jagruti zankhana meera

Romance Tragedy Classics

4  

jagruti zankhana meera

Romance Tragedy Classics

વાચાળ આંખો

વાચાળ આંખો

2 mins
271


સોમનાથનો દરિયો પૂનમની ભરતીમાં ઉછળી રહ્યો હતો. નાનપણમાં માનું અવસાન પંદર વર્ષની પૃથાને ધીર-ગંભીર બનાવી ગયું. પપ્પાએ પોતાને ધંધામાં વ્યસ્ત કરી નાખ્યાં. જેની પથારીવશ કાયાની હૂંફમાં પોતાને સુકૂન મળતું તે દાદીનાં મૃત્યુ પછી તો પૃથાએ માત્ર આ દરિયાને જ દોસ્ત ગણ્યો હતો. શિવ-દર્શનનો માનો નિયમ હવે પૃથાની આદત બની ગયો હતો. રોજ સાંજે એક કલાક દરિયે બેસી મનોમન દરિયાનાં મોજાં સાથે સંવાદ કરતી, પછી સાયં આરતી કરી ઘરે જતી.

છેલ્લાં કેટલાક વખતથી તેનુું શાંત એકાંંત થોડું ડહોળાયું હતુું. પાંચ મિત્રોનું જૂથ ત્યાં આવતું. ત્રણ ગાતાં, એક વાયોલિન અને એક વાંસળી વગાડતો. તેઓ કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહ્યાં હોય તેવુુું લાગતુું હતું. પ્રેક્ટિસ પૂૂૂૂૂરી થાય પછી રોજ છેલ્લે પેેેેેલો વાંસળીનાં મધૂર સૂર વહાવતો. પૃથા અને દરિયે આવનાર બધાં મંત્રમુગ્ધ બની જતાં. વળી વિશેષતા એ હતી કે તે યુવકની આંખો જ્યારે વાંસળી વગાડ્યા પછી ખૂલતી ત્યારે તે સીધો પૃથા સામે જ જોઈ રહેતો ! બંનેની નજર મળતાં પૃથાની નજર ઢળી જતી. તે પૃથા પાસેથી પસાર થઈ ઘરે જતો ત્યારે અપલક નજરે તેને તાકી રહેતો. 

એકવાર પૃથાએ તેને હિંમત કરી સ્મિત આપી દીધું. પેલો યુવક હસ્યા વગર ત્યાંથી જતો રહ્યો. પ્રેક્ટિસ દરમિયાનની વાતચીત વખતે પણ કશું ન બોલી દરિયા અને પૃથાને તાકી રહે પણ સ્મિત ન ફરકાવવાની, કશું ન બોલવાની તેની ચેષ્ટાથી પૃથાને તે અભિમાની લાગ્યો. 

એક દિવસ તબિયત સારી ન હોવાથી પૃથા દરિયે ન જતાં આરતી સમયે સીધી મંદિરે ગઈ. પાછા ફરતાં તેની નજરો તે યુવકને શોધી રહી હતી. ત્યાંજ પાંચેય પ્રેક્ટિસ આટોપી જઈ રહ્યાં હતાં. પૃથાએ નોંધ્યું કે પોતાની બેસવાની જગ્યાએ નજર કરી રહેલો તે યુવકનો ચહેરો પોતાને ન જોવાથી વિલાઈ ગયો. પૃથા જાણીજોઈને એ જ સમયે તેની સામે આવી. તેની આંખોમાં પૃથાને જોઈ અજબ ચમક પથરાય પણ ફરી એ જડવત્ બની જતો રહ્યો !

બીજે દિવસે પૃથા સામેથી વાત કરવાનું નક્કી કરી દરિયે ગઈ. આકરી પ્રતિક્ષાની કપરી ક્ષણો વીતી ગઈ પણ તેઓ પાંચેય આજે ન દેખાયાં. પૃથાની ફરિયાદી આંખોમાંથી ખરેલ આંસુ દરિયાની ખારાશમાં ભળી ગયાં. નિરાશ પૃથા આરતી કરી ભારે હૈયે ઘરે જતી હતી ત્યાં પેલો વાયોલિન વગાડતો યુવક આવ્યો. પૃથાએ તેને પૂછી લીધું,"તમારી સાથે વાંસળી વગાડતાં તમારા મિત્ર..!"

પેલાંએ કહ્યું, "અમે તૈયારી કરતાં હતાં તે સ્પર્ધા આજે જીતી ગયાં પછી તે શહેર છોડી ક્યાંક જતો રહ્યો છે. આ ચિઠ્ઠી તમને આપવાનું કહ્યું હતું. પૃથા કંઈ પૂછે તે પહેલાં તે યુવક જતો રહ્યો. પૃથાએ કાગળ ખોલ્યો. 

"વ્હાલી મૃગનયની, 

તારી આંખોને હૃદયસ્થ કરી સદા માટે દરિયાથી દૂર જાવ છું. મારી પાસે વાંસળીનાં સૂર છે પણ વાચા નથી. તારી વાચાળ આંખોને મારે સૂની ન્હોતી કરવી. મને માફ કરજે." 

પછી પૃથા સાથે દરિયો પણ રડ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance