Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chinamyi Kotecha

Inspirational Children

4.0  

Chinamyi Kotecha

Inspirational Children

બાળપણ

બાળપણ

1 min
133


બાળપણના દિવસો હંમેશા યાદગાર જ હોય છે, આજે તો એલાર્મ વાગવાથી સવાર પડે છે અને પરાણે જવાબદારીના બોજ હેઠળ જિંદગીના દિવસો પસાર થાય છે. આને જિંદગી જીવી ના કહેવાય, ખાલી શ્વાસ લીધા કહેવાય.

તહેવારો, પ્રસંગો આપણને એકધારી જિંદગીમાં બદલાવ આપે, એ ખરું.પણ,હવે તો બધું સ્ટેટસ અપડેટ કરવા જ જાણે કે ઉજવીએ છીએ. આપણે તહેવારો કે પ્રસંગોનો સાચો આનંદ આપણે લઈએ છીએ, ખરા ?

જિંદગી એટલે ધબકાર. સાચું કહુંને તો એ જ સાચી જિંદગી છે, જે બાળકની જેમ જીવી જાણીએ. બાળપણ ગયું ને ત્યારથી આપણે જાણે મશીન બની ગયા છીએ.

પહેલા તો પક્ષીઓના કલરવથી અને ગાલે લાડ કરતાં કોમલ રવિ કિરણોથી આપણી સવાર થતી હતી અને હવે હવે એલાર્મ વાગતા પરાણે મશીનની જેમ ફરજિયાત ઊઠવું પડે છે એટલે આપણે ઊઠીએ છીએ. ઊંઘરેટી આંખોએ અને સુતેલા મનથી પરાણે આપણે શરીર પાસે ઢસરડો કરાવીએ છીએ.

તો... તો ચાલોને આપણે પાછા બાળક બની જઈએ. એ. સી., મોબાઈલ, એલાર્મ બંધ કરીને કુદરતના ખોળે રમીએ. આમ કરવાથી ક્યારેક સવારે મોડા ઊઠીએ, કદાચ થોડું કામ રહી પણ જાય, તો શું થયું ?

મન ભરીને જીવી લઈએ. આપણી અંદર કેદ થઈ ગયેલા બાળકને મુક્ત કરી દો, એને જીવવા દો.

બાળક બની જઈએ. ઉંમર શરીરને હોય, દિલને નહિ. દિલથી બાળક બનીને જીવીએ, તો આપણું બાળપણ આપણને પાછું મળે.

મસ્તી ભરી જિંદગીમાં મસ્ત બનીને જીવીએ,

દુનિયાને ભૂલીને હવે તો બાળક બનીને જીવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational