Zala Rami

Inspirational

3  

Zala Rami

Inspirational

સ્નેહના સમીકરણ

સ્નેહના સમીકરણ

4 mins
577


'અરે રમેશભાઈ તમે ! બોલો કેમ છો ? શું ચાલે છે ? તમારો દીકરો શું ભણે છે ? અરે હા યાદ આવ્યું એતો ગુજરાતી માધ્યમમાં ભણે છે સરકારી સ્કૂલમાં...'ખંધુ હસતા નરેશભાઈ બોલ્યા.

'નરેશભાઈ મારો દીકરો તો ઈંગ્લીશ મીડીયમમા ભણે છે દસ લાખ ભર્યા દસ લાખ. ફટાફટ અંગ્રેજી બોલે. ખુબજ હોશિયાર છે ખૂબજ...ગર્વથી બોલે છે.'

'વાહ નરેશ ભાઈ !ભાભીને મારી યાદ આપજો...'

નરેશભાઈને ગરીબી અને મધ્યમવર્ગીય લોકોથી ખૂબજ નફરત હતી એટલે જૂનું ઘર બદલી વૈભવશાલી બંગલામાં રહેવા આવી ગયા. હાઈ ફાઈ વિસ્તાર.

'શિવમ બેટા દિલ્હીની બેસ્ટ સ્કૂલમાં તારું એડમિસન લીધું છે તારે ખૂબ મહેનત કરવાની છે એનો સમાન પેક કરતા મીના એને સમજાવે છે. જો બેગમાં સાઈડ પર લાડૂનો ડબ્બો મૂકું છું, ખાસ તારા માટે બનાવ્યા છે.'

'આહ મોમ !ત્યાં બધું મળે છે. પપ્પા પ્લીઝ મોમને સમજાવોને !'

'બેટા તું રાખ ને તારી મોમ કેટલા પ્રેમથી તને બનાવીને આપે છે.'

'ઓકે ડેડ...'

'મોમ ડેડ બાઈ ! આઈ મિસ યૂ.'

'આરવ બેટા અમદાવાદ ધ્યાનથી ભણજે. તને ખબર છે ને આજે તારી સ્કૂલ ફી શાકભાજી વેચી...'

'હા મમ્મી ! મને યાદ છે હું મન દઈને ભણીશ. તું ચિંતા ના કરે. હું કઈ નથી ભૂલ્યો. ભૂલી તો તું ગઈ મા !તારા હાથના બનાવેલા લાડુ. મને ખૂબ ભાવે, પ્લીઝ બનાવી દેને ! ત્યાં જઈશ પછી તો નહિ મળે !'

'હા હા મને યાદ છે બનાવી જ રાખ્યા !' જતી વખતે કરૂણ વાતાવરણ સર્જાય છે.

સમય વિતતો જાય છે. શિવમે દિલ્હીમાં અને આરવે અમદાવાદમાં કોલેજમાં પ્રવેશ કર્યો. નરેશભાઈ શિવમની હોસ્ટેલ પર મળવા જાય છે. ડેડને જોઈ ખુશ થવાને બદલે ગુસ્સે થાય છે. અરે ડેડ તમે અહીં કેમ આવ્યા ?'

'બેટા તને મળવા અને જોવા.'

'અરે ડેડ મારાં હાઈ ફાઈ મિત્રો સામે તમને મળતા મને શરમ લાગે છે.'

દીકરાના અપમાનજનક શબ્દો સાંભળી દુઃખ થાય પણ કડવા ઘૂટડા ગળી જઈ :'બેટા તારી માએ તારા માટે લડ્ડુ મોકલ્યા છે.'

'ઓહ ! મોમ પણ સુધરતી નથી ખબર નથી પડતી કે મારો સ્વાદ બદલાય ગયો છે ? લાડુ... માય ફૂટ.... રસ્તે બેઠેલા ભિખારી સામે ડબ્બો ફેંકે છે.'

નરેન્દ્રભાઈનું હૃદય દ્રવી ઉઠે છે. બેટા તારી માની લાગણીને પ્રેમને આમ રસ્તે ભિખારીને.. ભારે હૈયે ઘરે જાય છે.'

આ બાજુ રમેશભાઈ અને સુમન એના દીકરા આરવને મળવા અમદાવાદ આવે છે. આટલી વિશાળ કોલેજમાં આરવ ને શોધવો ક્યાં ?  ગડમથલમાં તેણએ ત્યાં ઉભેલા છોકારોને કહ્યું, એક વિદ્યાર્થી એ કહ્યું 'અંકલ અહિં રહો હું આરવને બોલવું છું.' મા બાપ મળવા આવ્યા એ સાંભળી આરવ હરખમાં આવી ગયો. માતા પિતાને દોડીને ભેટ્યો, 'મમ્મી પાપા તમે ? હું તમને ખૂબ યાદ કરતો હતો. પાપા સારૂ કર્યું તમે આવ્યા. મમા તારા હાથના લાડુ લાવી કે નહિ ? હું ખૂબ યાદ કરતો હતો.'

'કોને મને કે લાડુને ?'

'બંનેને...'

'હા હા હું નથી ભૂલી..'

મારો દીકરો શહેરમાં આવીને પણ સંસ્કાર નથી ભૂલ્યો. આરવને જાણે કિંમતી ખજાનો મળ્યો હોય એમ ખુશ થાય છે. શિવમ અને આરવ ગ્રેજ્યુએશન અને માસ્ટર પુરૂ કરે છે. બંને ને પોતાના ફિલ્ડમાં સારી નોકરી મળે છે હેલો ડેડ મોમ બે દિવસ પછી મારે ઓફિસમા પાર્ટી છે તમારે આવવાનું છે કહી ફોન કાપી નાંખે છે. બંને વ્યથિત થાય છે. દીકરાએ પાર્ટી માટે યાદ કર્યા એ જાણી ખુશ થાય છે. પુત્ર કુપુત્ર થાય માવતર કમાવતર ના થાય. બંને દિલ્હી જાય છે. દીકરાની પ્રગતિ જોઈ ગર્વ થાય છે.

લેડિઝ એન્ડ જેન્ટલમેન થૅન્ક્સ અ લોટ ! આપ સર્વ એ અહીં પધારી મારો પ્રસંગ રૂડો બનાવ્યો. આજે મારાં જીવનમાં મહત્વના કોઈને ઈન્ટ્રોડ્યૂસ કરવા માંગુ છું સાંભળી નરેશભાઈ અને મીનાબેન ઉભા થાય છે ત્યાં શિવમનો અવાજ ગુંજ્યો સો લેડીઝ એન્ડ જેન્ટલમેન મોસ્ટ વેલકમ !માય બેહાલ્ફ માય

મોસ્ટ બ્યુટીફૂલ વાઈફ મિસિસ આરોહી શિવમ..

દીકરાની આ ઘોષણાથી મીનાને હાર્ટ એટેક આવે છે અને હોસ્પિટલ લઇ જાતા રસ્તામાં મૃત્યુ પામે છે. મહિના પછી આરોહી અને શિવમ નરેશભાઈને બંગલે આવે છે. બંગલો પોતાના નામે કરી પાપા ને કહે છે તમે તમારો રસ્તો શોધી લ્યો આ બધી જ મિલકત હવે મારી છે. બધીજ વિગત આરોહીને એ જણાવે છે.

આરોહી કહે 'જા આરવ જા તું તારા તારા જન્મદાતાં નો ના થયો તો મારો શું થવાનો.' આજથી તારા અને મારાં રસ્તા અલગ છે.

રસ્તામાં રમેશભાઈ નરેશભાઈને મળી ગયા તેણ એ બધી હકીકત કહી. લાખ રૂપિયા ભરી મારા દીકરાને ભણાવ્યો મારા દીકરાએ એ લાખના બદલે મારા સપનાઓ, અરમાનો બાળીને રાખ કર્યા.

આરવ અને આરોહી ધીમે ધીમે મળે છે આરવને એનો સ્વભાવ ગમે અને એ આરોહી સાથે લગ્ન કરવા માવતરને કહે છે. આરોહી જેવી ગુણિયલ સ્ત્રી મળે એ તો સદ્ભાગ્યની વાત છે. બંનેના લગ્ન થાય છે.

શિવમ પણ બીજા લગ્ન કરી લે છે

તીસ વર્ષ બાદ...

હેલો મિસિસ આરોહી, એક કાર અકસ્માતમાં આરવનું મૃત્યુ થાય છે. આરોહીને ખૂબ આઘાત લાગે છે. આરવ મને અને નિલને એકલા છોડીને ક્યાં ગયા..

દસ વર્ષ બાદ

આવો મા !! શાલોની આરોહીનો હાથ પકડીને. આજ તમારા જન્મદિવસે તમારી પ્રિય દાળબાટી આ નાના એવા ધાબામાં! નીલ પ્રેમપૂર્વક માને જમાડે છે .

આ બાજુ શિવમ ના દીકરા વહુ  દગાથી મિલકત પડાવી એને કાઢી મૂકે છે. જે આરોહીને મળે છે. આરોહી તેને જમવા આપે છે.

શિવમ : 'મારાં દીકરાએ મને કાઢી મૂક્યો....'

આરોહી : 'મારાં દીકરા વહુ મારાં જન્મદિવસે મને જમવા લઇ આવ્યા.'

'હું મારાં પાપની સજા ભોગવી રહ્યો છું.'

'અને હું મારા પૂણ્યનું ફળ ભોગવી રહી છું.'

જિંદગી એ રમત એવી રમી... ખેલાનારા ક્યાં વિખરાય ગયા ખ્યાલ ના આવ્યો. સ્નેહના

સમીકરણ આ ખેલમાં બદલાય ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational