PRAVIN MAKWANA

Fantasy Inspirational

1  

PRAVIN MAKWANA

Fantasy Inspirational

સજા

સજા

1 min
25


એક વખત એક શિયાળ અને એક ગધેડા વચ્ચે ઝઘડો થઈ ગયો. ગધેડાએ કહ્યું કે આકાશનો રંગ લાલ છે.

શિયાળને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું: મૂર્ખ, આકાશનો રંગ આસમાની છે. કોઈ મૂર્ખ પણ એ વાત સમજી શકે અને તું કહે છે કે આકાશનો રંગ લાલ છે !

ગધેડા કહે: નહીં આકાશનો રંગ લાલ જ છે. બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો એટલે શિયાળે કહ્યું કે આપણે જંગલના રાજા સિંહ પાસે જઈએ અને કોણ સાચું અને અને કોણ ખોટું છે એ ત્યાં નક્કી થઈ જશે.

એ ગધેડો આપણા દેશના ઘણા અડિયલ બૌદ્ધિકો જેવો હતો. તેણે કહે : મને વાંધો નથી. હું સાચો છું.

શિયાળ અને ગધેડો સિંહ સામે હાજર થયા. સિંહ દરબાર ભરીને બેઠો હતો. તેણે શિયાળ અને ગધેડાની – બંનેની વાત સાંભળી અને પછી શિયાળને સજા ફટકારી.

શિયાળે કહ્યું : આ તો અન્યાય છે… હું સાચો છું છતાં તમે મને સજા ફટકારી રહ્યા છો.

સિંહે કહ્યું : આકાશનો રંગ કેવો છે એ મુદ્દે તું સાચો છે, પરંતુ જ્યારે તને ખબર છે કે તારી સામે દલીલ કરવાવાળો ગધેડો છે ત્યારે તારે આ મુદ્દે તેની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની જરૂર જ શું હતી ! તે તારો સમય બગાડ્યો અને હવે આ મુદ્દે મારા દરબારમાં આવીને મારો સમય બગાડ્યો છે એટલે તને સજા ફટકારું છું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy