Manishaben Jadav

Tragedy Inspirational

4.8  

Manishaben Jadav

Tragedy Inspirational

પૂર્વજોને શ્રદ્ધાંજલિ

પૂર્વજોને શ્રદ્ધાંજલિ

1 min
225


ભાદરવો મહિનો આવે એટલે પૂર્વજોના શ્રાદ્ધ ચાલુ થઈ જાય. શ્રાદ્ધમાં નવી નવી વાનગીઓ તેમજ ખીર પુરી બનાવીને કાગને ધરાવીએ.

આશિષભાઈના બા ગુજરી ગયા તેના ત્રણ વર્ષ પૂર્ણ થયા. તેનું આ વર્ષે પહેલું શ્રાદ્ધ હતું. આશિષભાઈ અને તેની પત્નીએ સવારે વહેલા ઊઠીને નવી નવી વાનગીઓ બનાવી કાગને બોલાવી શ્રાદ્ધ પૂર્ણ કર્યા.

ગામમાંથી આજુબાજુના પડોશીઓને જમવા આમંત્રણ આપવામાં આવ્યું. બધાને શાંતિથી અને હોંશે હોંશે જમાડ્યા. ત્યાં પડોશમાથી આવેલા જોશનાબેન બોલ્યા, જેટલા ઉત્સાહપૂર્વક લોકોને જમાડ્યા. એટલા ઉત્સાહથી જો તમારા બાને જમાડ્યા હોત તો તેઓ આજે જીવિત હોત.

સાચું શ્રાદ્ધ તેમને જીવતા સાચવો તે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy