના જેવી મહામારી ને હરાવી આપણા દેશને પ્રગતિનાં માર્ગે તરફ આગળ વધારી શકીએ છીએ તો શું આપણે આપણા દેશ ને ભ્રષ્ટાચાર, કુપોષણ, બેરોજગારી, ગરીબી જેવી બીમારી ને હરાવી આપણા દેશ ને પ્રગતિ નાં માર્ગે તરફ આગળ નાં વધારી શકીએ ? આપણે આપણા દેશમાં ભ્રષ્ટાચાર, કુપોષણ, બેરોજગારી, ગરીબી જેવી બીમારી ને હરાવી શકીએ છીએ આપણો દેશ ફરીથી સોને કી ચીડિયા બની શકે છે પણ જરૂર છે લોકોમાં શિક્ષણ અને જાગૃતિ ની અને જે દિવસે લોકોમાં ભ્રષ્ટાચાર, કુપોષણ, બેરોજગારી, ગરીબી જેવી બીમારી સામે લડવાની જાગૃતિ આવશે ત્યારે આપણા દેશ ને સોને કી ચીડિયા બનતા કોઈ નહીં રોકી શકે અને આપણો દેશ ફરીથી સોને કી ચીડિયા બનશે અને આપણો દેશ ફરીથી પ્રગતિ નાં માર્ગે તરફ આગળ વધશે. તો આવો આપણે બધા આપણા દેશ ની ભ્રષ્ટાચાર, કુપોષણ, બેરોજગારી, ગરીબી જેવી બીમારી સામે લડીએ અને આપણે વિશ્વ એક કુટુંબની ભાવના કેળવીને આપણા દેશ ને પ્રગતિનાં માર્ગે આગળ વધારીએ અને આપણા દેશ ને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરાવીને આપણા દેશનું નામ દુનિયામાં રોશન કરીએ અને આપણા દેશ ને પ્રગતિનાં માર્ગે તરફ આગળ વધારીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational