Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Comedy Drama

4.9  

Kalpesh Patel

Comedy Drama

તો, બોલો હું શું કરું ?

તો, બોલો હું શું કરું ?

2 mins
2.4K


પહેલી જાન્યુયારીના દિવસે એક માનસિક રોગના નિષ્ણાત ડોક્ટરની હોસ્પિટલે મનોચિકિત્સાલયની OPDની શરૂઆતમાં જ એક છોકરીને દર્દીને ડોક્ટર પાસે લાવવામાં આવી. ડોક્ટરોએ તેને આવકાર આપતા કહ્યું , “નયા સાલ મુબારક” અને તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તારા મગજની સારવાર થઈ ગયા પછી અહીંથી તારે ઘેર પાછા જવા રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે ?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હુ લાલ મરચાનો ભૂકો મારી મુઠ્ઠીમાં ભરું અને સૌથી પહેલા તમારી આંખમાં નાખું, તમારી પાસે ઊભેલી આ નર્સ ને ચસમાં બદલાવું !’ નર્સે પ્રશ્ન અને તે છોકરીએ આપેલા જવાબને તેના કેસ પેપર ઉપર નોંધી લીધા, અને તેને સાઇકિયાટીસ્ટની નિગરાની હેઠળ મગજની સારવાર માટે Indoor દર્દી તરીકે તાત્કાલિક દાખલ કરી દેવામાં આવી.

 પૂરા બાર મહિનાની સારવાર પછી પછી એ જ છોકરીને ફરીથી એજ ડોક્ટરોની ટીમ પાસે લાવવામાં આવી. ડોકટરોએ નવા વરસની શુભ કામના પાઠવી અને ટીમ દ્વારા તે છોકરીને ફરીથી એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ડોક્ટરોને સંતોષ થાય તેવો તેણે જવાબ આપ્યો, ‘સાહેબો, હું પહેલા સરસ ખાવાનું બનાવતા શિખીશ !’

‘બહુ જ સરસ ! પછી ?’

‘હું મારી પોતાની એક નવી નક્કોર ફાસ્ટ ફૂડની વાન લઈ, વેપાર કરીશ અને પૈસા બચાવીશ, તે પછી કોઈક સુંદર છોકરા સાથે પરણીશ.’

ડોક્ટરોની ટીમને મૂળ પ્રશ્નના આવા પોજિટિવ અને ઉત્સાહજનક જવાબો મળતા જતા હોઈ તે છોકરીની માનસિક હાલત હવે નોર્મલ થઈ ગઈ હોવાની નિશાનીઓ સમજીને આનંદમાં આવી ગયા અને તેને સારવાર આપતા ડોક્ટરની ટીમે એકબીજાને સફળ ઈલાજ માટે વધાઈ આપી વળી આગળ પૂછ્યું, ‘પછી ?’

‘હું મારા પતિને મારી ફાસ્ટ ફૂડની વાનમાં મારી સાથે જોડાવા કહીશ !’

‘અદભુત ! ત્યાર પછી ?’

‘પછી તેને જરા પણ નવરો નહીં રાખું .. ફાસ્ટ ફૂડ વાનની સફાઈ અને સમાન લેવા દોડાવીશ’.

ડોક્ટરો થોડાક મૂંઝાયા, તેમ છતાંય આગળ પૂછવાનું ચાલુ રાખ્યું, ‘ત્યાર પછી શું, નાવ ટેલ અસ ઑ ગુડ ગર્લ ?’

‘હું મારો પતિ જે સમાન લાવશે તેમાથી પહેલા મસાલાની થેલીઓ અલગ કરીશ અને બધાજ મસાલા વ્યવસ્થિત સાચવીને વાનમાં મૂકીશ !’

‘અરે વેરી ફાઇન . તે પછી ?’.

‘તે પછી મરચાં પવડરની બરણીમાંથી મારા બંને હાથમાં મુઠ્ઠીઓ ભરીશ ! અને અહી દોડી આવી આ દવાખાનાના તમામ ડોકટર અને તેઓની નર્સની આંખમાં નાખીશ. તે બધાએ મારી જૂની અને ફાટી ગયેલી શાલને જોયા વગર જ મને “નયા સાલ મુબારક” કહી રહ્યા છે.

તો બોલો હું શું કરું ?..


Rate this content
Log in

Similar gujarati story from Comedy