Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parin Dave

Drama

4.3  

Parin Dave

Drama

કૃષ્ણ પ્રેમ

કૃષ્ણ પ્રેમ

2 mins
197


રોહિત ને નાનપણથી જ પૂજા પાઠ કરવામાં અનેરો આનંદ આવતો. એમાં પણ તેની માતાએ જ્યારથી કૃષ્ણની પૂજા કરતા શીખવાડ્યું હતું ત્યારથી રોહિતને કૃષ્ણ પ્રત્યે કંઈક વધારે જ લાગણી થતી હતી. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ તેને કૃષ્ણ સાથે પ્રેમ થવા લાગ્યો. આખો દિવસ કે પછી રાત્રે સૂતી વખતે પણ એને કૃષ્ણ જ બધી જગ્યાએ દેખાતો. ધીરે ધીરે રોહિતના માતા પિતા ને પણ રોહિતનો કૃષ્ણ પ્રેમ સમજમાં આવતો હતો. શરુઆતમાં તો એ લોકો પણ એના કૃષ્ણ પ્રેમને ગાંડપણમાં ગણતા. એ પછી એક વખત રોહિત ઘરમાં પૂજા કરતો હતો ત્યારે એના માતા પિતા એ રોહિતના મોઢા ઉપર એક અલગ જ તેજ દેખાયું. એ પછી એ બંને જણાએ રોહિતને કોઈ દિવસ પૂજા પાઠ કરતાં રોકયો નહોતો. 

એક રાત્રિની વાત છે. રોહિત આખો દિવસ કૃષ્ણ ભગવાનને યાદ કરતાં કરતાં સૂતો હતો અને અચાનક જ એને સ્વપ્નમાં આકાશી કલરનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશમાંથી જાણે એક અવાજ આવ્યો એ જાણે તેને કહેતો હતો કે ક્યાં સુધી આમ દૂર દૂર રહીશ. મને મળવા તો ક્યારેક વૃંદાવન આવ. આ સાંભળ્યું ને એની ઊંઘ એકદમ જ ઊડી ગઈ. એ બેઠો થયો અને આવેલા સ્વપ્ન ઉપર વિચાર કરવા લાગ્યો. બહુ વિચાર કર્યા પછી તેણે આવેલા સ્વપ્નનો અમલ કરવાનો વિચાર કર્યો. સવારે જ્યારે તેના માતાપિતાને આ સ્વપ્ન વિષે વાત કરી અને વૃંદાવન જવા રવાના થયો. એના માતા પિતા એ જવાની રજા આપી એટલે એ છેલ્લી વખત ઘરે પૂજા કરવા બેઠો અને એને જાણે કૃષ્ણ ભગવાનના દર્શન થયા એમની પાછળ એ જ આકાશીય પ્રકાશ હતો જ્યારે એને સ્વપ્ન આવ્યું હતું. આ જોઈને તેને ખૂબ જ આનંદ થયો કે કૃષ્ણ ભગવાને એને યાદ કર્યો છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama