Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chinamyi Kotecha

Children Stories Inspirational Children

4.8  

Chinamyi Kotecha

Children Stories Inspirational Children

સ્નેહનો જાદુ

સ્નેહનો જાદુ

2 mins
593


દિવસો સુધી નિર્જીવ બની રહેલી શાળા આજે બાળકોના આગમનથી ચૈતન્યમય બની ગઈ. ગઈકાલ સુધી જે માત્ર મકાન બનીને નીરવ બની ગયેલ, તે શાળા આજે નાના નાના ભૂલકાઓના અવાજ અને મધુર કલરવથી ફરી જીવંત બની ગઈ !

શાળાના મેદાનમાં આવેલા બગીચાના છોડ, વૃક્ષોના પાંદડાઓ અને પુષ્પો આજે આનંદથી હવાની સાથે ડોલતા હતા. ક્યાંક કોઈક બાળક સાવ એકલું બેઠું હતું, તો ક્યાંક બાળકો ટોળે વળીને ઘોંઘાટ કરતા હતા. ભેરુના ખભે હાથ નાખીને મોજથી ચાલી આવતી જુગલબંધી. થોડીકવાર પછી એક અવાજ હવામાં ગુંજી ઊઠ્યો અને ફરીથી શાળામાં કોલાહલને બદલે શાંતિ  સ્થપાઈ ગઈ ! હા, એ અવાજ હતો શાળાના ઘંટનો, અને સમય હતો, શાળા શરૂ થવાનો. 

સરકારી પ્રાથમિક શાળાનો ધોરણ 1 નો વર્ગ. ઘેટાં - બકરાની જેમ પુરાયેલ ભૂલકાઓએ પોતાના બચપણને વર્ગમાં કેદ કરીને ચુપચાપ બેસી ગયા.

દિવાળી વેકેશન પછી શાળા શરૂ થયાનો આજે પહેલો જ દિવસ હતો, બાળકો થોડી વારમાં જ કંટાળી ગયા, એટલે શિક્ષિકાબેન બાળકોને અભિનયગીત કરાવવા લાગ્યા.

અંતર મંતર જંતર

હું જાણું છું એક મંતર

તને ચકલી બનાવી દઉં

તને કાગડો બનાવી દઉં

ફરીથી એ જ ઘંટનાદ, હા હવે શાળાની ઘડિયાળ રીસેસ સમય બતાવતી હતી. પાંજરે પુરાયેલ પંખી જેમ મુક્ત ગગનમાં મુક્તિનો આનંદ લે, તેમ બાળકો વર્ગમાંથી બહાર નીકળી મોજ કરવા લાગ્યા.

શિક્ષિકાબેન હવે આચાર્ય સાહેબ સોંપેલ કામ કરવા લાગ્યા. અચાનક તેમને કોઈ પોતાના સાડીનો છેડો ખેંચતું હોય એવો અહેસાસ થયો.

" ટીચર... ટીચર "

શિક્ષિકાબહેને અવાજની દિશામાં જોયું, તો એક નાનકડી બાળકી તેની સાડી ખેંચીને તેને બોલાવતી હતી.

"ટીચર.. ટીચર, તમને જાદુ આવડે છે, તો મને ચાલતી કરી દેશો ?"

શિક્ષિકાબેને જોયું તો પોતાના વર્ગની એક દિવ્યાંગ બાળકી ! શારીરિક લાચારી હોવા છતાંય તેની આંખોમાં ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી.

નાના કુમળા ફૂલની વેદનાઓ સાંભળી કલમ ચાલતી બંધ થઈ ગઈ. કાગળ અશ્રુઓથી ભીંજાઈ ગયો. બહેને તે બાળકીને ઊંચકીને પોતાના ખોળામાં બેસાડી, માથે વહાલથી હાથ ફેરવતા, "બેટા, મને કોઈ જાદુ નથી આવડતો. હા, પણ ભગવાનથી મોટો કોઈ જાદુગર નથી."

સાત વર્ષ પછી

શિષ્યની ગુરુ પરની અતૂટ શ્રદ્ધા કહો કે વાત્સલ્યનો જાદુ, એ દિવ્યાંગ બાળકી આજે પોતાના કૃત્રિમ પગ વડે દોડમાં પ્રથમ નંબરે વિજેતા બની.


Rate this content
Log in