Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#FreeIndia - Season 2

SEE WINNERS

Share with friends

"૧૫ ઓગસ્ટ, જેને સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે", તે બધા ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ તે દિવસ છે કે જ્યારે આપણે બધા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનોને યાદ કરીએ છીએ જેના કારણે આપણને આઝાદી મળી છે.

આજે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર હોવા છતાં, સાચી સ્વતંત્રતાનો સાચો અર્થ ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગે છે.

છેડતી થવાના ડર અથવા તેનાથી પણ ખરાબ, બળાત્કાર થવાના ડરને કારણે એક છોકરી રાત્રે બહાર જઇ શકતી નથી; બાળકને મજુરી કરવાની ફરજ પડે છે જ્યારે કે તેને શાળાએ જવવાની ઉમર હોય છે; આ એ દેશ છે કે જેણે રાણી લક્ષ્મીબાઈ, બચેન્દ્રિ પાલ, સરોજિની નાયડુને જન્મ આપ્યો છે, છતાં ત્યાં દરરોજ સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સા સામે આવે છે; ઘણા બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત છે; મૂળભૂત આરોગ્યસંભાળ હજી પણ મોટા સમુદાય માટે દુર્ગમ છે; અને આ યાદી હજી પણ લાંબી થઇ શકે છે...

 

જે આપણને પ્રશ્ન કરે છે કે - ‘શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ ?’

 

સ્વતંત્ર રહેવાની સાચી ભાવનાને ઉજાગર કરવા અને સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ સાર્થકબનાવવા માટે, સ્વતંત્રતા દિવસ અતિ મહત્વપૂર્ણ દિવસ છે, અને એટલે જ આ સ્વતંત્રતા દિવસ પર સ્ટોરીમિરર લઈને આવ્યું છે એક અનોખી લેખન સ્પર્ધા જે આપ સૌને લેખન થકી ‘સાચી સ્વતંત્રતા’ અંગેના આપના વિચારોને વ્યક્ત કરવાની તક આપે છે. ચાલો એક એવું રાષ્ટ્ર બનાવીએ કે જ્યાં દરેક વ્યક્તિ સ્વતંત્રતાનું સાચું સ્વરૂપ પામી શકે.

 

નિયમો:

1.    આપની રચનામાં સ્વતંત્રતાનો સાચો અર્થ સ્પષ્ટ થાય તેવું સાહિત્ય હોવું જોઈએ..\

2.    આપની રચના સબમિટ કરો ત્યારે હેસટેગ તરીકે ‘# ફ્રી ઇન્ડિયા’ શબ્દનો ઉપયોગ કરો.

3.    વિજેતાની પસંદગી રચનાને મળેલા સંપાદકીય સ્કોર અને વાચકોના રીવ્યુના આધારે નક્કી કરવામાં આવશે. જે સૌને માન્ય રહેશે.

4.    ભાગ લેનારે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ.

5.    આપ ચાહો એટલી ભાષામાં ચાહો એટલી રચનાઓ મૂકી શકો છો. સંખ્યાનું બંધન નથી.

 

સાહિત્ય પ્રકાર :

  વાર્તાઓ

  કવિતા

 

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા - આમાંથી કોઈપણ એક અથવા એકથી વધુ ભાષાઓમાં સામગ્રી સબમિટ કરી શકાય છે.

 

 ઇનામો:

1.    દરેક ભાષામાં શ્રેષ્ઠ 10 વાર્તાઓ અને કવિતાઓને રૂ. 100 ની કિંમતનું સ્ટોરીમિરર શોપ વાઉચર આપવામાં આવશે.

2.    ભાગ લેનાર તમામને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

 

સમયગાળો : ૦૩ ઓગસ્ટ ૨૦૨૦ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ 

પરિણામ : સપ્ટેમ્બર 2021

 

સંપર્ક:

ઇમેઇલ: vishnu@storymirror.com

ફોન નંબર: +91 97231 85603