Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#WriteWithPride

SEE WINNERS

Share with friends

આપણે બધા જાણીએ છીએ કે જૂન મહિનો એ LGBTQ+ (Lesbian, gay, bisexual, and transgender)ના હકને સમર્પિત મહિનો છે, જેને પ્રાઈડ મહિનો કહેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે આપણે આ મહિનો આ સમુદાયને સમર્પિત કર્યો છે.

1969ના જૂનમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં પોલીસ અને ગે અધિકાર કાર્યકરો વચ્ચે ભારે રમખાણો અને અથડામણો જોવા મળી હતી. સ્ટોનવોલ રમખાણો તરીકે પણ ઓળખાતી આ ઘટનાની યાદમાં, પ્રમુખ બિલ ક્લિન્ટને જૂનને "ગે એન્ડ લેસ્બિયન પ્રાઇડ મંથ" જાહેર કર્યો હતો. રાષ્ટ્રપતિ જો બાઈડનએ 2021માં જૂન LGBTQ+ પ્રાઇડ મહિનો જાહેર કર્યો.

ત્યારથી LGBTQ+ સમુદાયે ઘણાં સંઘર્ષો અને પડકારોનો સામનો કર્યો છે. જો કે, તેમણે ઘણી જીત અને સફળતાઓ પણ મેળવી છે. આ ગૌરવપૂર્ણ મહિનામાં, સ્ટોરીમિરરે LGBTQ+ સમુદાયની સફળતાની બધી વાર્તાઓને સમગ્ર વિશ્વ સુધી લઇ જવાનું મોટું કાર્ય હાથ ધર્યું છે ! તો આવો અને અમારા આ કાર્યમાં સહાયતા કરો, કરશોને ?

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે #WriteWithPride, એક લેખન સ્પર્ધા જે પ્રેમ, સ્વીકૃતિ અને બધા માટે સહાનુભૂતિની હિમાયત કરે છે, જેમાં કંઈ ખોટું નથી.

તમે તમારી પોતાની અથવા તમે જાણતા હોય તેવા કોઈ આવા સમુદાયની વ્યક્તિની સફળતાની વાતો લખી શકો છો. ચાલો જોઈએ પેનમાં કેટલી શકિત છે.

થીમ :

Ø  સુખી બિન-પરંપરાગત કપલની આસપાસ વાર્તા/કવિતા લખો. #TogetherWeRise

Ø  બિન-પરંપરાગત કપલની કુટુંબ/સમાજમાં સ્વીકૃતિની આસપાસ વાર્તા/કવિતા લખો. #ReflectionsofPride

Ø  બિન-પરંપરાગત લગ્નની સફળતા વિષે વાર્તા/કવિતા લખો. #FreedomtoLoveandMarryRules:

નિયમો:

1.    સહભાગીઓએ તેમની સામગ્રી માત્ર (LGBTQ+)ગૌરવ સંસ્કૃતિની આસપાસ સબમિટ કરવી જોઈએ.

2.    સહભાગીઓએ તેમની મૌલિક કવિતાઓ/વાર્તાઓ જ સબમિટ કરવી જોઈએ.

3.    આપ ચાહો તેટલી રચનાઓ સબમિટ કરી શકો છો, તેમાં કોઈ મર્યાદા નથી.

4.    આપની રચના માટે પણ કોઈ શબ્દ મર્યાદા નથી.

5.    ઇમેઇલ દ્વારા અથવા હાર્ડ કોપી તરીકે અથવા સ્પર્ધાની લિંકનો ઉપયોગ કર્યા વિના મુકવામાં આવેલ કોઈપણ રચના, પ્રવેશ માટે માન્ય રહેશે નહીં.

6.      ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

સાહિત્ય પ્રકાર:

વાર્તા

કવિતા

ભાષા : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી

ઇનામ :

Ø  દરેક ભાષા અને શ્રેણીમાં શ્રેષ્ઠ 2 સ્પર્ધકો કે જેમણે તમામ થીમ પર રચના સબમિટ કરી છે, તેમને સ્ટોરીમિરર દ્વારા એક ભૌતિક પુસ્તક મફત આપવામાં આવશે.

Ø  ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે..

Ø  દરેક ભાષા અને કેટગરીમાં શ્રેષ્ઠ ૩૦માં સ્થાન પામેલી રચનાઓની ઈ-બુક બનાવવામાં આવશે. વિજેતા તરીકે શ્રેષ્ઠતાની પસંદગી અમારા સંપાદક મિત્રોના સંપાદકીય સ્કોરને આધારે નક્કી કરવામાં આવશે.

સમયગાળો : 18 જૂન 2022 થી 17 જુલાઈ 2022

 પરિણામ : 18 ઓગસ્ટ  2022

સંપર્ક :

ઈમેઈલ  : vishnu@storymirror.com

મોબાઈલ : +91 97231 85603

WhatsApp: +91 97231 85603