Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર

1 min
231

જિંદગીના અવનવા પાઠ શીખવ્યા

જીવનમાં સંઘર્ષ થકી જીવાડયા,

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર...

હતી જ્યાં સાવ પાટી કોરી

એમાં નિતનવા આકાર કંડાર્યા

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર...

પ્રવૃતિસભર તમે વર્ગ બનાવ્યા

બાળકોને ચિંતનાત્મક બનાવ્યા

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર...

પોતે એક જગ્યાએ સ્થિર ઊભા રહીને

વિદ્યાર્થીને લક્ષ્યના રસ્તા ચિંધ્યા

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર...

ભલે ને આવ્યા કષ્ટો હજારો

મહેનતથી એને પાર કરાવ્યા

ઓ ગુરુજી મારા પ્રણામ વારંવાર.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational