Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

મારી કેળવણી યાત્રા

મારી કેળવણી યાત્રા

6 mins
88


"જીવન એક અદભૂત યાત્રા છે,

જરા થંભી થંભીને ચાલો,

શિક્ષણ જીવન જીવવાની સંજીવની છે,

તેનું સેવન જરૂરી છે,

વાંચનનો ડોઝ અનિવાર્ય પરિબળ છે, વહેલી તકે સમજી જાવ એમાં ઘણુ સારપણ છૂપાયેલું છે, "

જીવન જીવવાની મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન છે. આજના સ્પર્ધા -ત્મક યુગમાં શિક્ષણ મહત્વ પણ વધી ગયુ છે, શિક્ષણ હવે પાયાની જરૂરિયાત બની ગઈ છે.

કહેવાય છે કે, "શિક્ષણ વિનાનો માણસ પશુ સમાન છે, શિક્ષણ એતો માનવીને માનવ બનાવે છે.શિક્ષક એવું હોવું જોઈએ કે જેમાં માણસ નો સર્વાંગી વિકાસ થાય.

સર્વાંગી વિકાસ એટલે બાળકનો શારીરિક, માનસિક, નૈતિક, સામાજિક, આત્માનો વિકાસ થાય.

શિક્ષણની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો"બાળકની આંતરિકશક્તિઓ ખીલે.

આત્મવિશ્વાસમાં વધારો થાય, તેની સર્જનાત્મક શક્તિ અને મૌલિકતામાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા આવશ્યક છે.

બાળકનો આત્મા સાથે સાક્ષાત્ત્કાર થાય તે શિક્ષણ છે.બાળક સ્વને ઓળખે તે શિક્ષણ છે, બાળકોમાં નૈતિક ફરજો, એકતા, ભાઈચારો,

સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ બને, શિક્ષણનો હેતુ બાળકમાં લોકશાહી, દેશપ્રેમ,

દેશભક્તિની ભાવનાનો સંચાર થાય તે શિક્ષણ છે.બાળકો સંપની ભાવના ખીલે માનવતાવાદી, વાસ્તવવાદ પ્રાકૃતિકવાદ, આદ્યાત્મિકવાદ જેવા બાળકમાં અભિગમ કેળવાય.

શિક્ષણનીતી 5થી14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું,

નાપાસ થવાના ભયથી બાળકો ભણવાનું છોડી દેતા હોય છે તો બાળકોને નપાસ કરવા નહીં.તેઓ સરકારે નિયમ લાગુ પાડ્યો.

બાળકોને શિક્ષણ બોઝરુપ અને તનાવ યુક્ત ન લાગે એ માટે નીચે મુજબ પગલાં લઈ શકાય.

બાળકનું વ્યક્તિત્વ ખીલે તેવા તમામ પ્રયાસો સ્કૂલમાં કરવા.

કોરોનાકાળ જેવા કપરા સમયમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું, એનો હેતુ બાળકના અભ્યાસની પ્રક્રિયા ચાલુ રહે, પરંતુ આ શિક્ષણને ગંભીરતાથી લેનાર કેટલા?એકમ કસોટીમાં હાલ જોતા જણાય છે, કે આપણે ક્યાં ખોટા છીએ એ તો જોવું જ રહ્યું.

બાળકો સ્કૂલમાં રેગ્યુલર આવે તે માટે પ્રેમભર્યા માહોલનુ નિર્માણ કરવું.બાળકો સાથે મિત્રતાની ભાવના કેળવવી.દરેક બાળક સરખું છે, તેવી ભાવનાઓ ખીલવવી.

ગણિત જેવા જટિલ વિષયને સંગીત અને રમત, પઝલ દ્રારા પણ શીખવી શકાય.

બાળકને ગણિત, વિજ્ઞાન,

અંગ્રેજી જેવા વિષયોનો ભય દૂર થાય તેવા પ્રયાસો કરવા.

 બાળકોને ચાર્ટ અને ટી.એલ.એમ.દ્વારા પણ શીખવી શકાય.

  બાળકોને ફિલ્મ પરથી સામાજિક વિજ્ઞાન,

ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જેવા વિષયો શીખવી શકાય.

  બાળકોમાં અભ્યાસ ક્રમ આધારિત શિક્ષણની સાથે અનૌપચારિક શિક્ષણ પણ મેળવી શકે તેવી પરિસ્થિતિ ઓનું નિર્માણ કરવું.

 અનૌપચારિક શિક્ષણ એટલે કે અભ્યાસક્રમ અને શાળા કોલેજ સિવાય મળતું શિક્ષણ કે જે બાળકો પોતાના અનુભવમાંથી શીખે છે.પ્રોજેકટ પધ્ધતિ દ્વારા બાળકમાં મૌલિકતા અને સર્જનાત્મક શક્તિ ખીલે છે, વિષય બાળક પસંદ કરે તેવો આગ્રહ રાખવો.કેમકે આપણે બાળકોના વિચારોને જાણવાના છે, બાળકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે.

બાળક અભ્યાસક્રમલક્ષી વિષયોમાં રસ કેળવતુ થાય, તે કામ શિક્ષકોનું છે.

શિક્ષક વર્ગખંડમાં માત્ર બાળકોને નથી ભણાવી રહ્યા, પણ ભારત દેશનું ભાવી તૈયાર કરી રહ્યા છે.નાગરિક

તેમ સમજી ને પુરી નિષ્ઠાપુર્વક ફરજ અદા કરવી.

 બાળક રિસેષનો પણ સદુપયોગ કરે તેવી પ્રવૃત્તિઓ કરાવવી.જેથી બાળકના કળા કૌશલ્યો પણ ખીલે.

દા.ત. બાળકને ન આવડતી વાનગી શીખવી, તેની રે.સી.પી નોંધવી જેનાથી બાળક રસોઈકળા પ્રત્યે રસ કેળવે, વાલીઓ સાથે પણ સારુ એવું અનુકુલન સાધી શકે.

બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય, લખાણમાં મૌલિકતા આવે એ માટે પ્રાદેશિક ભાષામાં સમજાવવાનો આગ્રહ રાખવો.

શિક્ષણમાં વાર્તાકથન પધ્ધતિથી પણ બાળકને વિષય પ્રત્યે સજાગ કરી શકાય, બાળકોને વાર્તા સાંભળવી ગમે છે.બાળકોને રમત રમવી ગમે છે.તો આ પદ્ધતિ અભ્યાસક્રમના વિષયોમાં કેમ ન વાપરી શકાય, બાળકોના સારા કાર્યને બિરદાવી શકાય, બાળક ભુલ કરે તો તેને એકલા બોલાવી કહેવું, વિજાતીય વ્યક્તિઓ સામે તેને ઉતારી ન પાડવું.બાળકને ક્યારેય અપશબ્દોથી ન નવાજવુ તેને માન આપી બોલાવવુ.બાળકો ભણવા સિવાય બીજી પ્રવૃત્તિઓમા રસ કેળવતા થાય.વર્ગખંડની બહાર પણ બાળકનો વિકાસ થાય તેવું વાતાવરણ સર્જવુ.અમૂક વિષયો જોઈ બાળકો ડર અને હતાશા અનુભવતા હોય છે, તે શિક્ષક તરીકે આપણે દૂર કરવો જ રહ્યો.

જટીલ વિષયોને ચાર્ટ દ્વારા, પી.પી.ટી.દ્વારા પ્રયોગ પધ્ધતિ દ્વારા પણ બાળકોને સરળતાથી સમજાવી શકાય.મલ્ટિમિડિયા, પ્રોજેક્ટરની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય.બાળકોને ડાન્સ દ્વારા પણ શિક્ષણ આપી શકાય.સંગીત નાટકથી પણ બાળકોને અભ્યાક્રમલક્ષી વિષયો શીખવી શકાય.વર્ગખંડમાં વાતાવરણ એવું પુરુ પાડવુ કે બાળકને અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા મળે.બાળકો આવતી કાલનું ભવિષ્ય છે, દેશ અને સમાજને જવાબદાર નાગરિક આપણે આપવાનો છે એમ સમજી બાળકોને યોગ્ય તાલીમ આપવી.શૈક્ષણિક સાધનોની ઉપલબ્ધિ હોવી આવશ્યક છે, ટેકનોલોજીથી શિક્ષણ મળવુ આવશ્યક છે.

"બાળક રમતાં રમતાં અભ્યાસ કરી શકે, બાળક હસતાં હસતાં શીખી શકે, તેઓ માહોલનું નિર્માણ કરવું.એ "ઓફ એક્સિલન્સ" માટે પસંદગી પામેલી સ્કુલ ઈડર તાલુકાની(કેસરપુરા), કડી (ધરમપુર), જમિયતપુરામા વસ્તુ જોઈ જ્યાં બાળક રમતાં રમતાં અભ્યાસ કરી શકે કોઈ બોઝારુપ, કે તનાવજનક પરિસ્થિતિ વગર અભ્યાસ કરી શકે.

 બાળકોનું મન ચંચળ હોય છે, આપણે તેમને અભ્યાસક્રમના વિષયો તરફ વાળવાના હોય છે.એ માટે બાળ મનોવિજ્ઞાનનું અધ્યયન જરૂરી છે.બાળકોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સ્કૂલમાં ફેમિલી ડોક્ટર હોવા પણ અનિવાર્ય બને છે.સ્કૂલમાં વ્યાયામ અને યોગ શિક્ષણને પણ મહત્વ આપવું.જેથી બાળકો કસરત, વ્યાયામને પણ જીવનમાં મહત્વ આપે.

સ્કૂલમાં બાળકો ઇતરપ્રવૃતિ આગળ વધે એ માટે સાધનો પુરા પાડવા આવશ્યક છે.

અભ્યાસ પછી બાળકોને બેકારીનો સામનો ન કરવો પડે તે માટે ઉત્તરબુનિયાદી શિક્ષણ પર લક્ષ્ય સાધવુ જ રહ્યું.

અભ્યાસક્રમમાં કલા કૌશલ્યના વિષયો હોવા અનિવાર્ય બની જાય છે.સ્કૂલમાં તેને લગતા શિક્ષકો હોવા જોઈએ.બાળકોની બુદ્ધિ વિકાસમાં વધારો થાય, તેવી રમત રમાડવી પોતાના રસરુચીના વિષયમાં બાળક ખુબ આગળ વધે તે માટે બાળકને પુરેપુરો સહકાર અને સ્વતંત્રતા આપવી.

સ્કુલમાં પોષક તત્ત્વો યુક્ત ખોરાક મળવો અનિવાર્ય છે.મધ્યાહ્ન ભોજનમાં

સ્કૂલમાં સ્વચ્છતા જળવાય.

શિક્ષણ પ્રક્રિયામાં આવી રહેલો વિક્ષેપ બાળકો માટે અભ્યાસ કાર્યમાં વિક્ષેપ પાડવાનું કાર્ય કરે છે.ઓનલાઈન શિક્ષણને કોરોનાકાળમા ગંભીરતા નથી લેવામાં આવ્યું, તમે ધોરણ દસ અને બારના પરિણામ જોઈ શકો છો, સ્કૂલમાં એકમ કસોટીઓની વખતે બાળકની મનોદશા જોઈ શકો છો.સ્કુલ બંધ ન કરવી, નાના બાળકોની વેક્શિનેશલ પ્રક્રિયા સ્કૂલમાં જ થવી જોઈએ સોશિયલ ડિસ્ટન્સ મુજબ બેઠકવ્યવસ્થા કરી શકાય.માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય એની જવાબદારી જે તે સ્કુલ પ્રિન્સિપાલ અને વર્ગશિક્ષકની રહે.ફરી સ્કુલને બંધ કરવી મુર્ખામીભર્યું કામ છે.શાળામાં સ્વચ્છતા જળવાય એ અનિવાર્ય છે.સરકારી સ્કૂલમાં ખાનગી ઈન્સ્પેક્શન થવું જરૂરી છે.શિક્ષકોની પણ પરીક્ષા યોજાવવી જોઈએ.

 સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા આ બહું ચિંતાજનક બાબત છે, આ બાબતે કેટલાક પરિબળો છે.શિક્ષણ વ્યવસ્થા ને બદલવાની પણ જરૂર છે, દા.ત સમાજીક વિજ્ઞાન ભણાવવાનો હેતુ ઈતિહાસ થયેલી ભૂલોનુ ફરી પુનરાવર્તન ન થાય, ભૂતકાળમાં થયેલી ભૂલો પરથી બાળકને પ્રેરણા મળે તેવો હોવો જોઇએ.જે વિષયના શિક્ષક હોય તેમને તે વિષય આપવો અને તેમાં પણ પોતાના જાતને તેઓ સતત અપડેટ કરતા રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું.જેનાથી સ્કૂલમાં બાળકોને પણ સારુ એવુ શિક્ષણ મળે.

બાળકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીયભાવના, દેશભક્તિનું સિંચન થાય તે જરૂરી છે.

સરકારી સ્કૂલમાં સ્વચ્છતાનો અભાવ.સ્કૂલમાં વર્ગખંડ અને શૌચાલયોની સફાઇ થાય તે આવશ્યક છે.

સ્કૂલમાં સગવડોનો અભાવ.સ્કૂલમાં અભ્યાસના તમામ સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ.બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ મળવું જોઈએ.

શિક્ષણમાં જરૂરી તમામ 

સાધનો, કલા, કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરતા સાધનો અને વાતાવરણ નિર્માવવુ આવશ્યક છે.

 સ્કૂલમાં ટેકનોલોજી ની સગવડ, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શિક્ષકો હોવા આવશ્યક છે.સરકારી સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થાની લાપરવાહી ખૂબ જોવા મળે છે, સરકારી સ્કૂલમાં શિક્ષકોની પણ કસોટી યોજાવવી જ રહી, ખાનગી ઈન્સ્પેકસન યોજાવવુ જોઈએ.જેથી સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ પર પ્રકાશ ફેંકી શકાય.

સરકારી સ્કૂલમાં શિક્ષણને ઉચ્ચ ગુણવત્તાવાળુ બનાવવું જોઈએ.આ જવાબદારી શિક્ષકોની જ છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.કેટલાક શિક્ષકો અન્ય કારણોસર બાળકો પર ન આપી શકતા હોવાથી શિક્ષણ પર અસર પડે છે.

 આપણા હિન્દુગ્રંથોમા ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ સરકારી સ્કૂલમાં શિક્ષકોને વસ્તી ગણતરી જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે આ કેટલું વ્યાજબી છે??શિક્ષક પાસે શિક્ષણ બીનજરૂરી શ્રમ ન કરાવવા જેથી શિક્ષક બાળકોના શિક્ષણમાં પોતાની જાતને કેન્દ્રીત કરી શકે, જો શિક્ષક પોતે જ ચિંતા, હતાશામાંને તનાવમાં ઝુલતો હશે તો બાળકોને શું શીખવી શકશે?આ વાત સમજવી જ રહી. 

સરકારી સ્કૂલમાં શિક્ષકોના પગારભથ્થા વધારવામાં આવે."પાયો જ કાચો હોય તો ઈમારત ખોખલી ચણાય છે"બાળકોને પાયાનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળી રહે દા.ત,

સ્કૂલમાં બાળકોને કેવી રીતે રહેવું, સ્વચ્છતાની, વર્તન, સામાજિક મુલ્યોનું ઘડતર સહકારરૂપ થવાની ભાવના, એકતા, સમાનતા, જૂથસંચાલન, લિડરશીપની ભાવના, સંસ્કૃતિનું ઘડતર જેવી પાયાની બાબતો નાનપણમાં જ શીખવી આવશ્યક છે, પછી એવી પરિસ્થિતિ સર્જાય કે પાકે ઘડે કાંઠલા ન બેસે !"

શિક્ષક પોતાની જાતને સતત અપડેટ કરતો રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ.શિક્ષક જ્યારે પોતાની કામગીરી પૂરી નિષ્ઠાથી કરશે તો દેશને વિકાસશીલમાંથી વિકસિત બનતા નહીં રોકી શકશે.

આપણા દેશની દારુણ સચ્ચાઈ રજૂ કરી રહી છું શક્ય હોય તો ક્ષમા કરજો...

જેટલું એમ.એલ.એ.

એમ.પી.એ અથવા તો અભણ ધારાસભ્યને જેટલો મોભો ઈજ્જત મળે છે એટલું શિક્ષકને નથી મળતો ?

કોઈ ધારાસભ્ય આવે એટલે શિક્ષકને તેમના આવકાર સત્કારમાં લાગી જવાનું ? આનું શું કારણ મને સમજ નથી આવતું.

શિક્ષકનું કામ છે જ્ઞાનરૂપિ જ્યોતિને વહેચવાનુ, એક ઉત્તમ નાગરિકનું ઘડતર કરી દેશને આપવાનું, શિક્ષકોને પણ એનાથી વધારે માન સન્માન મળવું જ રહ્યું.

શિક્ષકોને ઉત્તમ કામગીરી માટે તેમને બિરદાવવા જ રહ્યા તેમનું પણ સન્માન થવું જોઈએ. તેમના કામની નોંધ પણ લેવી રહી.

સરકારી સ્કૂલમાં ચાલી રહેલા અમુક લાપરવાહી દૂર કરવી જ રહી. તેને દૂર કરવી જ રહી નહીં તો સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે, અને શિક્ષકોને ફાજલ પાડવા અથવા તો છૂટા કરવાની નોબત આવશે. આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે સુધારા કરવા જ રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract