MINESH PRAJAPATI

Children Stories Inspirational Others

3  

MINESH PRAJAPATI

Children Stories Inspirational Others

પુસ્તકની તાકાત

પુસ્તકની તાકાત

3 mins
255


પુસ્તકથી કમાયા 50 લાખ રૂપિયા

હા તમને જાણીને નવાઈ લાગશે પુસ્તકથી તો શું પૈસા કમાવાય ? તો મારો જવાબ છે હા કમાવી શકાય !

          હું રહી વાત રજૂ કરી છે તે સત્યઘટના આધારિત છે આજથી પંદરેક વર્ષ પહેલા જીતેન્દ્ર અઢિયા સાહેબનું એક પુસ્તક " પ્રેરણાનું ઝરણું" હાથમા આવ્યું ,એકી બેઠકે વાંચી ગયો. ખૂબ પ્રેરણા મળી, તરત જ બીજું પુસ્તક વાંચવામાં આવ્યું. "ધ્યેય" અને તે પણ જીતેન્દ્ર અઢિયા સાહેબનું. એ પણ એકી બેઠકે વાંચી ગયો એ પુસ્તકની માત્ર કિંમત 30 રૂપિયા પરંતુ 3000 ઘણો ફાયદો આ પુસ્તકથી મારા અંગત જીવનમાં થયો. વાત એમ બની કે પુસ્તક વાંચ્યા પછી એની અંદર એક ગોલ ચાર્ટ બનાવવાનો આવ્યો. આખું પુસ્તક વાંચ્યા પછી છેલ્લે એ ગોલ ચાર્ટ તમારે કેવી રીતે બનાવવો અને એની અંદર શું વિગત લખવી તે તમામ માહિતી એ પુસ્તકમાં આપેલી જ હતી તે પ્રમાણે અક્ષરે અક્ષર ચાર્ટમાં ભરી દીધી આ ચાર્ટ 2007 માં બનાવ્યો હતો ત્યાર પછી તે ચાર્ટ મારા ઘરના દરવાજાની પાછળ લગાવ્યો જ્યારે પણ દરવાજો બંધ થાય ત્યારે એની ઉપર નજર પડતી. તેની અંદર 5 વર્ષનું આયોજન 10 વર્ષનું આયોજન ૧૫ વર્ષનું આયોજન અને આજીવન આયોજન એવા કેટલાક તબક્કા આપેલા હોય છે. તેની અંદર શારીરિક, માનસિક, આર્થિક, ભૌતિક, કેટલાય પ્રકારના વિભાગ આપેલા હોય છે. જેમાં તમે જે પ્રમાણે કામ કરી શકો તે પ્રમાણે તેની અંદર આયોજન કરી તમારે ચાર્ટ ભરવાનો હોય છે.મેં પણ નક્કી કરી ચાર્ટ ભરી દીધો . અહીં ફક્ત આર્થિક બાબતોનીજ વાત લખું છું . તેમાં લખ્યું હતું કે 5 વર્ષની અંદર પ્લોટનું આયોજન કરવું 10 વર્ષની અંદર ઘર બનાવવું અને 15 વર્ષની અંદર લોન પૂરી કરી ૨૦ વર્ષની અંદર બીજો પ્લોટ ખરીદવો. આ પ્રમાણેનું આયોજન 2007 માં કરેલુ. નિયમિત તે ચાર્ટ તરફ ધ્યાન જતું ત્યારે સતત પેલું લક્ષ પૂર્ણ કરવાનો વિચાર આવતો. એજ દિશામાં મગજ વિચારવા લાગતું.

અને ડૉ ઓઝા સાહેબ ના પ્રેરણારૂપ એક લેખમાં મેં વાંચ્યું હતું કે મારા દવાખાને આવેલ એક દર્દી જેમનું નામ હતું તે કેન્સરના કારણે મૃત્યુ પામવાની તૈયારીમાં હતી 30 કલાક કોમામાં પણ ગયેલી તે અવસ્થામાં તે વ્યક્તિ પોતાની જાતને ધીમેધીમે મઠાળે છે. અને અચાનક જાણે ચમત્કાર થયો હોય તેમ તે મૃત્યુના મુખમાંથી અચાનક પાછી આવે છે. અને એ વ્યક્તિ લાંબુ જીવન જીવે છે. અને કેન્સરને માત આપે છે. ઓઝા સાહેબ આગળ લખે છે. કે અમે જેને ચમત્કાર કહીએ છીએ તે કશું જ નથી પણ એક મગજનું કારણ છે. એક સરખી દવા પેશન્ટ ને અલગ અલગ અસર કરે છે.તમે જેવું વિચારો છો તેવા જ તમે બનો છો. એટલે તમે જેવા સંદેશ કોષોને આપો છો તેવા જ તમારા શરીરના તમામ કોષો તે પ્રમાણે વિચારે છે. એક ઉદાહરણ રૂપ જોઈએ જેમ કે તમે જમવા બેઠા હોય અને અચાનક તમને સંદેશો મળી કે તમારા ઘરના એક વ્યક્તિને એક્સિડન્ટ થયું છે તો તમને એ જમવાનું કેવું લાગશે ? તમારી અંદરથી એક અલગ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તે જમવાનું પાંચ મિનિટ પહેલા જુદું હતું અને અત્યારે જુદું લાગશે. કોઈ ઇન્ટરવ્યૂમાં જતા હોય ત્યારે તમે ઘેર હોય ત્યારે જુદું અને જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે જુદું હોય છે, ત્યારે હાથમાં એક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે. એ પણ એક પ્રકારના હોર્મોન્સ અસર કરતા હોય છે તેમ આપણા શરીરમાં જેવું તમે વિચારો છો એવા તમારા કોષો હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે તમારું જીવન ઘડાતું હોય છે. તેથી મારે પણ આ જ દિશામાં વિચારવાનું થયું અને ધીમે ધીમે એ દિશામાં વિચારતા. જે ૨૦ વર્ષનું આયોજન હતું તે ફક્ત અને ફક્ત પાંચ વર્ષમાં પૂરું થઈ ગયું મારું આયોજન હતું કે દસ વર્ષમાં ઘર બનાવવું પરંતુ સતત વિચારોના કારણે એક વર્ષની અંદર પ્લોટ એનકેન પ્રકારે લેવાઈ ગયો અને 2008 માં પ્લોટ અને 2011માં ઘર બની ગયું. જો મારો વિચાર સતત તે દિશામાં ના હોત જે ફાયદો મને 5 વર્ષ માં થયો તે 15 વર્ષ પછી થયો હોત તો ભાવ વધવાના કારણે ના લઈ શક્યો હોત આજે તે જ ઘર બનાવવાના કદાચ 30 લાખ વધુ થયા હોત આમ ઘર સાથે ગાડી આવી જે અંદાજે 50 લાખનો ફાયદો કરાવી ગયો.


Rate this content
Log in