Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આવ્યો હોળીનો તહેવાર

આવ્યો હોળીનો તહેવાર

1 min
162


હું લાવું રંગબેરંગી રંગ,

તું બનાવ રંગોળી,

ચાલને આપણે રમીએ હોળી હોળી,


નફરત, ઈર્ષ્યા, અદેખાઈ, બુરાઈને આગમાં દઈએ હોમી,

ચાલને આપણે રમીએ હોળી હોળી,


તારા અહંકારને નાંખ ફુગ્ગા જેમ ફોડી,

તારા દુર્ગુણોને દે તું છોડી,

તારા આત્માને લે ઢંઢોળી,

લાવ સદગુણોને ફંફોળી,

ચાલને આપણે રમીએ હોળી હોળી,


ગમ, ઉદાસી, હતાશાને માર ગોળી,

ચાલ ખુશીથી ભરી દે સૌની ઝોળી,

ચાલ આપણે રમીએ હોળી હોળી,

પ્રેમ, સાથ, સહકારની જમીએ આપણે પૂરણપોળી,

જોને ખુશીઓ સંગ લાવી આ હોળી,


સૌના હૃદયમાં પૂર તું આ રંગબેરંગી રંગોળી,

ચાલને આપણે રમીએ હોળી હોળી,


કરવા ઉદ્ધાર આ ભારત ભોમકાનો,

હૃદયની પીંછીને લે પ્રેમના રંગમાં ઝબોળી,

જોને મા ભોમની રક્ષા કાજે આવી આ જવાનોની ટોળી,

ચાલને આપણે રમીએ હોળી હોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational