Nisha Shukla

Romance

4  

Nisha Shukla

Romance

સંવેદનાની મીઠાશ

સંવેદનાની મીઠાશ

1 min
261


આજ ગોપી ખૂબ થાકેલી હતી. થાક તો લાગેજ ને ? ખેતરમાં ત્રણ, ચાર કલાકથી કામ કરતી હતી. થાકી ગઈ હતી એટલે જરાક વિશ્રામ લેવા ક્યાંક આશરો શોધતી હતી. આશરો લેવા ખેતરના શેઢેથી પાછી વળતી હતી ત્યાં કાંટાળી વાડ હતી.

ગોપીને જોતાં જ કિશન બોલ્યો," ગોપી જરા જાત સાચવજે હો. છીંડામાં કાંટા છે. ક્યાંક કાંટો તને ચૂભે નહીં.

પ્રૌઢ અવસ્થાએ પહોંચેલા પતિ પત્નીનો પ્રેમ અકબંધ હતો. કોઈની નજર લાગી જાય એવો. જૂની યાદો સવાર થઈ. કિશને ગોપીને ચેતવી પણ ખરી છતાં છીંડામાંથી પસાર થઈને કાંટો વાગ્યોય ખરો.

 આજથી બરાબર 30 વર્ષ પહેલાં આજ રીતે જનાવરને હાંકવા છીંડામાંથી પસાર થઈ હતી ત્યારે કાંટો વાગ્યો હતો ને લોહી પણ નીકળ્યું હતું ને હું રડવા લાગી હતી ત્યારે મને છાની રાખવા તે મને ચોકલેટ આપી હતી. એ કાંટાની વેદના-સંવેદના મીઠાશમાં પલટાઈ હતી એ ઘટના આજે તાજી થઈ.

 કિશને એકદમ નજીક આવી વ્હાલથી કહ્યું, "તને ચેતવી તો હતી છતાં કાંટો વાગ્યો ને !"

ગોપી હળવેકથી ઊભી થઈ,કિશને હાથ આપ્યો અને બોલી "આ કાંટા કરતાં પેલા કાંટાની વેદના- સંવેદના આજે પણ ક્યાં ઓછી થઈ છે ! આજ તારી પાસે ચોકલેટ નથી એ જ.

આમ ગોપી ને કિશન મીઠી યાદ માણતા એકબીજામાં એવા મશગુલ બની ગયા કે સાંજ ક્યારે ઢળી ગઈ એનું પણ ભાન ન રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Romance