Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shweta Patel

Abstract Tragedy Inspirational

4.5  

Shweta Patel

Abstract Tragedy Inspirational

ગમાર આઝાદી

ગમાર આઝાદી

5 mins
356


પંદરમી ઓગસ્ટની સવાર, વાતાવરણમાં આઝાદી વ્યાપી હતી, સૌના પાસે ક્યાંકને ક્યાંક તિરંગો દેખાતો હતો, દુકાને અને ગલ્લે કરીને દેશ ભક્તિના ગીતો રેલાતા હતા, આજે ગાંધી-સરદારજીની યાદોમાં એમનાં સ્થાનકો પર ધૂળ કઈ ગયેલા હાર ઉતારી નવા ચડાવ્યાં હતાં, રજાનો માહોલ એટલે ફરસાણની દુકાનોમાં લાઈનો લાંબી હતી, બસ સ્ટેશન પર પણ ભીડ ખાસ્સી હતી.

માલવ એના ઓફિસના કમાર્થે એસટી બસમાં વાંસદાના કોઈક અંતરિયાળ ગામડે જઈ રહ્યો હતો, આમ તો એનું કામ સુરત શહેરના સરકારી કચેરીમાં જંગલ ખાતામાં હતું પરંતુ અનાયાસે કોઈ રિવ્યૂ માટે એને જવાનો ઓર્ડર આવ્યો,નવી નવી નોકરી અને એમાંય પંદરમી ઓગસ્ટના દિવસે પણ આવો અચાનક આવી ગયેલો ઓર્ડર એટલે એ જરા ગિન્નાયો પરંતુ કુદરતના ખોળે જઈને એના રૂપને જોવાનો મોકો એના હાથમાં હતો. રજાના દિવસે ઊંઘ કાઢવા કરતાં કુદરતને મળવાનું એને વધારે ગમ્યું.

એણે સવારની છ વાગ્યાની સુરતથી સાપુતારાની બસ પકડી લીધી, એ બસમાં બેઠો એટલે બહુ ભીડ નહોતી,વચ્ચે મસ્ત એક બારી વાળી સીટમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને કાનમાં હેન્ડફ્રી નાખીને જાણે પોતે સાપુતારાના પ્રવાસે જઈ રહ્યો હોય એમ મોજમાં ગોઠવાઈ ગયો. ઉંમર નાની એટલે કાનમાં ગુંજતા ગીતોનો હાવભાવ એના મુખે તરવરતો હતો, એ એની મસ્તીમાં હતો.

બસ સાપુતારા વાયા વાંસદા અને બીજા અંતરીયાળ જંગલ વિસ્તારમાંથી જતી હોવાથી એમાં ગોઠવાયેલા મુસાફરો પણ આદિવાસી જેવા લાગી રહ્યા હતાં. ક્યાંક કોઈ એકલદોકલ મુસાફર શિક્ષિત જણાઈ રહ્યાં હતાં. બસ ઉપડી રસ્તામાં એકાદ કલાકમાં નવસારી આવ્યું, નવસારી ડેપો પર બસ ઊભી રહી એટલે મુસાફરોનો ઘસારો વધ્યો, એમાં પંદરેક નવા મુસાફરો ઉમેરાયા.

 કંડકટર એનું ડીવાઈસ લઈને ટિકિટ માટે બસમાં ચડ્યો, બસ ઉપડી. કંડકટર આમ તો સરકારી ઑફિસર પરંતુ આ રૂટ પર ચાલી ચાલીને એની ભાષામાં આદિવાસી લહેકો આવી ગયો, નીત ત્યાંનો જ રહેવાસી બની ગયો હતો, એનો ખાખી શર્ટ પરસેવે રેબઝેબ હતું, એનો પરસેવો એના શરીરના રંગને વધારે મેલો બનાવતો હતો, એની બોલીમાં આમતો એકજાતની તોછડાઈ હતી પણ એ એની આદત સમી લાગતી હતી. એની આંખોમાં લાલાશ હતી એ બારીમાંથી આવતાં પવન સાથે જાણે રોજની થઈ ગઈ હતી, મોઢામાં ભરેલો માવો એને એને ભરીને બોલવામાં પડતી તકલીફ એની છાપ હતી, વારે વારે ટિકિટ કટર ખખડાવી પેસેન્જરને પૂછવું એ એનું મુખ્ય કામ હતું.

' બોલો બેન, કાં જવાનાં ?'. - એણે પહેલી સીટ પર બેસેલા એક બહેનને પૂછ્યું, એ બહેન સાથે એક પાંચેક વર્ષનો બાબો હતો, એ એનો પુત્ર જણાતો હતો. જોઈને એ બહેન શિક્ષિત જણાઈ રહ્યાં હતાં, એમણે પહેરેલો પહેરવેશ જોઈને એ તદ્દન શહેરી હતા, આવી બસમાં બેસીને એ કેમ મુસાફરી કરતાં હશે એ એક સવાલ હતો.

' એક સાપુતારા !' - બહેને એકદમ શુદ્ધ લહેકા સાથે કંડકટરને કહ્યું. કંડકટર એનાં હાવભાવથી અંજાઈ ગયા હોય એમ લાગ્યું. એ બહેને પહેરેલું જીન્સનું પેન્ટ અને સફેદ કુર્તી, હાથમાં મોંઘીદાટ ઘડિયાળ, પર્સ એ બધું જોઇને એ કોઈ સારા ઘરના લાગ્યા, એમનાં છોકરાના હાથમાં રહેલો ટચ સ્ક્રીન મોબાઇલ અને એ જે રીતે વાપરતો હતો એ જોઈને કોઈ જરાય ના કહી શકે કે એ બાળક ટિકિટને પાત્ર નથી.

" પોઇરો કેટલા વરહનો ?" - કંડક્ટરે ખાતરી કરવા પૂછ્યું.

 " સાડા ત્રણ વર્ષ !" એ સ્ત્રીએ આત્મવિશ્વાસ સાથે જુઠ્ઠાણું હાક્યું. કંડકટર પણ એનો આ રૂઆબ જોઈને પીગળી ગયો, એ કંઈ ના બોલ્યો.

 "ચેકીંગ આવહે અગાળી, તો તન વરહ જ કે જે" - કંડક્ટરે એના જુઠ્ઠાણાંના સાથ પુરાવ્યો.

 " ઓકે, ડોન્ટ વરી."- એણે એની સ્ટાઈલમાં જવાબ આપી દીધો.

 ભાઈ સાહેબ આગળ વધ્યા, પાછળ એક કુટુંબ બેઠું હતું, એમાં બે સ્ત્રી અને એમની જોડે ચાર બાળકો ત્રણની સીટમાં ગોઠવાયા હતા,

એક સ્ત્રી એમાં વૃદ્ધ હતી, એને કોઈ દિવસ મુસાફરી કરી નહોતી એમ લાગી રહ્યું હતું, એ જરા સહેમી લાગતી હતી, બીજી સ્ત્રી એ પેલાં ચાર બાળકોની માતા લાગી રહી હતી, બંને સ્ત્રીઓએ કંઇક વિચિત્ર ભાતની જૂની સાડી પહેરી હતી, એમનાં ઘરેણાં પણ જૂના અને કાળા પડી ગયેલાં હતા, એમનાં મોટાં હોઠ અને લાંબી આંખો એમને બીજાં લોકોથી અલગ તારવી દેતાં હતાં, જૂની ગાભાની થેલીમાં એમને ભરેલો ઠુસી ઠુસીને સમાન બહાર ડોકાતો હતો, જુવાન સ્ત્રીના ખોળામાં બેઠેલું છોકરું સાવ ગોબરું દેખાતું હતું, એની શ્યામ પડી ગયેલી ચામડી એના કુપોષણને જાહેર કરતું હતું, બીજાં ત્રણ બાળકો જેઓ બારી પાસે બેસવા માટે અંદરો અંદર ઝઘડી રહ્યાં હતાં, એમનાં કપડાં પણ આમ સાવ સાદા અને મેલા હતા. એમને જોઇને લાગી રહ્યું હતું કે કોઈ મજૂરવર્ગમાંથી આવતાં હશે.

રોજી રળવા એ નવસારી આવ્યા હોય અને બહુ સમય બાદ માદરે વતન જતાં હોય એવું લાગી રહ્યું હતું, કંડકટર એમની જોડે આવીને ઊભો રહ્યો અને એની ભાષામાં ટકોર કરી.

   " માજી કાં જવાની ? ને કેટલી લેવાની ?" માજીને કંઈ સમજ પડી ન હોય એમ એ એની જોડે રહેલી સ્ત્રીને જોવા માંડી, પેલી સ્ત્રીનું ધ્યાન કંડકટર સામે ગયું એને, " બે આખી આપી દેજે અને.." અને બાળકો ગણીને " બે અડધી આપજે !" 

કંડકટરે ચારેય બાળકોને જોઈને પૂછ્યું, " આ બાજુમાં બેઠેલી છોકરી કેટલા વરહની થૈ ?" એની માંએ કઈક ઈશારામાં ગણીને "ચોથું ચાલુ ઠેયું પચાડીની પૂનમે !" એનો જવાબ સાંભળીને કંડક્ટરે એનો રૂઆબ બતાવા માંડ્યો," તો એની અડધી ટિકિટ લે !"

મહિલા એ એના પાકીટમાં જોયું પરંતુ અડધી ટિકિટ લઈ શકાય એટલા પૂરતા નહોતા, એ થોડી ગભરાઈ, એને ધ્રુજતા અવાજે, "સાહેબ પૈહા ની મલે એટલા તો મારી પાહે, જવા દેવ ની !"

" હેનું જવા દેવ ? બસમાં બેહવું હોય તો ટિકિટ તો લેવી પડે." એણે ભ્રમારો ઊંચી કરીને બોલવા માંડ્યું.

 " પણ સાહેબ,મારી પાહે જે હતું એની મે ટિકિટ લઈ લીધી, હવે ની મલે !"

  "ની મલે તો ની બેહવાનું બસમાં ! આ તો કંઈ બાપાની બસ થોડી લિધલી સે ?" કંડક્ટરે હવે એનો અવાજ થોડો ઊંચો કર્યો.

  " સાહેબ જવા દેવ ને !" મહિલાએ હાથ જોડી કાલાવાલા કરવા માંડ્યા.

  " તમારા જેવા તો બો જોયા, રોજ કેટલાને જવા દેવ ? આગળ ચેકીંગ આવહે તો આપજે જવાબ, મેં કેઇ ની જાનું !"

  એ ગરીબ મહિલા ગભરાઈ ગઈ, એને કંઈ સમજ ના પડી, એને મન એણે કોઈ મોટો ગુનો કરી લીધો હોય એવું લાગ્યું, એને એની જોડે વૃદ્ધા જોડે કઈક વાત કરી અને એની સાડીના પાલવે બાંધેલ ચિલ્લર ભેગી કરીને ગણી, એમાં માંડ છવ્વીસ રૂપિયા નીકળ્યા, એમાં એણે બસમાં બેસવાનું અડધી ટિકિટનું જૂર્માનું ભર્યું.

 માલવ આ બધું ચિત્ર જોઈ રહ્યો હતો, કલાકથી ચાલતા આ ચલચિત્ર જેવા માહોલમાં એને ભણેલા ઇતિહાસના સ્વાતંત્ર્ય ચળવળના આઝાદીના સંભારણા આવવા લાગ્યા. એ ગુલામી વખતે પણ હતી એવી જ સ્થિતિ એણે હમણાં બસમાં પણ અનુભવી, આઝાદ ભારતમાં ગુલામી હજીય કાયમ કરાવતું દ્રશ્ય એની આંખો સામે હતું. પૈસો એ આઝાદી અને ઈમાનદારી એ ગુલામી એનો ભાસ એણે સ્પષ્ટ જોયો.

અને પાછું બસના ડ્રાઈવરે રેડિયો ચાલુ કર્યો અને એમાં દેશભક્તિ રેલાઈ, ' એ વતન વતન મેરે આબાદ રહે તું....'

મલાવથી આ પક્ષપાત જોવાયો નહિ, એનું લોહી ઉકળી ગયું, કંડકટરની દેશભક્તિને સીધી કરવાં એણે નક્કી કર્યું, એણે એના હેન્ડ્સફ્રી કાનમાંથી કાઢ્યાં, એની સીટ પરથી બહાર આવીને કંડકટરની સીટ પાસે જવા ડગ માંડ્યા !


Rate this content
Log in

Similar gujarati story from Abstract