Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Action

4.5  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Action

સાચી પરખ વિપતમાં વીરની

સાચી પરખ વિપતમાં વીરની

3 mins
190


થિએટરમાં સુંદર મુવી ચાલી રહ્યુ હતું. સુલેખા તેનાં બોયફ્રેન્ડ નીરજ સાથે મૌજથી જોઈ રહી હતી. થોડાં જુવાનિયાઓ પાછળ બેસી સુલેખાના વાળ ખેંચી અને ખોટી કોમેંટ કરી અડપલાં કરવાં લાગતાં સુલેખાએ ધીરેથી નીરજને જણાવ્યું. નીરજ ઊભો થઈને પેલા લફંગાઓને સીધાં રહેવા કહેતાં પેલા લોકોએ ધમકી આપી નીરજને ડરાવીને બેસાડી દીધો. 

નીરજની બાજુમાં બેઠેલો એક સોહામણો જુવાન મસ્તીથી મુવી જોતાં આ બાજુમાં થતું નાટક જોઈ મલકી રહ્યો હતો. સુલેખાને તેનાં પર ખીજ ચડતાં બોલી, 

"બાજુવાળા પણ સાવ બાયલા છે. નીરજ તને આ ધમકાવે તોય કાંઈ બોલતા નહીં. "

 પેલો જુવાન આડુ જોઈને બોલ્યો, "રક્ષા કરવાની તેવડ ન હોય તો લોકો શું કામ લઈને બહાર નીકળતાં હશે. ?"

સુલેખા અને નિરજને ખુબ રીસ ચડી પણ કાંઈ બોલી ન શક્યાં. હવે પેલા લફંગાઅઓની હિંમત વધતાં એક પાછળથી કૂદીને સુલેખાની બાજુની સીટમાં આવીને બેસી ગયો અને મિત્રો સામું જોઈ પરાક્રમ કરતો હોય તેમ સુલેખાને પગ અડાડી હેરાન કરવાં લાગ્યો. 

નીરજ સુલેખાને આ બાજુ બેસાડવા માગતો હતો પણ આ બાજુવાળો પણ સારો લાગતો ન હતો. 

 હવે અડપલાં અને ઠઠ્ઠા મશ્કરી વધતાં નીરજ બોલ્યો, 

 "ચાલ સુલેખા બીજી સીટ શોધીએ અથવા બહાર જતાં રહીએ. "

પાછળ બેઠેલાં લફંગાઓએ નીરજને પકડીને ઘમકાવી નીચે બેસાડી દીધો. હવે લફંગાએ સુલેખાનો હાથ પકડ્યો એટલે ડરીને સુલેખા બોલી, 

 "પ્લીઝ મને હેરાન ન કરો. હાથ છોડી દો. "

 આ દુષ્ટ લોકો ક્યાં કોઈની વિનંતી સાંભળે તેવાં હતાં... ! તે બધાં હસવા લાગ્યાં અને સુલેખાએ બચાવવાં નીરજ સામે જોતાં તે ચૂપચાપ ડરીને જોતો રહ્યો. 

 "એય દુષ્ટો હવે તો હદ થઈ ગઈ હો.. ! ચાલો બધાં ડાહ્યા થઈને પોતાની જગ્યાએ બેસી જાવો... !" અચાનક પેલો નીરજની બાજુમાં બેઠેલ જુવાન બોલતા સુલેખાને નવાઈ લાગી.

"અબે એય હીરો ચૂપચાપ બેસ..! અમે ચાર જણા છીએ જરા જોઈ લે." સુલેખાની બાજુમાં બેઠેલો ઊભો થઈને ધમકી આપતો હતો તે પહેલાં જ પેલાએ એક મુક્કો મારતાં આ બોલનાર લફંગાનો દાંત તૂટીને બહાર પડ્યો. પાછળનાં ત્રણેય પેલાને મારવાં ગયાં પણ આ જુવાને વારા ફરતી ત્રણેયને પછાડ્યા. એક જણાએ તીક્ષણ વસ્તુ મારતાં આ બહાદુર જુવાનના કાંડા પર વાગતાં લોહી વહેવા લાગ્યું જે સુલેખાના ડ્રેસ પર પડ્યું.

 જુવાને હિંમત ન હારતાં ઘાયલ થવાં છતાંય લડાઈ ચાલુ રાખી થિએટરમાં હોબાળો મચી ગયો લાઈટ ચાલુ થઈ ગઈ. પેલો જુવાન એકલો લડતો હતો અને નીરજ ડરીને જોઈ રહ્યો હતો,

 "ભીડ પડે ને પરખાય સાચો વીરલો સદાય 

 કાયર કેરા વિપત ભાળી હાંજા ગગડી જાય."

સિક્યુરિટી ગાર્ડ આવતાં આ બધાં ભીડનો લાભ લઈને ભાગી ગયા. બહાર આવીને સુલેખાએ જોયું તો પેલા મદદગાર જુવાનનાં કાંડામાંથી લોહી વહેતુ ભાળ્યું. તેને નીરજને કહ્યું,

 "નીરજ તારો રૂમાલ લાવ. આને ખુબ જ લોહી નીતરે છે." પેલો જુવાન તો એક મરદની જેમ શાંત બની ઊભો હતો. નીરજ લોહી જોઈ બોલ્યો,

"સુલેખા ચાલ આપણે આવાં લફરામાં નથી પડવું એ તો જાતે પાટો બંધાવી લેશે."

 આ સાંભળતાં જ પેલો જુવાન મીઠી સ્માઈલ કરતાં સુલેખાને બોલ્યો,

"હા તમે જાવો આ ભાઈ ડરી ગયાં છે તેમને સાચવો પહેલાં અને હવે ફરી આની સાથે બહાર નીકળતાં વિચાર કરજો."

 "એય તું મારી ફ્રેન્ડ ને મારા વિરુદ્ધ ચડાવે છે.? નીરજને ગુસ્સે થતો જોઈ યુવાન ફરી હસીને બોલ્યો,

 "આટલો ગુસ્સો પેલા લફંગાઓ પર કર્યોં હોત તો મારે બોલવાની જરૂર ન પડત."

"ચૂપ થઈ જા નીરજ..!" અચાનક સુલેખા ગુસ્સે થતાં બોલી અને પોતાનો રૂમાલ કાઢી પેલાનો હાથ પકડીને રૂમાલ બાંધતાં બોલી,

"તું સાવ સાચું કહે છે. હવે મારે મુવી જોવા જવું હશે તો તને જ સાથે લઈ જઈશ. મુવી જોતાં જ મને સાચી પરખ થઈ ગઈ. તારો નંબર મને આપજે."

 "સુલેખા આ તું શું બોલે છે.?" નીરજને બોલતા જ રોકીને સરિતા બોલી,

"મારી આબરૂ ખતરામાં હોય ત્યારે ડરીને ચૂપચાપ બેસીને જોનાર કરતાં આ પારકાંની મદદ કરવાં પોતાની જાન જોખમમાં મૂકનાર આ સાચા હીરો સાથે થિએટરમાં જવામાં ખોટું કાંઈ જ નથી."

નીરજ સુલેખાનો કટાક્ષ સાંભળી ચૂપ થઈ ગયો. આજુબાજુ સાંભળનાર એક વડીલ બોલ્યાં,

 "બિલકુલ સાચી વાત બોલી આ છોકરી. મરદની મોકાણમાં જવાય પણ ફાતડાઓની ફોજમાં ન જવાય. "

 સુલેખા પેલાનો હાથ પકડીને બોલી, 

"ચાલ મારા એક્ટિવા પર દવાખાને બતાવવાં લઈ જાવું તને." પેલો આનાકાની કરતો રહ્યો પણ સુલેખાનો ગુસ્સો જોઈ ચૂપ રહ્યો. સુલેખાએ પર્સમાંથી પૈસા કાઢી ઉભેલા નીરજના હાથમાં પકડાવતાં બોલી,

"આખરી મુલાકાત છે આ આપણી. આ ભાડું લઈને રિક્ષામાં બેસી તું તારાં ઠેકાણે અને હું હવે મારા ઠેકાણે." કહેતાં જબરજસ્તી પેલા જુવાનનો હાથ પકડીને દવાખાને લઈ જતી જોઈ આ સાચું સમજણભર્યું કામ કરતી યુવતીને સહુએ તાળીઓથી વધાવી લીધી.

"મરદ બનો તો મલકે જોઈ જગત આખું 

કાયર જોઈને જ ભડકે સદા જગત આખું."


Rate this content
Log in

Similar gujarati story from Abstract