રચનાઓ મીના શાહની

Tragedy Fantasy

3.6  

રચનાઓ મીના શાહની

Tragedy Fantasy

સપનું અને સત્ય

સપનું અને સત્ય

1 min
135


'મંચ પર તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો. નેહા ખુશ ખુશ હતી. તેનો લાડકો દીકરો યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો હતો. સહર્ષ તેણી આ પ્રસંગને માણી રહી હતી. પતિથી છુટા થયા બાદ એકલપંડે નિતેશને તેણીએ મોટો કર્યો, ભણાવ્યો અને આજે આ સ્તર પર  તે પહોંચી ગયો. નિતેશ પર તો ગર્વ થયો જ પરંતુ પોતાની જાત પર પણ ગર્વ અનુભવ્યો. એકલા હાથે દીકરાને ઉછેરી, ભણાવીને અહીં પહોંચાડ્યો. 'મોબાઈલની રીંગ વાગી અને તેણીની આંખ ખૂલી ગઈ. કેટલું સુંદર સ્વપ્ન હતું. કાશ આ સપનું સાચું પડે .

મોબાઈલ ઉપાડ્યો. દીકરાનો જ ફોન હતો. કોલેજમાંથી સીધો તે તેના પપ્પા પાસે ચાલી ગયો હતો. કહેતો હતો 'મોમ તને તો મને ભણાવવામાં જ રસ છે. તારે મને યુએસએ મોકલવો છે .પણ મને જરા પણ ઈચ્છા નથી. પપ્પા પાસે જ રહીશ. તેમના જ ધંધામાં જોડાઈને ધંધો વિકસાવીશ. તને કશી જરૂર હોય તો કહેજે. હું ચોક્કસ તને મદદ કરીશ. અને નેહા ફોનની સામે જ જોઈ રહી. રેડિયો પર ગીત વાગી રહ્યું હતું 'સપના મેરા તૂટ ગયા'.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy