Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#International Prerna Awards

PARTICIPATE

Share with friends

સાહિત્યિક શ્રેષ્ઠતાના ભવ્ય ઉત્સવનો ભાગ બનો. સ્ટોરીમિરરના સહયોગથી, ગ્લોબલ હિન્દી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રેરણા પુરસ્કારમાં આપનું સ્વાગત છે. જ્યાં તમારી સાહિત્યિક રચનાઓ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાન પામે છે.

                                                     

એનાથી કોઈ ફરક નથી પડતો કે આપ નીવડેલા વાર્તાકાર છો કે નવોદિત, આ ઇવેન્ટ તમારી પ્રતિભાને પ્રદર્શિત કરવાની અને સાથી ભાષાઓના સર્જકો સાથે જોડાવા માટેનું ઉત્તમ મંચ છે.

 

તો તૈયાર થઈ જાઓ સંસ્કૃતિ અને સર્જનાત્મકતાના આ મેળાવડામાં તમારી જાતને તલ્લીન કરવા માટે. જ્યાં દરેક સ્થળેથી સર્જકો તેમની ઉત્તમ કૃતિઓ સાથે ભેગા મળશે. આ ઇવેન્ટમાં લોકકથાઓથી લઈને આધુનિક વાર્તાઓ સુધીની ઉત્તમ રચનાઓ ભેગી મળશે.

ભારતની વાર્તા કહેવાની સમૃદ્ધ પરંપરાની આ ઉજવણી અને ભાષાની શક્તિથી પ્રેરીત થવાની આ અણમોલ તક ગુમાવશો નહીં. તમરા કેલેન્ડરમાં નોંધી લો અને આ અવિસ્મરણીય અવસરનો ભાગ બનવા માટે તૈયાર થઈ જાઓ !

આ સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ સિંગાપોરમાં યોજાશે..

આ સ્પર્ધા શા માટે ?

અમે વિશ્વભરના લેખકોને તેમનું લેખન કૌશલ્ય અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડવા માંગીએ છીએ. જ્યાં સર્જકો તેમના વિચારો, વલણો અને મંતવ્યો વિશ્વ સમક્ષ રજૂ કરી શકે અને તેમના ઉત્તમ સર્જન બદલ પ્રસંશા પામી શકે. વધુમાં આ થકી અમે સાહિત્ય અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. કેમકે આ થકી જ વિવિધ દેશ અને કલચરના લોકો તેમની વાર્તાઓ અને અનુભવ વહેંચવા માટે અહી એકત્ર થશે.

નિયમો :

·         સાહિત્યની શૈલી માટે કોઈ બંધન નથી.

·         આપની રચના માત્ર સ્પર્ધાની લિન્કથી જ સબમિટ થયેલી હોવી જોઈએ. સ્પર્ધાની લિન્ક સિવાય અન્ય ઈમેઈલ, ફોટોકોપી કે હાર્ડકોપીમાં સબમિટ કરેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહીં.

·         સ્પર્ધકે પોતાની મૌલિક રચના જ સબમિટ કરવાની રહેશે. કોપી કરેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહીં. તેને તરત જ દૂર કરવામાં આવશે. અને આવા સ્પર્ધકને સ્ટોરીમિરર પર બ્લોક કરી દેવામાં આવશે.

·         એક વ્યક્તિ એક કરતાં વધારે ચાહે તેટલી રચનાઓ સબમિટ કરી શકે છે. તે માટે સંખ્યાની કોઈ મર્યાદા નથી.

·         સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સર્વને બંધનકર્તા રહેશે.

·         આર્ટીકલ અને નિબંધ પ્રકારની રચનાઓ માન્ય રહેશે નહીં.

·         સ્પર્ધકોને વિનંતી કે તેમણે કોઈ જાતના અયોગ્ય, અભદ્ર, અશિષ્ટ, વલ્ગર, ધમકીભર્યા, ભેદભાવપૂર્ણ, જાતિ કે ધર્મ વિષયક રચનાઓ સબમિટ કરવી જોઈએ નહીં. આવી રચનાઓ અમાન્ય ગણી દૂર કરવામાં આવશે. આવી રચનાઓ પરનો નિર્ણય સ્ટોરીમિરર પોતાની વિવેકબુધ્ધિથી કરશે.

·         આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે નિશ્ચિત ફી ચૂકવવાની રહેશે.

·         કોઈપણ ગેરસમજ માટે આ સ્પર્ધાના નિયમો માટેની અંગ્રેજી કોપી ધ્યાનમાં લેવાની રહેશે.

                                                                                                                 

સાહિત્ય પ્રકાર :                                           

વાર્તા

કવિતા

 

થીમ :

કૃપા કરી ધ્યાન રાખશો કે નીચેની થીમ પર લેખ કે નિબંધ સબમિટ કરી શકાશે નહીં.

·       ટકાઉ વિકાસ

·       વિવિધતામાં એકતાને સ્વીકારવી અને સર્વ સમાવેશી સમાજનું નિર્માણ કરવું.

·       ઓટોમેશન અને નાવીન્યતા

સ્પર્ધકોની ઉમર કેટેગરી :

·  13 થી 15 વર્ષ

·  16 થી 18 વર્ષ

·  19 વર્ષ અને તેનાથી ઉપરના

આ સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ સિંગાપોરમાં યોજાશે.