Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy Inspirational Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy Inspirational Others

દેવદૂતો

દેવદૂતો

2 mins
81


સફળતા સંઘર્ષ બાદ મળી રે...આ મહેફૂસી સુરક્ષા નથી,

એક વ્યક્તિની અમાનત,

સૌ સરખા હિસ્સેદાર,

આ પર્વ આનંદે મનાવીએ...


રાત ભલે રહી વસમી,

એક દિવસ સોનાનો સૂરજ ઊગે જ છે,

નવી આશા સાથે,

જેટલા સેનાની હકદાર છે,


આઝાદી એટલા જ આમ આદમી છે,

આઝાદીનો પર્વ મનાવી આપણે સૌ મજાથી,

કેટલાક લોહી રેડાયા છે,

તો કેટલાક ઘરના ચૂલા નથી પેટાયા,

આઝાદી માટે સૌ જનતા સમાન હકદાર છે,


દેશની સુરક્ષા...કરે સેનાની,

પોલીસ

દેશને સ્વચ્છ,

રાખે સફાઈ કામદાર,

આપણે સો નવયુવાનો આપીએ શ્રદ્ધાંજલિ નવ ભૂલીએ બલિદાનને દેશદાઝ સદા સળવળતી રાખીએ...


ડોક્ટર નર્સની ભૂમિકા કોવિડ સમયમાં રહી મજાની,

શું પરિવાર,

ને શું કુટુંબ ત્યજી દેશ ખાતર યોગદાન પોતાના આપ્યા,

કોવિડના પકડમાં આવી પ્રાણ ગવાયા,

ન હતો અંગત સ્વાર્થ ન હતો કોઈ પ્રસિદ્ધિનો લોભ

ફરજ ને દેશપ્રેમ દેશસેવાનો જુસ્સો દિલમાં સળવળતો હતો,

તે પ્રેમને વંદન છે,


ખેડૂતોએ રાત દિવસ કાળી મહેનત કરી અનાજ પૂરું પાડ્યું માટે તો પોષક કહેવાય છે,

નથી કોઈ કામ નાનુ...એ શીખ આપી.


શિક્ષક જે સમગ્ર દેશના ભાવિ નાગરિકો તૈયાર કરે છે,

એક શિક્ષક આખાય દેશનો નકશો બદલે એટલી તાકાત ધરાવે છે,

આવી જળહળતો પ્રતિભાશાળી વર્ગ શિક્ષકો પણ શેરી શિક્ષણ આપી,

હરતીફરતી શાળા,

જેવી કામગીરી કરી વિદ્યાર્થીઓને જ્ઞાન પિરસ્યુ,


વૈજ્ઞાનિકઓએ નવી શોધો કરી દેશને પ્રગતિશીલ બનાવવા યોગદાન આપ્યું,


પાઈલટ અભિનંદને તો પાકિસ્તાનમાં હિંદુસ્થાનના પાણીની તાકાત દેખાડી,

દુશ્મનોને પરિચય આપ્યો પોતાની તાકાતથી...


કારીગર વર્ગ સેવા પૂરી પાડે,

દેશની તમામ જનતાને...માટે તો કારીગરવર્ગ પણ દેશનું હૃદય કહેવાયા છે...


વાત રહી જે મોંઘવારીમાં પિસાતો રહ્યો હોય,

કોઈપણ નિયમો આવે એના થકી બે પડી ઘંટીમાં અનાજની જેમ સતત પિસાતો રહ્યો હોય,

એવો સામાન્ય માણસ બનવું પણ નથી ખાઈ માટીના ખેલ,

સરકાર પણ એ જ બનાવે છે,

સામાન્ય માણસની ભૂમિકા નિભાવવી નથી સહેલી વ્હાલા....


સૌ સમાન છે ન તો વ્હાલા કે ન દ'વાલા સૌ ભેગા મળી દેશ નિર્માણ પામ્યો છે,

તો સૌ કોઈ "રિયલ હિરો" થયા ને...


રિયલ હિરોની કામગીરી હોય છે એક કદમ આગળ

ત્યાં ન મોહ આવે કે લોભ ફરજોને મહત્વ અપાય...આમ જ આ પર્વ મજાથી ઉજવાય પરંતુ વીરોના બલિદાનને ન વિસરવું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy