Shanti bamaniya

Drama Romance

2.6  

Shanti bamaniya

Drama Romance

વરસાદ એટલે કુદરતી અહેસાસ

વરસાદ એટલે કુદરતી અહેસાસ

5 mins
246


પ્રથમ વરસાદમાં પ્રથમ મુલાકાત પણ ગજબ કરી ગઈ,જૂની યાદોને તાજી કરી ગઈ.

લાગણીઓના આંસુ વહી ગયા ઝાપટા માં,

તારી યાદોનું ઝાપટું પણ ગજબ કરી ગયું.

એવા પણ મોસમ જોયા છે, ખૂબ પલળતા લોકોને અંદરથી કોરા જોયા છે.

વરસાદના પાણીથી ખુશ થઈને આ મારા બગીચાના છોડ જાને નાચગાન કરી રહ્યા છે અને આ ઘરની દરવાજાની સામે ઊભેલો આ લાઈટ નો થાંભલો પણ જાણે ખુશ થઈ ગયો હોય એવું લાગતું હતું પણ એની ખુશીનું શું કારણ હશે ? કઈ સમજાતું નહોતું.બધા જ ખુશ દેખાઈ રહ્યા છે.

આ નિર્જીવ વસ્તુને વળી શેની ખુશી હોય ? ખરું કહેવાય વરસાદ જોઈને આ પકૃતિ તો પાગલ થઈ ગઈ છે..

પણ આ ઉદાસ થઈ ગયેલ મયુર ને તો એવું જ લાગી રહ્યું હતું કે એના સિવાય બધા જ ખુશ છે.મારી આસપાસની બધી જ વસ્તુઓ આ વરસાદના આગમનની રાહ જોઈ રહી હતી અને તેને આવેલ જોઈને નાચગાન કરી રહ્યા છે .આ વરસાદ, વાદળ, પાણીથી કાઈ જ ખુશી મને તો નહોતી થઈ રહી.

રશ્મી ના જવાથી તેની જિંદગી તો એકલતાથી ભરેલી નિરાશ, દુઃખો થી ભરેલી બની ગઈ હતી.એક વર્ષ પહેલા એક છોકરી ને વરસાદ માં મળવુ તેની જોડે પલળતા પલળતા જોડે જોડે કોલેજમાં જવું, તેની સાથે ફરવું,મારુ એકરાર કરવું અને તેનું ના કહેવું.મને એમ કે તે પણ મને પ્રેમ કરતી હશે.. તેની દોસ્તી ને હું પ્રેમ સમજી બેઠો હતો.. તેને મને કહ્યું કે" આપણે તો ખાલી મિત્ર છીએ હું તો કોઈ બીજાને પ્રેમ કરું છું.

આપણે હવે પછી ની લાઈફમાં ક્યારેય નહીં મળીએ બંનેના રસ્તા અલગ છે .તારા મનમાં જે પણ હોય ભૂલી જજે."

આજે તેના ગયે બે વર્ષ વીતી ચૂક્યાં છે પણ તે ક્યારેય મને ભૂલાઈ નથી.

વરસાદ વરસતા જોઈએ તે ગમગીન થઈ ગયો હતો,તેના આંસુ વરસાદમાં કતાર બનીને ટપકી રહ્યા છે.

એટલામાં તો અચાનક એક છોકરી દેખાઈ જે વરસાદની મજા લઈ રહી હતી.

બારીની બહાર તેને હું જોતો રહ્યો તેને જોઈને પહેલીવાર મનમાં એવું લાગી રહ્યું છે કે તેનામાં એક ચીનગારીની લહેર દોડી ગઈ હોય.

એને જોતા પહેલા ક્યારેય કોઈ છોકરીને એવી નજરથી નહોતી જોઈ જે આજે આ છોકરીને જોઈને મને એવું લાગ્યું. તેનો મુકાબલો તો કોઈ જ કરી શકે એમ નથી. તેની આંખોમાં ગજબનું આકર્ષણ હતું.તેની આંખો જોઈને હું બધું જ ભૂલી ચૂક્યો હતો તેને જોઈને મને તો શાયરી,ગઝલ, ગીતો ખબર નહીં શું શું યાદ આવી ગયું. એની ચંચળતા જોઈને મારા મનમાં એક ખુશીની લહેર દોડી ગઈ મને લાગ્યું કે...

ફરીથી એકવાર પ્રેમનો જુગાર રમી લેવો છે.

આ છોકરીને મે ક્યારેય પહેલા જોઈ નથી લાગે છે આ ફલેટ માં નવી નવી રહેવા આવી હોવી જોઈએ.હવે તો મને તેને છુપાઈને જોવાની આદત પડી ગઈ હતી.. પણ તેને મળવું કેવી રીતે ?તેની જોડે મુલાકાત કરવી કેવી રીતે ? એ એક પ્રશ્ન હતો..

આખરે એ દિવસ આવી જ ગયો હું ગાડી લઈને નીકળ્યો હતો અને તેને ઉભેલી જોઈ.

જોઈને તો હું હોશ ખોઈ જ બેઠો હતો અને એટલામાં જ ગાડી રોકવા માટે ઊંચો થયેલો તેનો હાથ જોયો..તેને જોઈને એવું લાગ્યું કે ગાડીનુ સ્ટેરીંગ પણ હવે હાથમાં નહીં રહે. શરાબથી પણ શરારા નો નશો એવો ચડ્યો કે ગાડી ને રોકતા રોકતા હું ખુદ સ્ટેરીંગ સાથે ભટકાઈ ગયો..ગાડી લઈને જતા જતા એ જ છોકરી મારી જોડે લીફટ માગશે જેને હું મળવા માનતો હતો તે તો મે સ્વપ્નેય વિચાર્યું નહોતું. તેને મને કહ્યું.

"સોરી હું તમને તકલીફ આપી રહી છું પણ આ વરસાદ આવવાની તૈયારી હોય એવું લાગે છે અને મારે ઈન્ટરવ્યૂ માટે જવાનું હોવાથી બસ સ્ટેન્ડ પહોંચતા પલળી જવાથી મારા ઈન્ટરવ્યુ પર અસર પડી શકે છે.. તેથી મેં તમારી જોડે લીફ્ટ માંગી છે અને મેં તમને બે થી ત્રણ વખત આ મારી સામેના ઘરમાં તમને જોયા હતા.. તેથી એક પડોશીને નાતે તમને તકલીફ આપી.'

'હા મેં પણ તમને ચાર પાંચ દિવસ પહેલા વરસાદની મજા લેતા જોયા હતા. મને લાગે છે તમને વરસાદ ખૂબ ગમે છે.'

'હા મને વરસાદ ખૂબ ગમે.'

આ છોકરીને તેની બાજુ માં બેઠેલી જોઈને એવું મહેસુસ થયું કે તે તો બસ તેણી જ છે.

ફરી આજે પ્રેમ નો પગરવ ચુપકેથી દિલમાં દસ્તક આપી રહ્યો હતો.પ્રેમના પંથે રોકાતા આશાવાદને ઊંચાઈ તો જુઓ વિરહનું પરિણામ મિલન જ હશે એવી આશા આજે મને બંધાઈ છે.

'મારુ સ્થળ તો આવી ગયું લિફ્ટ આપવા બદલ થેંક્યુ.'

તેનુ થેન્ક્યુ સાંભળીને મયુર તંદ્રામાંથી બહાર આવ્યો અને બોલ્યો..

"મારી બેસ્ટ વીશ છે કે તમે ઈન્ટરવ્યુમાં સફળ થાવ."

'ફરીથી તમારો ધન્યવાદ.'

"મારું નામ મયુર છે અને તમારું નામ શું છે હું પૂછવાનું ભૂલી ગયો."

"વાંધો નહીં મારું નામ સુરભી છે."

" મારી ઓફિસ અહીંથી નજીક છે.જો કંઈ પણ કામ હોય તો મને કોલ કરજો આ મારુ કાર્ડ છે એમ કહી મયુરે સુરભી ને કાર્ડ આપતા બોલ્યો તમને જરૂર થી જોબ મળી જશે એટલે આ સફળતા બદલ આપણી પાર્ટી તો પાક્કી જ છે.ઓલ ધ બેસ્ટ"

મયુર તેની ઓફિસમાં બેઠો હતો ત્યાં તેના મોબાઈલ રીંગટોન વાગી કોલ રિસિવ કરતા એક કર્ણપ્રિય અવાજ સંભળાયો..

'હું સુરભી બોલુ છું. મને ફરી ઘરે જવાની લીફ્ટ મળશે ?'

યસ અફકોર્સ.'

સુરભી નો અવાજ સાંભળી ને પહેલી વાર આજે મયુરના મુખ પર સ્મિતની હેલી આવી હતી.

"સુરજ ને કહો કે તારું રાજ જોખમમાં છે .

આજે મેં વાદળોને એક થતા જોયા છે."

મયુર ના મનમાં ફરી એકવાર નવી આશા જાગી હતી.. ફરી તેની લાગણીઓ ને નવી વાચા મળી હતી..બસ હવે ફરી આ વરસાદની આવે અને તેમાં પલડી જવા મયુર નું અંતરનાદ કરી રહ્યું હતું. સુરભીના આવવાના પગરવ દિલને દસ્તક દઈ રહ્યાં હતાં. મનને કોઈક કદીક કોઈ ગમી જાય ત્યારે ભિતરનુ અકળ દર્દ અનાયાસે સમી જતું હોય છે .ઉદાસ ચહેરે મીઠું મધુર હાસ્ય રમી જતું હોય છે . કોઈ જાણી શક્યું નથી કે આ અકળ રહસ્ય અનાદિકાળથી કોણ ક્યારે કોને કેમ અકારણ ગમી જતું હોય છે.

સુરભી ને સામેથી આવતા જોઈને‌. મયુરના મનમાં નવી ઉર્મિઓ જાગી અકારણ અચાનક વાતાવરણ બદલાયું.

જોયા તમને સામેથી આવતા તો કારણ સમજાયું આ વરસાદ આવવાના એધાણ અત્યારે તો દેખાતા નથી પણ મને તે આખો આખો તે વગર વરસાદે ભીંજવી ગઈ.

ભીંજાય જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો..

સુરભી આવીને બોલી' તમારી પાર્ટી પાકી થઈ ગઈ છે.'

"કોન્ગ્રેચ્યુલેશન ઈન્ટરવ્યૂમાં પાસ થવા બદલ."

"બોલો પાર્ટી માટે ક્યાં જઈશું આ એરિયા માટે હું નવી છું મને ખાસ જાણકારી નથી"

"ઘરે જતા જ વચ્ચે જ કોફી શોપ આવે છે..‌ આજે ખાલી કોફી પીએ હવે તો દરરોજ મુલાકાત થતી રહેશે તમારો અને મારો રસ્તો એક જ છે.."

"હા જરૂર એક જ રસ્તો છે તો મળતા રહીશું અને જોવોને કુદરત નો જાદુ પણ અદભૂત છે સવારમાં વરસાદ ના લીધે તમારી ગાડીમાં લિફ્ટ લીધી અને અત્યારે કોઈ જ વરસાદના એંધાણ દેખાતા નથી.."

'તમે મને મળ્યા અને એક મિત્રતાની શરૂઆત થઈ આ કુદરતનો જાદું મને ગમ્યો.'

"હા એક વરસાદ જ એવો છે જ્યારે આવે ત્યારે કુદરતની સૌથી નજીક હોઈએ છીએ એક ઈશ્વરીય અહેસાસનો અનુભવ થાય છે. કુદરત જાણે સીધી આપણી ઉપર પ્રેમ વરસાવી રહી હોય.'


Rate this content
Log in

Similar gujarati story from Drama