Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shalini Thakkar

Inspirational Thriller Others

4.7  

Shalini Thakkar

Inspirational Thriller Others

મસાલાની મહેક

મસાલાની મહેક

3 mins
659


અનુપમાએ શાકનો વઘાર કરીને બધા મસાલા એમાં નાખ્યા અને છેલ્લે ખૂણામાં પડેલો ગરમ મસાલાનો ડબ્બો હાથમાં લીધો. ડબ્બો ખોલી અને અંદર જોયું તો લગભગ બધો મસાલો ખતમ થઈ ગયો હતો. માંડ એકાદ ચમચી જેટલો ગરમ મસાલો વધ્યો હતો, જે કદાચ આજ પૂરતો જ હતો. અનુપમા એ ડબ્બો ખંખેરીને વધેલો મસાલો એક ચમચીમાં લીધો અને જેવી શાકમાં નાંખવા ગઈ એટલે એનો હાથ ધ્રુજી ગયો. મસાલો શાક સુધી ના પહોંચ્યો અને ચમચી એના હાથમાં જ રહી ગઈ. એણે આંખ બંધ કરી અને મસાલાની સુગંધ લીધી અને એમાં ખોવાઈ ગઈ. એની આંખ સામે સુરત શહેરની એ મસાલાની બજાર આવી ગઈ જ્યાં એ જ્યારે કુવારી હતી ત્યારે એની મા સાથે મસાલાની ખરીદી કરવા જતી હતી. એ કાશ્મીરી, રેશમ પટ્ટી અને શેરથા જેવા આખા મરચાની અને ધાણીની સોડમથી આખી બજાર મહેકી ઊઠતી. એ મસાલાની મહેક અને એની માનું સ્મૃતિ ચિત્ર એના મન પર હાવી થઈ ગયું. લગ્ન પછી અનુપમા વિદેશ જઈને વસી ગઈ હતી. વર્ષોના વર્ષો થઈ ગયા એ વાતને પરંતુ દર વર્ષે એની મા એ મસાલાની બજારમાં જતી અને મસાલા ખરીદી કરતી, બે ઘરો માટે, એક એનું પોતાનું અને બીજું અનુપમાનું. મા ખૂબ જતનથી મસાલા પેક કરતી અને એનું પાર્સલ તૈયાર કરતી અને અનુપમાને મોકલાવતી. અને એમાં પણ એ ગરમ મસાલો દર વર્ષે મા જાતે બનાવતી અને એ પાર્સલ સાથે મોકલાવતી. ત્યારથી કરીને આજ સુધી એ ગરમ મસાલાનો ડબ્બો અનુપમા રસોડાનો એક અહમ ભાગ હતો. અનુપમા લગભગ રોજ બધી વાનગીઓમાં આ મસાલાનો ઉપયોગ કરતી અને એનો પરિવાર ખૂબ જ પ્રેમથી ભારતીય વાનગીઓનો આનંદ લેતો. અનુપમા માટે એ માત્ર ગરમ મસાલો જ ન હતો પરંતુ એમાં એના વતનની મહેક હતી, એની માનો પ્રેમ હતો ....એક પરંપરા હતી જે એના જીવન સાથે વણાઈ ગઈ હતી.

આ વર્ષો જૂની પરંપરાનો આજે અંત આવી જશે એ વિચારથી એ ખૂબ જ દુઃખી થઈ ગઈ. ગયા વર્ષે, બરાબર એક વર્ષ પહેલા હોળી પછી દર વર્ષની જેમ એની મા એ મસાલા ખરીદી અને અનુપમાને પાર્સલ દીધું હતું. સામેે છેડે અનુપમા એ ખૂબ જ ઉત્સાહથી દર વર્ષની જેમ બધા મસાલા ડબ્બામાં ભરી દીધા હતાં અને એનો ગરમ મસાલો એના ખાસ ડબ્બામાં. પાર્સલ કર્યાના બરાબર એક અઠવાડિયા પછી એની માનો દેહાંત થઈ ગયો પણ વિદેશમાં રહેતી અનુપમાએ મસાલાાની મહેક દ્વારા એની માને એના હૃદયમાં જીવંત રાખી હતી. આજે વર્ષો જૂનીએ પરંપરાનો અંત નજીક આવી ગયો હતો. મસાલો શાકમાં નાંખવાની એની હિંમત ના પડી. આંખમાં આંસુ આવી ગયા અને મનોમન બોલી,"નહીં... આજે તો નહીં જ !"

એણે મસાલાનો ડબ્બો બંધ કરીને પાછો મૂકી દીધો અને ગાલ સુધી આવી ગયેલા આંસુ લૂછવા માંડી ત્યાં તો એના અંતરમાં વસેલી એની મા નો અવાજ એને અંદરથી સંભળાયો,"બેટા, જ્યારે પણ એક પરંપરાનો અંત આવે છે ત્યારે એક નવી પરંપરાની શરૂઆત થાય છે. દરેક અંતમાં એક નવી શરૂઆત છુપાયેલી છે !"સાંભળીને અનુપમા ના ચહેરા પર એકદમ સ્મિત આવી ગયું. તરત જ બાજુના રૂમમાંથી પોતાની દીકરી રિયાા ને બોલાવી. રિયાની મદદથી એણે ઓનલાઈન શોપિંગ કરવા માટેની વેબસાઈટ ખોલી. દીકરી રિયા પોતાની માતાને ઓનલાઈન શોપિંગ કેવી રીતેે કરવી એ શીખવવા માંડી. બંને મા-દીકરી હસી મજાક કરતાં-કરતાં મસાલાનું લીસ્ટ તૈયાર કરવા માંડી અને એક નવી પરંપરાની શરૂઆત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational