Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Saare Jahan Se Achha Sagas: Tales of Freedom and Beyond

SEE WINNERS

Share with friends

સમજૂતી :

સર્જનાત્મકતા અને ભવ્યતાના મંચ પર આપનું સ્વાગત છે, જ્યાં કલમ તલવાર બની જાય છે અને શાહી એવી વારતાઓ સર્જે છે જે સમયાંતરે પડઘા પાડતી રહે છે. સૂર્ય જ્યારે ભારતના 77 માં સ્વતંત્રતા દિવસની ક્ષિતિજની નજીક ઉદય પામવા જઈ રહ્યો છે, ત્યારે અમે તમને એક અસાધારણ સાહિત્યિક પ્રવાસ શરૂ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. જે સીમાઓ, યુગો અને લાગણીઓને પાર કરી જાય છે.

સ્ટોરીમિરરની "સારે જહાં સે અચ્છા સાગાસઃ ટેલ્સ ઓફ ફ્રીડમ એન્ડ બિયોન્ડ" તે માત્ર એક લેખન સ્પર્ધા નથી : પરંતુ એક ઊજવણીછે જે, શ્રદ્ધાંજલિ અને તમારી કલ્પના માટેનો કેનવાસ છે જે ભારતની સ્વતંત્રતા તરફની સફરના રંગો અને તેનાથી આગળ રહેલી ભારતની અમર્યાદ શક્યતાઓને ચિત્રિત કરે છે. આ માત્ર વાર્તા અને કવિતાની હરીફાઈ નથી; તે તમારા હૃદયમાં રહેલી રાષ્ટ્રની ભાવનાનો શબ્દો થકી પડઘો પાડવાનો અવસર છે.

આ પેઢીઓ વચ્ચેના જોડાણનો ઉત્સવ છે !

"સારે જહાં સે અચ્છા સાગાસઃ વડીલો માટે ઇતિહાસની આંખો દેખી યાદોને યુવાપેઢી સાથે શેર કરી તેમને સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવવાની તક છે. એટલુંજ નહીં, તે યુવાનોને ભૂતકાળમાંથી બોધપાઠ લઈ પોતાની સર્જનાત્મકતાનો સંચાર કરવા અને સાથે મળીને દેશના પ્રગતિશીલ ભવિષ્યની કલ્પના કરવા માટે પ્રેરવા માટે છે.

સાહિત્ય સામગ્રી વિષે સ્પષ્ટતા :

થીમ : સ્પર્ધકોએ સ્વતંત્રતાની થીમને ધ્યાનમાં રાખવાની છે.

ફોર્મેટ : સ્પર્ધકોએ એવી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ સબમિટ કરવાની છે જે સ્વતંત્રતા દિવસ અને સ્વતંત્રતાના મહત્વને ઉજાગર કરે.

મૌલિકતા : સ્પર્ધકોએ તેમની સ્વરચિત મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે, કોપી કરેલી રચનાઓ માંય રહેશે નહિ.

શબ્દ મર્યાદા : કોઈ શબ્દ મર્યાદા રાખેલ નથી.

ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ભાષાઓ : સ્પર્ધકે પોતાની રચનાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળીમાં સબમિટ કરી શકે છે.

સમયગાળો : છેલ્લી તારીખ 05 સપ્ટેમ્બર 2023.

ઈનામ :

·         દરેક ભાષા અને વિભાગમાંથી શ્રેષ્ઠ 30 રચનાઓને સ્ટોરીમિરર તરફથી ઈ-બૂકમાં સમાવવામાં આવશે.

·         દરેક ભાષા અને વિભાગમાં શ્રેષ્ઠ 10 રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂ.150/-ના મૂલ્યની ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ્નું પ્રમાણપત્ર આપવામાં આવશે.

સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com

ફોન નંબર : +91 9372458287