MINESH PRAJAPATI

Abstract Inspirational Others

2  

MINESH PRAJAPATI

Abstract Inspirational Others

ભગવાન કોર્ટમાં

ભગવાન કોર્ટમાં

2 mins
149


40 વર્ષ જૂની વાત વ્રજમાં મહાત્મા ફરે છે. લોકો તેમને જજ સાહબ કહેતા, કોઈએ પૂછ્યું મહાત્મા બહુ મોટા છે. તો તેમને કેમ લોકો જજ સાહેબે કહીને બોલાવે છે? તો કહ્યું તેઓ દક્ષિણ માં જજ હતા. વાત હવે શરૂ થાય છે.

દક્ષિણના ગામમાં ભોલુ રહે. કોઈ ભોલુ ને પ્રશ્ન પૂછે તો કહે. મારો રઘૂરામ જાણે. કઈ પણ પૂછે કહે મારો રઘૂરામ જાણે.

એક સમય ભોલુ ની દીકરી મોટી થઇ લગ્નના પૈસા નથી. એટલે ગામના નગર શેઠ પાસેથી પૈસા લઇ આજ વર્ષે લગ્ન કરીએ નક્કી કરી દીકરીના લગ્ન કરાવ્યા. હવે પૈસા પાછા આપવા પોતાના દીકરી ને કહે છે આપણું મકાન વેચી ભરપાઈ કરી દઈએ. હું મંદિર માં રહીશ.

પૈસા શેઠ ને આપ્યા પોચ માં સહી કરાવી. શેઠે પૂછ્યું, તું વાચ્યું શું હતું. ભોલુ કહે ના એતો મારો રઘૂનાથ જાણે.

શેઠે છેતરવાનો વિચાર કર્યો, પોચ બદલી નાખી, બીજી પોચ આપી, જેમાં પૈસા બાકી હતા. પછી શેઠે કેસ કર્યો. જજે ભોલુને પૂછ્યું પૈસા આપ્યા હતા. ભોલુ કહે હા. તારો સાક્ષી કોણ. ભોલુ કહે મારો રઘૂરામ જાણે. જજે રઘૂરામ માણસ સમજી વોરંટ કાઢ્યા. ભોલુને પૂછ્યું કયા રહે છે. ભોલુ કહે મંદિરમાં વોરંટ મંદિરમાં મોકલ્યું. પૂજારી મળ્યો કહ્યું રઘૂનાથ કોણ છે. પૂજારી કહે તેતો અંદર છે. પેલા માણસે કહ્યું તેમનું વોરંટ છે. તેમને કોર્ટ માં હાજર થવાનું છે. પૂજારી અચંબામાં પડ્યો. પણ વોરંટ લઇ લીધું. અને મંદિરમાં જઈને રોવા લાગ્યો કે હે રઘૂરામ હવે તો તારા પર પણ વોરંટ આવે છે. તારે હાજર થવાનું છે.

તારીખ આવી કોર્ટ માં બુમ પડી, રઘૂરામ.... રઘૂરામ..... રઘૂરામ....

અને 75 વર્ષની ઉંમર વાળો માણસ લાકડી લઇ ને આવ્યો. કહે હા સાહેબે હું રઘૂરામ. અને રઘૂરામેં કહ્યું તમારો માણસ શેઠ ના ત્યા મોકલો અને ડાયરીમાં પોચ છે જોઈ લો. અને કોર્ટનો માણસ જાય છે પોચ મળે છે. ભોલુ કેશ જીતી જાય છે.

ભોલુ ને જજ પૂછે છે. ભોલુ આ રઘૂરામ ક્યાં રહે છે? ભોલુ કહે જ્યાં હું રહુ છું ત્યા. તું ક્યાં રહે છે? મંદિર માં, અને જજ સમજી ગયા કે કંઈક છે. જજ ભોલુ સાથે મંદિર માં જાય છે. ભોલુને કહે છે. ક્યાં છે રઘૂરામ? અને ભોલુ મંદિર માં લઇ જાય છે. જુએ છે તો તેજ માણસ જે કોર્ટ માં હતા. અને જજ ના પગ નીચેથી જમીન સરકી જાય છે. અરે જગતનો ન્યાય કરનાર ને મેં કોર્ટ માં બોલાવ્યો. અને ત્યાજ જજ રાજીનામું મૂકી વ્રજમાં રહે છે અને પેલા મંદિર માં રોજ જાય છે અને માફી માંગે છે. ભગવાન માફ કરજો. મારાં કારણે તમારે કોર્ટ માં આવવું પડ્યું.

આ તાકાત છે. ભક્તિ અને શક્તિની સત્ય કથા આધારિત માયાભાઇ આહીરની કથામાંથી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract