Manishaben Jadav

Inspirational

4.9  

Manishaben Jadav

Inspirational

રૂપનું અભિમાન

રૂપનું અભિમાન

1 min
309


વાહ, કેટલી સુંદરતા જોતા જ મન આકર્ષિત થઇ જાય. નજર હટે જ નહિ. કુદરતે પણ નિરાંતે બનાવી હશે.હા આ કોઈ પ્રાકૃતિક સ્થળ નહી. પણ વાત છે એક છોકરીની. નામ પણ એવું જ જેવું રૂપ. રૂપલ.

રૂપલ એક ચૌદ વર્ષની છોકરી છે. સુંદરતા એનામાં એટલી કે કોઈ પણ વસ્તુ તેની બાજુમાં મુકો ફિક્કી જ લાગે. બધી રીતે સુંદર પણ એક અવગુણ. તેને તેના રૂપનું ખૂબ અભિમાન.એ સામાન્ય છોકરીઓ સાથે તો વાત પણ ન કરે. વાત પણ હંમેશા રૂપ વિશેની જ કરે. શાળામાં ભણવા જાય ત્યાં પણ એનું એક અલગ જ ગૃપ. જે સુંદર અને રૂપાળી છોકરીઓ હોય તેનું ગૃપ. બીજી છોકરીઓની મશ્કરી કરે. તેને કોઈ જાતની મદદ ન કરે.

એક વખત બન્યું એવું કે રૂપલ ચાલીને જઈ રહી હતી. રસ્તામાં તેનો પગ ગટરમાં અટવાયો અને નીચે પડી ગઈ. આખું શરીર ધુળ અને માટીથી લથપથ. બધી છોકરીઓ તેની મજાક ઉડાવે. તેની સુંદર રૂપ જાણે માટીમાં ભળી ગયુ. દેખાવડી કોઈ સહેલી કે જેની સાથે એ સતત રહી તેમાંથી તેની મદદ માટે કોઈ ન ગયું.

પણ એક સહેજ શ્યામ વર્ણવાળી છોકરી કે જેની તે હંમેશા મજાક ઉડાવતી તેણે તેને ઊભી કરી અને ઘરે પહોંચાડવામાં મદદ કરી.ત્યારથી તેને રૂપનું અભિમાન ઉતરી ગયું અને તે બધાની મિત્ર બની ગઈ.

તેને સમજાય ગયું કે જીવનમાં સુખી રહેવા માટે રૂપ જરૂરી નથી. એના માટે તો સ્વભાવમાં રહેલા ગુણ જરૂરી છે. આથી કોઈનું મૂલ્યાંકન માત્ર રૂપ આધારે કરવું એ ખોટું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational