Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HANIF MEMAN

Inspirational Children

4  

HANIF MEMAN

Inspirational Children

શિક્ષક

શિક્ષક

3 mins
414


હસી લઉં બાળકો સંગ

રમી લઉં બાળકો સંગ,

નાચી લઉં બાળકો સંગ,

ગાઈ લઉં બાળકો સંગ.

બાળપણ જીવી લઉં બાળકો સંગ.

કારણ,હું શિક્ષક છું.હું શિક્ષક છું.

આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન 5 મી સપ્ટેમ્બરના દિનને દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળા - કોલેજોમાં બાળકો ખુદ શિક્ષક બનીને આ દિનની વિશેષ રીતે ઉજવણી કરે છે. જેથી બાળકો શિક્ષકનું મહાત્મ્ય સમજે. શિક્ષણ કાર્યમાં શિક્ષકને પડતી મુશ્કેલીઓથી માહિતગાર થાય. તથા શિક્ષક બન્યાનો ગર્વ અનુભવે. અને શિક્ષકો પ્રત્યેનો આદરભાવ કેળવાય. આ દિવસે ગુરુ વંદના જેવા કાર્યક્રમો પણ યોજાય છે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર શિક્ષકનું સન્માન કરવામાં આવે છે.

"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ."

ચાણક્યનું આ વિધાન શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરે છે. શિક્ષક એક એવું વ્યક્તિત્વ છે જે જુદી જુદી વિચારસરણી ધરાવતા બાળકોનું જીવન ઘડતર કરે છે. પ્રેરણા અને પ્રોત્સાહન થકી કંટકભર્યા માર્ગોમાં કેવી રીતે આગળ વધવું તેની બાળકોને રાહ ચીંધે છે. બાળકોમાં મૂલ્યો અને સંસ્કારનું સિંચન કરે છે. 'અ' થી 'જ્ઞ' અને 'એક' થી 'અનંત' સુધીનું જ્ઞાન પીરસી બાળકોને સુજ્ઞ બનાવે છે. બાળકોની આંતરિક શક્તિઓને વિકસિત કરી તેને યોગ્ય માર્ગે વાળે છે. બાળકોમાં રહેલ જ્ઞાન, કૌશલ્ય અને તેની આવડતને જાણી-સમજી તેની સફળતાનો માર્ગદર્શક બને છે. બાળકોમાં આત્મવિશ્વાસનું અમૃત રેડી સફળતાના સિંહાસને બેસાડે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્ન કરતો રહે છે. શિક્ષક વિદ્યાર્થીઓની પ્રગતિથી ખુશ થાય છે. અન્યની સફળતામાં પણ ગર્વ લેવાનું કામ શિક્ષક જ કરી શકે. માટે જ શિક્ષકને ગુરુથી પણ સંબોધવામાં આવે છે.

ડોક્ટર, વકીલ એન્જિનિયર, અધિકારી, ઉદ્યોગપતિ તમામના સર્જનમાં શિક્ષકનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે. શિક્ષક સર્જનનો પાયો છે. શિક્ષક જ્ઞાનનો સાગર છે. દરેક વ્યક્તિના મનનો આદરયુક્ત ખૂણો છે. અપૂર્ણને પૂર્ણ કરનાર ભોમિયો છે. શબ્દોથી જ્ઞાન વધારનાર ઉર્જા છે. જીવનની પ્રેરણા છે. કોઈ પણ દેશનો ઠીક બૌદ્ધિક વિકાસ એ દેશના શિક્ષકો પર નિર્ભર છે. શિક્ષકમાં સમાજમાં પરિવર્તન લાવવાની આવડત છે. શિક્ષક વિદ્યાર્થીને વાચા આપે છે અને સમગ્ર જીવન વિદ્યાર્થીના ઘડતરમાં જ પૂર્ણ કરે છે. એટલે જ કહેવાય છે.

ગુરુ બિના જ્ઞાન ન ઉપજે,

ગુરુ બિન મિટે ના ભેદ,

ગુરુ બિન સંશય ના મીટે,

ભલે વાંચો ચારો વેદ.

શિક્ષક વિનાનું જીવન અંધકારભર્યો ખૂણો છે. શિક્ષક જ્ઞાનની રોશની ફેલાવે છે. શિક્ષક શાંતિ અને મૂલ્યોના પાઠ ભણાવે છે. અજ્ઞાનતાનું અંધારું હણે છે. નફરતને બદલે પ્રેમભાવથી જીત નિશ્ચિત કરવાનો પથ બતાવે છે. માટે એક આદર્શ વિદ્યાર્થીના મનમાં શિક્ષક પ્રત્યે આદરભાવ હોવો જોઈએ. અને શિક્ષક પ્રત્યે સન્માનની ભાવના હોવી જોઈએ.

ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના શપથ સમારોહમાં જેમના હાથે કેળવણી મેળવી હતી તેવા શિક્ષકોને આમંત્રિત કર્યા હતા. જે પ્રસંગ ડોક્ટર કલામની ગુરુ પ્રત્યેની આદર ભાવના પ્રગટ કરે છે.

એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણા જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપનાર શિક્ષકોનો આદર કરવો જોઈએ. શિક્ષકે આપેલા સંસ્કારો અને મૂલ્યો જીવનમાં ઉતારવા જોઈએ. આપણે શિક્ષકના કાર્યને બિરદાવી ના શકીએ તો ચાલશે પરંતુ તેમના કાર્યમાં ક્યારેય ખલેલ ન પહોંચાડવી જોઈએ. તે આપણી નૈતિક ફરજ છે. આપણા દિલમાં હંમેશા ગુરુ પ્રત્યે સન્માનની જ્યોત જલતી રહેવી જોઈએ.

શિક્ષક દિન નિમિત્તે સર્વે ગુરુજનોને મારા દિલથી પ્રણામ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational