Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital Pachchigar

Romance Tragedy Thriller

3  

shital Pachchigar

Romance Tragedy Thriller

જોગણી જગદંબા પધાર્યા

જોગણી જગદંબા પધાર્યા

3 mins
195


સુરત શહેરની સત્ય ધટના છે. કોલેજના બીજા વર્ષમાં ભણતી કાજલ ખૂબ સુંદર અને દેખાવડી હતી. તેને ગરબા રમવા નો શોખ માટે મહિનાઓ પહેલાં તૈયારી કરતી.  

સુરતમાં શેરીગરબા પ્રચલિત. વહુ-દીકરીઓ ધામધૂમથી ઉજવે. ઘણાં ઘરોમાં નવદુર્ગાની સ્થાપના પૂજા, અર્ચના કરવામાં આવે છે. કન્યાપૂજન કરી ઉત્થાપન થાય. કાજલની બાજુમાં રહેતો ચિરાગ જે નાનપણથી તેને ખૂબ ગમતો. તે આ વર્ષે આદ્યશક્તિની સ્થાપનામાં આવ્યો, કારણકે તેના ઘેરે દરેક વર્ષે ધામધૂમથી આયોજન કરવામાં આવતું. ચિરાગ મેડીકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાથી આવતો નહતો. આ વર્ષે તે નવરાત્રી માટે ખાસ આવ્યો. 

 કાજલ નવરાત્રીમાં ખૂબ જ સુંદર તૈયાર થતી, તેથી શેરીના યુવકો તેને રમતી જોવા માટે નજરો તાકીને બેસતાં. આકર્ષક દેખાવ ને ખૂબ જ સરસ ગરબો ગાતી હોવાથી બીજી શેરીના યુવકો પણ તેને જોવા માટે આવતા. આજે પણ તે ખૂબ જ સુંદર દેખાતી હતી. પહેલીવાર ચિરાગ કાજલને જોઈને પોતાના હોશ ખોઈ બેઠો. તેણે કાજલને પોતાની પાસે બોલાવી કાજલને તો ચિરાગ પ્રત્યે આકર્ષણ હતું જ તેથી પાસે જઈ વાત કરવાની શરૂઆત કરી. નવરાત્રીના નવ દિવસ તેઓ સાથે રમતાં અને સાથે સમય પસાર કરતાં આ રીતે બંનેમાં ગાઢ મિત્રતા થઈ.

હવે તેઓ બંને એકબીજાને પ્રેમ કરવા માંડ્યા. ઘરે ન આવતો ચિરાગ આ વખતે નવરાત્રી પછી દિવાળીમાં પાછો આવ્યો, તે વધારે સમય કાજલ સાથે જ પસાર કરતો. હવે આ 'પ્રેમી પંખીડા'ઓનો પ્રેમ પરવાન ચડયો હતો. ચિરાગ વારંવાર ઘરે આવતો. આ બંને અગાસીમાં એક રૂમ હતો ત્યાં કલાકો સુધી એક બીજાનો હાથ પકડી બેસી રહેતાં. ચિરાગ વેકેશન કરવા ઘરે આવેલો ત્યારે ગરમીના કારણે અગાસીમાંજ પથારી નાખીને સૂતો, તેથી કાજલ પણ અગાસીમાં સૂવા માટે જતી ને બંને મોડીરાત સુઘી વાતો કરતા ઘણી વાર એક પથારીમાંજ સૂઈ જતાં. ચિરાગ ધણીવાર મર્યાદાઓ ઓળંગવાનો પ્રયાસ કરતો કાજલ તેને રોકતી પણ, આજે તો ચિરાગે કાજલ પર અવિશ્વાસનો આક્ષેપ મૂક્યો તેથી લાગણીઓને વશ થઈ મર્યાદાઓ ઓળંગી ભૂલ કરી બેઠી. ચિરાગનું વેકેશન પૂર્ણ થતા તે પાછો અભ્યાસ માટે ચાલ્યો ગયો. આ બાજુ કાજલને મહીના પર દિવસ ચડ્યાં. આમ ત્રણ મહીના થઈ ગયા. 

ચિરાગ આવ્યો ત્યારે કાજલે તેને પોતે ગર્ભધારણ કર્યું છે, એમ કહ્યું. પહેલા તો ચિરાગ ન માન્યો તેને શું કરવું તે કંઈ સમજાયું નહીં. પછી તેણે હિંમત કરીને કાજલને કહ્યું,"તું ગભરાઈશ નહીં. હું તને ચેક અપ માટે કાલે દવાખાને લઈ જઈશ." બીજે દિવસે ચિરાગ કાજલને દવાખાને લઈ ગયો.  કાજલને ચોથો મહિનો ચાલે છે, હવે ગર્ભપાત થઈ શકે તેમ નહતું. કાજલની માતા જ્યારે પણ તેના મહિનાના એ દિવસની પૂછતાછ કરતી ત્યારે કાજલ અનિયમિત થઈ ગયું છે, એમ બહાનું કાઢતી ને તેના લીધે જ તેનું પેટ પણ વધે છે એમ કહી દેતી.

ચિરાગ પોતે મેડિકલમાં ભણતો હોવાથી તેણે કાજલને પોતે તેની બધી જ જવાબદારી લેશે એમ કહ્યું. પણ, તે જેમ કહેશે તેમજ કાજલે કરવું પડશે અને તે તેને કે બાળકને કંઈ જ ન થવા દેશે તેમજ તેમને અપનાવશે પણ તે માટે થોડો સમય માગ્યો અને જે બન્યું છે તે ઘરમાં જાણ કરવાની ના પાડી. કાજલ આ માટે તૈયાર થઈ ગઈ કારણ કે તે ચિરાગને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે જાણતી હતી કે ચિરાગનાં ઘરમાં ખબર પડશે તો ચિરાગનું ભણતર બંધ કરાવી દેશે ને છેલ્લું જ વર્ષ હતું. હવે ચિરાગ દર મહિને આવતો આમ ફરી નવરાત્રી આવી દર વર્ષની જેમ ચિરાગના ઘરે નવરાત્રી પૂજન અગાસી પાસેની ઓરડીમાં કરવામાં આવ્યું હતું ને છેલ્લી ઉથાપનની વિધિ પણ આજે પૂર્ણ થઈ હતી.

 કાજલને પણ નવ મહીના પૂર્ણ થયા હોવાથી દુઃખાવો ઉપાડયો, ચિરાગ કાજલને તેનાં ઘરે માતાજી સ્થાપિત કર્યા હતાં, તે જ રૂમમાં લઈ જઈ ત્યાં જ ડિલિવરી કરાવી. કાજલે એક સુંદર બાળકીને જન્મ આપ્યો. ચિરાગે માતા પર ઓઢાવેલી ચૂંદડી લઈ બાળકીને તેમાં લપેટીને કાજલને આપતા કહ્યું, "કાજલ માડીએ બંનેની લાજ રાખી સાક્ષાત જોગણી જગદંબા પધાર્યા છે.બઘું જ બરાબર છે." ત્યાંજ માતાજીએ રુદન માંડ્યું ને આખુંય ઘર ઉપર ચડી આવ્યું, પણ સાક્ષાત માતાજી આવ્યાં હોવાથી ઘરનાં બધાં આનંદિત થયાં કાજલને અને ચિરાગને તેમની ભૂલ માટે માફ કરીને બોલ્યા ;" અંબે માત કી જય આપ અમારા ઘરે પધાર્યા માટે અને આ દીકરાઓની ભૂલ હોવા છતાંય તેમના જોખમ ભરેલ સાહસને પાર પાડી કાજલનો જીવ બચાવવા માટે આપનો ખુબ ખુબ આભાર....માતાજી...!


Rate this content
Log in

Similar gujarati story from Romance