તે શિક્ષક
તે શિક્ષક
શીલવંત સાધુ નિર્માણ કરે તે શિક્ષક
વૈષ્ણવજનનું સર્જન કરે તે શિક્ષક,
ગુજરાતનું ગૌરવ શીખવે તે શિક્ષક
વાયરલઈન્ફેન્સથી બચાવે તે શિક્ષક,
આંગળી ઝાલીને દોરે તે શિક્ષક
વીજળીને ચમકારે મોતી પરોવે તે શિક્ષક
દયાનો સાગર તે શિક્ષક
સત્યમ, શિવમ, સુંદરમ્નો પર્યાય તે શિક્ષક,
માટીના માનવીને વિશ્વ માનવી બનાવે ને બને તે શિક્ષક
અડગ મન અને અવિરત કર્મ નિષ્ઠ તે શિક્ષક
સતત શીખવે, શીખતો રહે તે શિક્ષક
કૃષ્ણં વંદે જગત્ ગુરુ શીખવે
ને "વસુધૈવ કુટુંબ" ની ભાવનાને દ્ઢતાથી શિખવે તે શિક્ષક,
હૈયું, મસ્તક, હાથનો ઉપયોગ કરે કરાવે તે શિક્ષક
સંવેદનાનો પૂંજ, ઊર્મિઓનો ઢગલો
આગને પણ બાગમાં ફેરવતાં શીખવે તે શિક્ષક
પ્રાર્થનાને જીવે, રચે
પ્રંશસાથી અડધો રહે, આત્મશ્લાઘાથી રહે દૂર,
ઈત્તર પ્રવૃત્તિને પંપાળે
"પરિશ્રમ ને પારસમણિ "માને
સંપ ત્યાં જંપથી જીવે,
શબ્દાર્થથી વ્યાકરણની યાત્રા કરાવે તે શિક્ષક,
એકડો ઘૂંટણે ચાલે ને સો સુધીની પર્વત યાત્રા પર પહોંચાડે તે શિક્ષક
ક થી જ્ઞ સુધીની યાત્રા કરી અજ્ઞથી સુજ્ઞ બનાવે તે શિક્ષક.