Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Tragedy Inspirational

4.0  

Nardi Parekh

Tragedy Inspirational

શિક્ષણનું માધ્યમ

શિક્ષણનું માધ્યમ

3 mins
194


અખિલેશ અને માનસી આજે ખૂબ ખુશ હતાં. તેમનાં ઘરમાં આજે જાણે આનંદોત્સવ ઉજવાઈ રહ્યો હતો. તેમને ત્યાં આજે લક્ષ્મીજી પધાર્યાં હતાં. હા, માનસીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. દાદા દાદી તો હરખઘેલા બની ગયાં હતાં. દીકરીનું નામ પાડ્યું અમી. દાદા દાદી તો અમીને હથેળીમાં રાખે છે, એને જરાપણ હેઠી નથી મૂકતાં. આ નાની ઢીંગલીને જોઈ આખું ઘર આનંદ કિલ્લોલ કરતું હતું, અમીનાં મમ્મી-પપ્પા તો નોકરી કરતાં હતાં... પરંતુ તેઓને અમીની જરા પણ ફિકર ન હતી. અમી તો દાદા-દાદીની હેવાઈ હતી. દાદા દાદી તેને રમાડે, જમાડે, નવી નવી વાર્તાઓ કરે,લહેકા કરી બાળગીતો સંભળાવે. માનસીને તો તેની નોકરીનાં કામે ઘણી વખત બહારગામ જવાનું થતું, પણ અમી તો દાદા-દાદીની છાયામાં બધું ભૂલી જતી. તે દાદા-દાદી પાસે ક કમળ નો ક, ખ ખટારાનો ખ પણ શીખી. હવે તો તે ઘણું બધું બોલતી થઈ હતી. તે ખૂબ મીઠા અવાજમાં બાળગીતો ગાતી તે જોઈ સહુ મોમા આંગળીઓ નાખી જતાં. અમી માટે દાદા-દાદીનું શીખવાડેલું બધું જ જાણે સહજ સાધ્ય હતું. ખૂબ રસથી એ સાંભળતી અને ગ્રહણ કરતી. બીજાં બાળકોનાં પ્રમાણમાં તેનો વિકાસ ખુબ સુંદર હતો આમ લાડકોડમાં ઉછરતા તે ત્રણ વર્ષની થઈ ગઈ. તેનાં મમ્મી-પપ્પાએ તેમનાં ઘર નજીક એક નર્સરી હતી તેમાં તેનું નામ લખાવવાનો વિચાર કર્યો. દાદા-દાદીએ કહ્યું ઘરમાં સારી રીતે શીખી રહી છે પછી તેને બાલમંદિરમાં મૂકજો, પરંતુ આધુનિક રંગે રંગાયેલા માતા-પિતાએ અમીને નર્સરીમાં દાખલ કરી, ને એક નવી જ ભાષા સાથે અમીનો પરિચય થયો. તેમાં જે શીખવાડાતું હતું તે દાદા દાદીને પલ્લે પડતું ન હતું. તેમને અંગ્રેજી આવડતું ન હતું. મમ્મી પપ્પા તેનાં માટે સમય કાઢી શકતાં ન હતાં. એટલે અમીની મૂંઝવણ વધતી રહેતી હતી. કારણ તેને પોએટ્રિ ના આવડે તો મમ્મી પપ્પા ખીજાય, શાળાનાં શિક્ષક ફરિયાદ કરે. હવે એ થોડી ચીડચીડી બની ગઈ. તેની જિદ વધવા લાગી અને તેનું વર્તન જાણે બદલાવા લાગ્યું. મમ્મી પપ્પા કહે એક નંબરની ભણવાની ચોર છે, તેને ભણવું જ નથી. પરંતુ તેનાં બાળમાનસ પર થતો અત્યાચાર તેમની નજરમાં આવતો ન હતો. બીજી બાજુ અમીને ઘરનું અને નર્સરીનું જુદુ વાતાવરણ મૂંઝવતું હતું. તેને પલ્લે પડતું ન હતું. બે માધ્યમ વચ્ચે તેનું મગજ કંઈ સમજી શકતું ન હતું. જાણે કે બે માધ્યમની ચકી વચ્ચે તે પીસાઈ રહી હતી. તેનાં હૈયામાં તો દાદા-દાદીનાં બાળગીતો અને બાળવાર્તા વસી ગયાં હતાં. તેના મગજ પર વધતાં ભારને લીધે હસતી રમતી અમી મુરઝાવા લાગી. દાદા-દાદી પાસે જઈ થોડી ખિલતી પણ ખેલદિલીથી હસી શકતી ન હતી.

આજે આવા બેવડા માધ્યમનાં ભાર હેઠળ અનેક બાળકો કચડાઈ રહ્યાં છે. દરેક બાળકની ક્ષમતા સરખી નથી હોતી, તેમજ બુદ્ધિ આંક પણ એક સરખો નથી હોતો. બીજું ઘરનું શિક્ષિત વાતાવરણ આડોશપાડોશનું અને સામાજિક વાતાવરણ પણ તેનાં મગજને અસર કરતું હોય છે. એ વાતાવરણ અનુસાર તેની ક્ષમતા અનુસાર જો માધ્યમ નક્કી કરવામાં આવે તો બાળક ઘંટીના બે પડની વચ્ચે ના દાણાની જેમ ન પિસાય. તેમનાં મુક્ત વિકાસ માટે આ બધાં પરિબળો વિચારવા જરૂરી છે નહીં તો તેનો મુક્ત વિકાસ રૂંધાઈ જાય છે. ઉપરથી દેખાદેખીને કારણે વડીલો પણ આર્થિક રીતે ભીંસાય છે. વળી કેટલીક વખત અમે જે નથી પામ્યાં તે અમારા બાળકોને મળે, અથવા બાળકોનું ભવિષ્ય સુધરે તેવી ભાવનાથી અન્ય માધ્યમમાં ભણાવે છે. જો બાળકમાં ગ્રહણ શક્તિ હશે, પૂર્ણ સમજણ હશે, તો તે માતૃભાષામાં ભણશે, તો તેની કલ્પનાશક્તિ વધુ ખીલી શકશે, તે તેનાં વિચારોને સારી રીતે વાચા આપી શકશે. આગળ જતાં તે અન્ય ભાષાને પણ સહજતાથી સ્વીકારી શકશે કારણ તેનાં વિચારો પરિપકવ થઈ જાય છે. તેનું આગળનું ભણતર સહજ સાધ્ય બની જાય છે અને સારી રીતે જીવનમાં પ્રગતિ સાધી શકે છે. માતૃભાષાનાં માધ્યમને કારણે તેનું બાળપણ ભણતરનાં ભાર વગર આનંદમય ગુજરે છે અને તેની કલ્પનાની પાંખોને સુંદર ઉડાન મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy