Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parin Dave

Drama Inspirational

4.6  

Parin Dave

Drama Inspirational

અંગ્રેજીનું મહત્વ

અંગ્રેજીનું મહત્વ

2 mins
197


 શિક્ષક - આમના વિષે જેટલું પણ લખીએ ઓછું છે. કારણ કે એમણે આપણને આ દુનિયામાં કેવી રીતે રહેવું ? કોની સાથે કેવી રીતે વાત કરવી ? આ બધું જ આપણને શિખવાડે છે.

હું પોતે તો વ્યવસાયે શિક્ષક નથી. પણ આજથી લગભગ સાત વર્ષ એટલે કે ઈ.સ. ૨૦૧૫ ની હું વાત કરું છું.

એ વખતે હું એક કોચિંગ ક્લાસમાં નોકરી એ લાગ્યો હતો. એ વખતે અંગ્રેજીનું મહત્વ ધીમે ધીમે વધતું હતું. એની સાથે સાથે ફોરેન ભણવા જવાનો ક્રેઝ હતો. એટલે અમારા ક્લાસના સાહેબનું માનવું હતું કે આપણા ગુજરાતીઓને અંગ્રેજી બોલવામાં જે તકલીફ પડે છે, એ ના પડે એના માટે આપણે એ લોકોની અંગ્રેજીની પરીક્ષા લઈએ. એમાં પણ પાંચમા ધોરણથી બારમા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે. એ પછી એમાંથી જે પણ વિજેતા થાય એમને અંગ્રેજી બોલવાની તાલિમ આપીશું. આ માટે એ વખતે અમદાવાદની લગભગ દરેક સ્કૂલના પ્રિન્સિપાલને અમે આ પ્રોજેક્ટ માટે મળ્યા હતા.

દરેક પ્રિન્સિપાલે અમારા એ પ્રોજેક્ટ માટે અમને પ્રોત્સાહન આપ્યું હતું અને એમની સ્કૂલમાં અમને પરીક્ષા લેવામાં મદદ કરી. એ વખતે મને જાણે હું શિક્ષક હોઉં એવી લાગણી આવતી હતી. એ પછી તો એ પ્રોજેક્ટ પૂરો થતાં પહેલાં જ અંગત કારણોસર પડતો મૂકેલો. આજે પણ એ દિવસો યાદ આવે છે. એ વખતે અમને જેટલા પણ પ્રિન્સિપાલોએ અમને મદદ કરી હતી એ સૌનો હું આજે પણ આભાર માનું છું. અમને એ પ્રકારના કામની તક આપી અને અમારા ઉપર ભરોસો મૂકવા માટે ખૂબ આભાર.


Rate this content
Log in

Similar gujarati story from Drama