Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Others

4.3  

Nisha Shukla

Others

ગુરુ કરતાં શિષ્ય સવાયા

ગુરુ કરતાં શિષ્ય સવાયા

3 mins
422


 હું 22 વર્ષની હતી ત્યારે સૌ પ્રથમ નોકરી ભુજથી દૂર ગામડામાં શિક્ષકની નોકરી મળી. ત્યાં 4 વર્ષ રહી. ત્યારે મોબાઈલનો યુગ ન હતો. ફોનનો પણ ખાસ ઉપયોગ ન થતો. ઘરથી અઠવાડિયું દૂર ને શનિ રવિ ઘેર મિલન થતું. પહેલીવાર ઘરથી છૂટા પડવાનો વારો આવ્યો. થોડું વસમું લાગ્યું પણ આવેલી પરિસ્થિતિને અપનાવે છૂટકો ન હતો. ને મન મનાવી સ્વીકારી લીધું.

નખત્રાણા માં 4 વર્ષ રહ્યા બાદ ભુજ બદલી થઈ જેનો આનંદ અપાર હતો. ભુજની અધ્યાપન મંદિરમાં બદલી થઈ. નોકરીમાં ચાલુ હોય એવા છોકરાઓ તાલીમ લેવા આવતા. એટલે સ્વાભાવિક છે ઉંમર મારાથી પણ મોટી હોય એવા શિક્ષકો હતા.

  પણ કોઈપણ વ્યવસાયને વફાદાર રહીએતો ઊની આંચ પણ નથી આવતી એ ન્યાયે "ડેપ્યુટ" શિક્ષકો પણ મારું માન રાખતા. 

બે વર્ષ પછી હાઈસ્કુલમાં બદલી થઈ. નિયમ મુજબ વિદાયમાન તો હોય જ.

મારુ વિદાયમાન ગોઠવવામાં આવ્યું. તાલીમાર્થીઓનો એટલો પ્રેમ મળ્યો જે શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે એવો અવર્ણનીય ને અદભૂત પ્રેમ મળ્યો. વિદ્યાર્થીઓએ યથાશક્તિ ફાળો આપી ને મને સરસ મજાની પેન આપી. જે મેં વર્ષો સુધી સાચવી ને વાપરી પણ ખરી. પણ એક વિદ્યાર્થી એવો હતો જેણે ફાળામાં પૈસા આપ્યા ન હતા. પણ હોશિયાર ને શાંત હોવાને કારણે માન થાય એવો હતો. વિદ્યાર્થીઓએ પોતપોતાની શૈલી મા મને બિરદાવી પ્રવચનો કર્યા.

પણ એ વિદ્યાર્થી ઊભો ન થયો મને પણ નવાઈ લાગી. શાંત ચિત્તે બેસી ને જોયા કરતો હતો પણ એની આંખમાં ને હૃદયના એક ખૂણામાં રંજ હતો. પોતે કંઈ ન કરી શક્યો એનો. 

  આખરે જવાનો સમય આવ્યો. હું જવાની તૈયારી કરતી હતી ત્યાંજ પેલો વિદ્યાર્થી આવ્યો. મારા પગ પકડી સાષ્ટાંગ પગે લાગ્યો ને રડ્યો. મેં કારણ પૂછ્યું પણ પોતાની ગરીબાઈ છૂપાવવા કંઈજ ન બોલ્યો પણ એના મિત્રો એ કીધું "બેન, આજે આખર તારીખ છે ને એટલે એ તમને ભેટ દેવા માટે પૈસા આપી શક્યો નથી".

 હું તો આ સાંભળી એકદમ સ્તબ્ધ ને વિચારતી થઈ ગઈ કે દુનિયામાં એવા છોકરાઓ પણ છે જે માં બાપ પાસે ત્રાગું કરીને શોખ પુરા કરે છે ને આવા પણ છે જે ગરીબ હોવા છતાં સારી રીતે ભણીને કઈક બનવા માગે છે.

  મારી પાસે એને લાયક દેવા જેવું તાત્કાલિક તો કંઈજ ન હતું પણ મેં એને મદદ કરવા જતાં જતાં કહ્યું"તારો બે વર્ષનો આ "પીટીસી" ના કોર્ષનો બધો ખર્ચો હું આપીશ.અને આ સાંભળતાની સાથેજ એ વિદ્યાર્થીના મોઢા પર એક પ્રકારનો સંતોષ ને આનંદ છવાઈ ગયેલો જોયો ત્યારે મને થયું"આદર્શ શિક્ષકનો એવોર્ડ નોકરીની યાત્રા દરમ્યાન ભલે ન મળે પણ આ મારો એક પ્રકારનો એવોર્ડ જ છે".

બસ આમ હું આત્મસંતોષ ને ગર્વની સાથે શાળામાંથી છૂટી પડી ને ત્યારથી સંકલ્પ કર્યો કે જેને સાચી જરૂર હોય એના દેખાવ ને વર્તન પરથી જ ખ્યાલ આવી જાય. બસ ત્યારથી મેં કદી પાછળ વળીને જોયું નથી.

ને આનાથી પણ વધુ આદર્શ શિક્ષક બનીને રહીશ એવા સંકલ્પ સાથે અનુભવનું ભાથું લઈ ને વિદાય લીધી ને નવી શાળા,નવા સાથીઓ ને નવા અનુભવો મેળવવા સ્વંપંથે આગળ વધી.

ઘણા સમય બાદ એ વિદ્યાર્થીનો ફોન આવ્યો. એકદમ ખુશી સાથે આનંદ ના સમાચાર આપતો " પૂ.બહેન ! આપનો ખુબ ખુબ આભાર.પી ટી સી કર્યા બાદ મેં બીએડ સારા ગુણ મેળવી ને કર્યું. નાના ગામડામાં આચાર્યનું પદ શોભાવું છું ને હમણાં જ "આદર્શ શિક્ષક"નો ખિતાબ પણ મળ્યો. જે આપને આભારી છે. પગે લાગવા જ્યારે મળાય ત્યારે પણ અંતે એટલું તો ચોક્કસ કહીશ માન ને ગર્વ સાથે "થેન્ક યુ ટીચર".

આને કહેવાય " ગુરુ કરતાં શિષ્ય સવાયા".

ખરું ને ?


Rate this content
Log in