Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

શક્તિ...

શક્તિ...

1 min
205


આજુબાજુ શક્તિનો સંચાર, ભિતરે પણ શક્તિનો સ્ત્રોત વહે,

મારી માના આશીર્વાદ, કદી મને ન હારવા દે,

નવરાત્રીના પાવન પર્વ પર નમસ્કાર.


કયા નામે કરૂં પોકાર ? શું ધરું તને પ્રસાદ ?

માડી હૈયું છે ચિંતાતુર,

આવો તો માડી ઝાંઝરના ખમકારે આવજો,

ભક્તો પર અમી વર્ષાવજો, કરજો નમન સ્વીકાર.


એ માડી કારમા લેખ તમે બદલી જીવનમાં ભાગ્યોદય કરજો,

એક અરજ છે ચરણોમાં,જય પાર્વતી માડી,

શિવજીના શક્તિ તમે દિલમાં રહેજો.


પાપ કરતાં અટકાવજો માડી,

તમારા ચરણોમાં લાખ લાખ વંદન,

માડી હૈયાનો પૂકાર સુણી વહેલા આવજો.


તમે શિવજીના શક્તિ કરું તને વંદન,

માડી કરજો તમે સ્વીકાર,

માતા અબોધ બાળ સમજી મને સદા ચરણોમાં રાખજો.


માડી કરું તમને વંદન માડી,

ભક્તિ વરદાનમાં આપી,

જન્મોજન્મના બંધનમાંથી મુક્ત કરજો.


મારી પ્યારી પાર્વતી મા તમને કરું હું વંદન,

માડી કરજો મારો સ્વીકાર ત્રિપુરા સુંદરી મા,

દુ:ખીયાની બેલી, તમે છો મારા ભાગ્ય વિધાતા,

તમને કોટી કોટી નમસ્કાર..


Rate this content
Log in