sureshbhai patel

Others

3  

sureshbhai patel

Others

શિક્ષણ અને કેળવણી

શિક્ષણ અને કેળવણી

3 mins
157


શિક્ષણ.

શિક્ષણ વિશે અત્યાર સુધીમાં ઢગલાબંધ લેખો લખાયાને પુસ્તકો છપાયા છે.લખીને શું.. ?

જનતા વાંચે છે. વાંચીનેય શું.. ?

કોઈપણ વિચાર કે વસ્તુ ને આકાર આપી દીધો. પછી શું.. ?

શિક્ષણનો શિ = શિસ્ત/આદર /વેદોએ બતાવેલી રીતિનીતિ.

ક્ષણ = પળ /સમય.

ક્ષણનો તાલમેળ સાધીને કણનું ઉપાર્જન કરવું /મેળવવું.

માનવ જીવનમાં રોટી, કપડાંને મકાન, એ મુખ્ય જરૂરિયાત છે. મનુષ્ય જીવનને સાર્થક કરવા એથી વિશેષ જોઈએ શું.. ?

શિક્ષણ = માહિતી અથવા જાણકારી.

એમાંય આજના કાળમાં માહિતી કેટલી સત્ય મળે, એ તો કુદરત જ જાણે છે.

એમાં ઘણા ખરા વિષય પર વિભિન્ન મંતવ્યો જોવા મળે છે. આને કારણે માણસને સાચી માહિતીથી વંચિત રહે છે, તેથી સત્યથી દૂર થતો જાય છે, આમ, ઘણી વાર કચાશથી રસ્તો બદલાતો જાય ને, વ્યવહાર અને વ્યવસાય, અધઃ પતન તરફ દોરી જાય છે. આવી, ભણતર તરીકે મળતી માહિતી અધૂરી કે ખોટી હોવાના કારણે સમસ્યાઓ પળે પળ વધવાથી માણસ ખોટા અને ઝડપી સમાધાન તરફ વળે છે. એમાં એક ખોટું બીજું ખોટા કાર્યો કરાવે છે. આમ, વધુ વેગથી માનવ જીવન નીચે પડે છે. સત્ય માટે હવાતિયાં મારે, પણ સત્ય ક્યાંથી જડે.. ?

આખરે તો માનવ જીવન જ પડે છે.ને. પડેલો પોતે બેઠો થઈ શકતો નથી, એ અન્યને ક્યાંથી બેઠો કરી શકે.. ?

સમયની બરબાદી થાય, નવું ને સારું તો ઠીક છે. જુનુને સાચું પણ ગુમાવતો જાય છે. સમસ્યાઓના ઘેરાવામાં દોડતો માણસ પૂરું સાંભળતો નથી. ભાગદોડમાં અધકચરી માહિતીમાં કેટલુંક ભૂલતો જાય, ને કેટલુંક મન ઘડત ઉમેરતો જાય છે. છેવટે નુકસાન તો માણસને જ થાય છે. અંતે કેટલોક પસ્તાય ત્યાં જીવનનો છેડો આવી જાય છે.આવી રીતે છાશવારે બદલાતી માહિતી /પરંપરાઓનું વિષ ચક્ર ચાલતું રહે છે.

જોનાર આપણો વારસો પણ, આજ બોધને અનુસરણ કરતો રહે છે. પોતાના પગ પર કુહાડા પોતે મારતો રહે. એટલે શિક્ષણ કે માહિતી ક્યાંથી અને કેવી મેળવવી જોઈએ. એ ખુબ અગત્યનું છે. આજકાલ નું શિક્ષણ તો રોટલોય રળી આપતું નથી. એ જીંદગી શું સાર્થક કરવાની હતી..? આવું ભણતર શું કામનું..? એને ભણતર નહીં માત્ર અક્ષર ઓળખ જ કહેવાય. શિક્ષણ નહીં.

   આજે શિક્ષણને લોકો 'જ્ઞાન' કહે છે. શિક્ષણ અને જ્ઞાનમાં આસમાન જમીનનો ફર્ક છે. શિક્ષણ પુસ્તકોમાં લખાયું-છપાયું છે. જયારે જ્ઞાન જાત અનુભવથી જ મળે છે. આજ સુધી જ્ઞાન કોઈ પુસ્તકમાં છપાયું નથી. કદાચ અનુસંધાન મળે, તો એ પણ ગૂઢ ભાષામાં મળી આવે. માણસ પાસે વેદો, પુરાણો જેવાં શાસ્ત્રો સમજ પૂર્વક અભ્યાસ કરવાનો સમય જ ક્યાં છે. હજી એનો અર્થ કે ઉકેલ મળી કે આપી શકે એવો કોઈ પંડિત પાક્યો નથી..! કદાચ સંત-મહાત્મા મળી પણ જાય, સંજોગો વસાત કદીક ભેટો થઈ જાય, તો ઓળખી ના શકે, કદાચ ઓળખ થઈ જાય તો, જ્ઞાન પ્રાપ્ત કરી ના શકે..! અણીશુદ્ધ પાત્રો મળતા જ નથી, ને એમની જીજ્ઞાશા પણ નથી. કારણકે પાત્ર જોઈને જ્ઞાન પીરસાય.

શિક્ષણ પળેપળમાં સાત્વિક રીતે સાર્થક કરનારું હોવું જોઈ.

શિક્ષણ યોગ, આયુર્વેદ, કૃષિ, ગૃહ ઉદ્યોગ, હુન્નર, કલા-કળા અને નીતિશિક્ષણ આધારિત હોવું જોઈએ.

કેળવણી.

રામાયણમાંથી એક ઉદાહરણ જોઈએ કે શ્રી રામના 14 વર્ષના વનવાસ કાળ દરમ્યાન રાવણ, ઋષિના રૂપમાં સીતામાતાની મઢીએ ભિક્ષા માગવા આવેલા. લક્ષ્મણ રેખાની મર્યાદામાં રહીને ભિક્ષા આપતાં, ભિક્ષા લેવાની ના કહીને ચાલતા થયા, સીતાજીએ હાક મારીને કીધું.. કે

"રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય"..!

મારે આંગણે આવેલ ભિક્ષુક ઠાલા હાથે ન જાય.નહીંતર મારું કુળ લાજે.

 હવે વિચારો કે રઘુ -> દિલીપ -> અજ -> દશરથ -> અને રામ.

રઘુ રાજાની પાંચમી પેઢીની પુત્રવધુમાં વંશ પરંપરાગત કેવા સંસ્કારનું સિંચન થયું હશે..! શું એમના પરિવારમાં વાદ- વિવાદ, સંઘર્ષ નહીં થતા હોય..? વિવેકને વ્યવહાર જીવનમાં વણી લઈ પરંપરાને અવિરત વળગીને સાથે ચાલવું, એ નૈતિક ફરજ સમજીને ઘર, પરિવાર, ગામ, સમાજ, દેશકાળને લક્ષમાં રાખીને જીવન વિતાવ્યા, ત્યારે આજેય સમાજ તેઓને યાદ કરે છે. આજકાલ તો બીજી પેઠીનેય કોઈ ઓળખતું નથી. એ વિદુર અને વિભિષણ નીતિને શું ઓળખાવાની..? માટે પાયામાં નૈતિક, પ્રામાણિક, અણી શુદ્ધ કેળવણી હોવી જોઈએ.

આજકાલની વહુ અને સીતાજીમાં સંસ્કારોનું કેટલું મોટું અંતર છે. કુળની પરંપરા પ્રમાણે ચાલનારી વહુઓ જોવા કે સાંભળવા મળે ખરી છે.. ? કદાચ મળે તો જૂજ.

શિક્ષણ, ભણતર અને કેળવણીમાં મોટું અંતર છે.ખરેખર, ભણતર સાથે ગણતર હોવું જ જોઈએ. કદાચતર ઘટશે તો 25 વર્ષે નાગરિક યુવાન બહાર પડશે. અને ઋષિકાળ જેવું પુનઃ જીવનધોરણ વિક્સશે..!


Rate this content
Log in