Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN MAKWANA

Inspirational

3.5  

PRAVIN MAKWANA

Inspirational

ગાંડી મા

ગાંડી મા

1 min
73


ગાંડો આજે અમારી પાસે ડાહ્યાની જેમ વાતો કરતો હતો- " પહેલાં તો હું પણ મુંઝાઈ ગયેલો. અર્થીને બદલે એને હાથલારીમાં નાખી થોડા મજૂર જેવા લાગતા અજાણ્યા માણસો એને સ્મશાન બાજુ લઈ જતા હતા. હું એ શહેરની રોડ પરની એક હોટલના છાપરા નીચે ઊભો ઊભો આ જોઈને વિચારી રહ્યો હતો - 

હતી તો એજ.

પાછલી ઉંમરે એનું મગજ અસ્થિર થઈ ગયું હતું.

એક દિવસ એ ગામ છોડીને નીકળી ગયેલી. શોધવા મથેલા. પણ,એ મળેલી નહીં. આ વાતને વરસો વીતી ગયેલાં. "

એની આંખો ભીની થઈ ગઈ:- " હુંયે બોલ્યા વિના એ અજાણ્યા માણસોની સાથે થઈ ગયેલો. એ વાતો કરતા હતા કે બિચારી આખો દિવસ રખડી આથડીને સાંજે આ હનમાન મંદિરના ઓટલે આવીને સૂઈ જતી હતી. મારાથી મનમાં બોલાયેલું કે એ બિચારી તો નહોતી. " પછી એ ધ્રૂસકેધ્રૂસકે રડવા લાગ્યો:-" અને હું પણ એ હાથલારીને. . . . . . . . . . . "

અમે એને આશ્વાસન આપ્યું.

એણે આંસુ લૂછતાં કહ્યું -" ગાંડી તો ગાંડી, પણ હતી તો મારી માને ?!! 

( આ લઘુકથા લેખક  માણેકલાલ પટેલની છે.) 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational